'એક લીટર પેટ્રોલ અને ડીઝલ પર કેટલી થાય છે કમાણી? સરકારે સંસદમાં આપ્યો આ જવાબ
પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવથી જનતા ખુબ પરેશાન છે. સરકાર જો કે પોતાના સ્તરે જનતાને રાહત આપવાના પ્રયત્નો કરે છે. આ મહિને મોદી સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં કાપ મૂકીને જનતાને થોડી રાહત પણ આપી છે. હજુ પણ અનેક રાજ્યો તરફથી પેટ્રોલ અને ડીઝલમાં જે રાહત અપાઈ રહી છે તે પૂરતી નથી.
Trending Photos
Petrol-Diesel Excise Duty: પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવથી જનતા ખુબ પરેશાન છે. સરકાર જો કે પોતાના સ્તરે જનતાને રાહત આપવાના પ્રયત્નો કરે છે. આ મહિને મોદી સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં કાપ મૂકીને જનતાને થોડી રાહત પણ આપી છે. હજુ પણ અનેક રાજ્યો તરફથી પેટ્રોલ અને ડીઝલમાં જે રાહત અપાઈ રહી છે તે પૂરતી નથી. કેટલાક રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ 100 રૂપિયે લીટર વેચાય છે. જો કે તમામ ભાજપ શાસિત રાજ્યોમાં વેટમાં કાપ મૂકીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જનતાને રાહત આપવાના પ્રયત્નો થયા છે.
આ બધા વચ્ચે ગઈ કાલથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઈ. પહેલા જ દિવસે મોંઘા પેટ્રોલ અને ડીઝલની ગૂંજ સંસદમાં સંભળાઈ. વાત જાણે એમ છે કે All India Trinamool Congress (AITC) ના સાંસદ માલા રોયે લોકસભામાં સરકારને પૂછ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર સરકારને એક્સાઈઝ ડ્યૂટી તરીકે કેટલી કમાણી થાય છે.
જવાબમાં નાણા મંત્રાલય તરફથી લોકસભામાં કહેવામાં આવ્યું કે સરકારને પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી તરીકે 27.90 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 21.80 રૂપિયા પ્રતિ લીટર આવક થાય છે.
પેટ્રોલ (Petrol)- કુલ 27.90 રૂપિયા કમાણી પ્રતિ લીટર
બેઝિક એક્સાઈઝ ડ્યૂટી- 1.40 રૂપિયા લીટર
સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી- 11 રૂપિયા પ્રતિ લીટર
રોડ અને ઈન્ફ્રા સેસ- 13 રૂપિયા લીટર
એગ્રીકલ્ચર સેસ- 2.50 રૂપિયા લીટર
ડીઝલ (Diesel) -21.80 રૂપિયા પ્રતિ લીટર કમાણી
બેઝિક એક્સાઈઝ ડ્યૂટી- 1.80 રૂપિયા લીટર
સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી- 8 રૂપિયા પ્રતિ લીટર
રોડ અને ઈન્ફ્રા સેસ- 8 રૂપિયા લીટર
એગ્રીકલ્ચર સેસ- 4 રૂપિયા પ્રતિ લીટર
નોંધનીય છે કે ગત વર્ષ કોરોના સંકટ દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવ ઘટતા સરકારે એક્સાઈઝ ડ્યૂટી વધારી હતી. પેટ્રોલ પર 13 રૂપિયા અને ડીઝલ પર 16 રૂપિયાનો વધારો થયો હતો. હાલ કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 27.90 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 21.80 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યૂટી વસૂલે છે.
એક મેસેજથી તમારા શહેરનો ભાવ
નોંધનીય છે કે ક્રૂડ ઓઈલની કિંમતોના આધારે ઓઈલ કંપનીઓ રોજ સવારે ભાવ નક્કી કરે છે. તમને ફક્ત એક SMS દ્વારા તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ ખબર પડી શકે છે. આ માટે ઈન્ડિયન ઓઈલ (IOCL) ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. ઓઈલ કંપનીઓ રોજ સવારે 6 વાગે નવા ભાવ જાહેર કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે