ચીનની સાથે તણાવ વચ્ચે રક્ષા મંત્રાલયે 28,000 કરોડ રૂપિયાના સૈન્ય ઉપકરણો ખરીદવાની આપી મંજૂરી

ડિફેન્સ મિનિસ્ટ્રીએ સેનાઓ માટે 28 હજાર કરોડ રૂપિયાની કિંમતના હથિયાર અને સૈન્ય સામાનો ખરીદવાની મંજૂરી આપી છે. આ હથિયાર વિદેશથી નહીં પણ દેશી ઉદ્યોગોથી ખરીદવામાં આવશે. 
 

ચીનની સાથે તણાવ વચ્ચે રક્ષા મંત્રાલયે 28,000 કરોડ રૂપિયાના સૈન્ય ઉપકરણો ખરીદવાની આપી મંજૂરી

નવી દિલ્હીઃ રક્ષા મંત્રાલયે સેનાની ત્રણેય પાંખ માટે 28,000 કરોડ રૂપિયાની કિંમતના હથિયાર અને સૈન્ય ઉપકરણ ખરીદવાની ગુરૂવારે મંજૂરી આપી છે. અધિકારીઓએ આ વિશે જણાવ્યું છે. આ ખરીદને તેવા સમયે મંજૂરી આપવામાં આવી છે જ્યારે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં સરહદ પર લાંબા સમયથી ગતિરોધ ચાલી રહ્યો છે. 

અધિકારીઓએ જણાવ્યું કે, મંજૂર કરવામાં આવેલ મોટાભાગના હથિયારો અને સૈન્ય ઉપકરણોને ઘરેલૂ ઉદ્યોગોથી ખરીદવામાં આવશે. રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, 'રક્ષા મંત્રાલય રાજનાથ સિંહના નેતૃત્વમાં રક્ષા ખરીદ પરિષદ એટલે કે Defence Acquisition Council (ડીએસી)એ ઘરેલૂ ઉદ્યોગથી 27,000 કરોડ રૂપિયાના ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપી છે.'

અધિકારીઓએ જણાવ્યું કે, રક્ષા મંત્રાલયની ખરીદ પર નિર્ણય લેનારા સર્વોચ્ચ એકમ ડીએસીએ ખરીદના કુલ 7 પ્રસ્તાવોને મંજૂરી આપી છે. મંત્રાલયે કહ્યું, 28000 કરોડ રૂપિયાના સાત પ્રસ્તાવોમાંથી છ પ્રસ્તાવ 27000 કરોડ રૂપિયાના છે. તે હેઠળ 'મેક ઇન ઈન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય ઉદ્યોગને એઓએન (સ્વીકાર્યતા મંજૂરી) આપવામાં આવશે. 

ખરીદ પ્રસ્તાવોમાં ડીઆરડીઓ તરફથી તૈયાર વાયુ સેના માટે પૂર્વ ચેતવણી સિસ્ટમ (હવાઈ જહાજોની હાજરી વિશે), નૌસેના માટે આગામી પેઢીના પેટ્રોલ જહાજ અને થલ સેના માટે મોડ્યૂલર બ્રિગેડ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news