OMG! મોદી સરકારે 'કચરો' વેચીને કરી લીધી 1163 કરોડ રૂપિયાની અધધધ... કમાણી

Scrap Sale: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા કેટલાક સમયમા ફક્ત ભંગારનો સામાન વેચીને 1163 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને આ કચરાના નિકાલથી જગ્યા પણ ખુબ ખાલી થઈ છે. 

OMG! મોદી સરકારે 'કચરો' વેચીને કરી લીધી 1163 કરોડ રૂપિયાની અધધધ... કમાણી

વર્ષ પૂરું થતા સુધીમાં તો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખુબ ભંગારનો સામાન વેચી નાખ્યો છે. સરકારે આ ભંગારમાંથી એટલી કમાણી કરી છે કે સાંભળનારાના હોશ ઉડી જાય. દર વર્ષે આ પ્રકારે સરકારી વિભાગ જૂની ચીજો, ફાઈલો, અને કાગળોનો નિકાલ કરીને કમાણી કરે છે. અત્રે જણાવવાનું કે ભારતમાં નવી સંસદ બનાવવામાં 836 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. જ્યારે ભારત સરકારે ફક્ત ભંગાર વેચીને 1163 કરોડ રૂપિયાની જબરદસ્ત કમાણી કરી છે. આટલા પૈસા કમાવવા માટે સરકારે જૂની ફાઈલો, જૂની ગાડીઓ, ઓફિસના જૂના અને ખરાબ થઈ ગયેલા ઉપકરણો તથા કેટલુંક ફર્નિચર પણ વેચ્યું છે. 

એક રિપોર્ટ મુજબ ઓક્ટોબર 2021થી લઈને અત્યાર સુધીમાં મોદી સરકારે 1163 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમાંથી ઓક્ટોબરમાં 557 કરોડ રૂપિયાની આવક થઈ છે. ડિજિટલ થઈ રહેલી  દુનિયમાં જૂની ફાઈલોને હટાવવામાં આવી અને આ પ્રકારે 96 લાખ ફાઈલોને ડિજિટલ કર્યા બાદ તેમનો ભંગારમાં નિકાલ કરી દેવાયો છે.  તેનાથી ફક્ત કમાણી જ નહીં પરંતુ સરકારી ઓફિસોમાં 355 લાખ વર્ગ ફૂટ જગ્યા પણ ખાલી થઈ છે. 

ભંગાર વેચીને જગ્યા ખાલી થઈ
એવું કહેવાયું છે કે આ જગ્યાઓનો ઉપયોગ હવે બીજા કામ માટે થવા લાગ્યો છે. અત્રે જણાવવાનું કે ભારતે લગભગ 600 કરોડ  રૂપિયાના ખર્ચે પોતાના ચંદ્રયાન મિશનને સફળતાપૂર્વક મોકલ્યું હતું જ્યારે તેનાથી બમણા પૈસા ફક્ત ભંગાર વેચીને કમાણી કરી લીધી છે. તેમાં સૌથી વધુ કમાણી રેલવે મંત્રાલયને થઈ છે અને તેણે ભંગાર વેચીને 225 કરોડ રૂપિયા આ વર્ષે કમાણી કરી છે. 

આ ઉપરાંત રક્ષા મંત્રાલયે 168 કરોડ રૂપિયા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે 56 કરોડ રૂપિયા અને કોલસા મંત્રાલયે 34 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ જ પ્રકારે કોલસા મંત્રાલયમાં 66 લાખ વર્ગફૂટ, ભારે ઊદ્યોગ મંત્રાલયમાં 21 લાખ વર્ગફૂટ અને રક્ષા મંત્રાલયમાં 19 લાખ વર્ગફૂટ જગ્યા ખાલી થઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news