અયોધ્યામાં રામ મંદિર મામલે મોહન ભાગવતે આપ્યું મોટું નિવેદન
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડિયાએ રામ મંદિર મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા
Trending Photos
નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે ફરી એકવાર રામ મંદિર મામલે મોટું નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના મઉસહાનિયામાં એક સભાને સંબોધન કરતી વખતે મોહન ભાગવતે જણાવ્યું છે કે રામ મંદિરનું નિર્માણ માત્ર ઇચ્છા નથી પણ સંકલ્પ છે. રામ મંદિરનું જે નિર્માણ કરાવશે તેને ઉની આંચ નહીં આવે. મોહન ભાગવતે જણાવ્યું છે કે રામ મંદિર બનાવવાનો આ યોગ્ય સમય છે અને રામ મંદિર બનાવનારાઓ રામ જેવા બનશે તો જ આ કામ પૂર્ણ થશે.
Ram Mandir banana hamari aapki kewal ichha nahi hai, hamara aapka sankalp hai. Aur ye sankalp hum poora karenge: RSS Chief Mohan Bhagwat in Chhatarpur, #MadhyaPradesh (21.03.2018) pic.twitter.com/yCXETkEn1c
— ANI (@ANI) March 22, 2018
રાજ્યસભાના સાંસદ અને ભાજપના નેતા સુબ્રણ્યમ સ્વામીએ ફરી રામ મંદિરનો મુદ્દે ઉઠાવ્યો છે. આ અંગે સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કોંગ્રેસથી પ્રભાવિત વકીલ આ એજન્ડામાં અવરોધ સર્જી રહ્યા છે. આથી બંધારણ અને કાયદાનો આશરો લઈ આ મુદ્દે વટહુકમ જારી કરવાની માગણી સ્વામીએ કરી છે.
હાલમાં વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડિયાએ રામ મંદિર મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ કે, રામ મંદિર પર 4 વર્ષમાં સંસદમાં કાયદો બનાવીને મંદિર નિર્માણનું કાર્ય શરુ ન કરવાને કારણે જ હાલમાં યોજાયેલ ચૂંટણીમાં ભાજપની હાર થઈ છે. બુલન્દશહેરમાં એક કાર્યક્રમમાં પહોચેલા તોગડિયાએ જણાવ્યુ કે, 1984માં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અંગે વિહિપે શરુઆત કરી હતી. આ માટે અનેક કારસેવકોએ પોતાના બલિદાન આપ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે