ram temple

Ram Mandir: આપ સાંસદે રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ, કહ્યું- ED અને CBI કરે તપાસ

આમ આદમી પાર્ટીથી રાજ્યસભા સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. 

Jun 13, 2021, 07:17 PM IST

Uttar Pradesh: 1 જૂનથી ખુલશે રામ જન્મભૂમિ સહિત અન્ય મઠ-મંદિર, એક સાથે પાંચ ભક્તો કરી શકશે દર્શન

ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ યાત્રા ધામ અયોધ્યા, વૃદાંવનમાં આવતીકાલથી મઠ-મંદિરોના કપાટ ખુલી રહ્યાં છે. ભક્તો કોરોના ગાઇડલાઇનનું પાલન કરી અહીં દર્શન કરી શકશે. 
 

May 31, 2021, 05:29 PM IST

Ayodhya: અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે 'લંકા'થી શું આવી રહ્યું છે? માતા સીતા સાથે છે કનેક્શન

આ પથ્થરને શ્રીલંકાના રાજદૂત દ્વારા ભારત મિલિન્ડા મોરાગોડા દ્વારા ભારતમાં લાવવાની આશા છે. 
 

Mar 18, 2021, 10:14 PM IST

Bihar: ચિરાગ પાસવાને પોતાને ગણાવ્યા શબરીના વંશજ, રામ મંદિર માટે આપ્યા આટલા રૂપિયા

Chirag Paswan Latest Statement: પાસવાને ટ્વીટ કર્યુ, વંચિત વર્ગથી આવતા શ્રીરામના પરમભક્ત માતા શબરીના વંશજ જોવાને કારણે આપણા બધાનું કર્તવ્ય છે કે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણમાં પોત-પોતાની ભાગીદારી આપે. 
 

Feb 27, 2021, 11:27 PM IST

Rinku Sharma Murder: 24 વર્ષના રિંકુની હત્યાથી લોકો ગુસ્સામાં, બોલ્યા- Secularism પર ભાષણ આપનારા હવે ચૂપ કેમ?

દિલ્હી (Delhi) ના મંગોલપુરી વિસ્તારમાં જય શ્રીરામના નારા લગાવવા બદલ બજરંગ દળના કાર્યકર રિંકુ શર્મા (Rinku Sharma) ની હિચકારી હત્યા કરી દેવામાં આવી. જેને લઈને સોશિયલ મીડિયામાં ગુસ્સો ફાટી પડ્યો છે. લોકોનું કહેવું છે કે મોબ લિંચિંગ અને દેશમાં સેક્યુલરિઝમ (Secularism) પર લેક્ચર આપનારા લોકો હવે કેમ ચૂપ છે?

Feb 12, 2021, 01:46 PM IST

રામ મંદિર માટે રાષ્ટ્રપતિએ આપ્યું 5 લાખનું દાન, 'નિધિ સમર્પણ કાર્યક્રમ'ની થઈ શરૂઆત

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)એ પણ વિશ્વ હિંદુ પરિષદ (VHP)ને રામ મંદિર નિર્માણ માટે 1 લાખ રૂપિયાની રાશિ દાનમાં આપી છે. મુખ્યમંત્રી ચૌહાણે કહ્યુ, 'ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણમાં એક ઈંટ અમારા પરિવારની લાગશે.
 

Jan 15, 2021, 04:19 PM IST

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણમાં લાગશે સાડા ત્રણ વર્ષનો સમય, જાણો કેટલો આવશે ખર્ચ

સ્વામી ગોવિંદ દેવ ગિરિજી મહારાજે સોમવારે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ કે, મુખ્ય રામ મંદિરના નિર્માણનો ખર્ચ 300થી 400 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે, જ્યારે સંપૂર્ણ પરિસર બનાવવામાં આશરે 1100 કરોડ જેટલો ખર્ચ આવશે. 

Dec 28, 2020, 10:49 PM IST

રામ મંદિરમાં 1000 વર્ષ સુધી કાંકરી પણ ન ખરે તેવું માળખું બનાવશે સુરતની કમિટી

1000 વર્ષ સુધી ભવ્ય રામમંદિર સુરક્ષિત રહે આ માટે મંદિરના ફાઉન્ડેશન માટે ખાસ કમિટીની રચના કરાઈ છે. આ આઠ સભ્યોની ટીમ રામ મંદિર ફાઉન્ડેશન ડીઝાઇન સમિતિ ભૌગોલિક સ્થિતિ અંગે માર્ગદર્શન પૂરું પાડશે. સુરત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ડિરેક્ટર શૈલેષ ગાંધી પણ સામેલ છે. મંદિરના ફાઉન્ડેશન માટે કેટલી બારીકાઈથી અધ્યયન કરવામાં આવી રહ્યું છે તેની જાણકારી શૈલેષ ગાંધીએ આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે 1000 વર્ષ સુધી મંદિર સુરક્ષિત રહે આ માટે મંદિરને સંપૂર્ણ રીતે ધરતીકંપ પ્રૂફ અને વગર સ્ટીલના વપરાશ કરી તૈયાર કરવામાં આવશે. 

Dec 19, 2020, 10:16 PM IST

અયોધ્યામાં પ્રથમવાર થશે ભવ્ય ડિજિટલ દિવાળી, તૈયારીમાં લાગી યોગી સરકાર

આ વખતે લેઝર શોના માધ્યમથી સરયૂ કિનારા પર આતશબાજી થશે. તો યોગી સરકાર અયોધ્યામાં પ્રથમવાર વર્ચ્યુઅલ દીપોત્સવનું આયોજન કરશે. 

Nov 8, 2020, 09:32 PM IST

રામ મંદિરના નિર્માણમાં નહી થાય લોખંડનો ઉપયોગ, જાણો કેમ?

હવે કેન્દ્રીય ભવન શોધ સંસ્થાન રૂડકી (Central Building Research Institute CBRI રૂડકી અને IIT મદ્રાસ (Indian Institute of Technology Madras) સાથે મળીને નિર્માણકર્તા કંપની લાર્સન એન્ડ ટ્રૂબો ( Larsen & Toubro) ના એન્જીનિયર (Engineer) સોઇલ ટેસ્ટિંગ (Soil Test)ના કાર્યમાં લાગેલા છે. 

Aug 20, 2020, 06:10 PM IST

રામ મંદિર ભૂમિ પૂજન વિશે પાકિસ્તાનના નિવેદન પર ભારતે આપ્યો જડબાતોડ જવાબ

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન પર ધૂંધવાયેલા પાકિસ્તાનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે એક આતંકવાદી દેશ પાસેથી આ જ આશા રાખી શકાય છે. કડક પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું કે આતંકવાદમાં સંડોવાયેલા એક દેશનું આ વલણ આશ્ચર્યજનક નથી. પાડોશી દેશને સંભળાવતા ભારતે કહ્યું કે તેણે અમારા મામલે હસ્તક્ષેપ કરતા અને સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપતા બચવું જોઈએ. અત્રે જણાવવાનું કે પાકિસ્તાને અયોધ્યામાં બાબરી મસ્જિદ સ્થળ પર બુધવારે થયેલા રામ મંદિર ભૂમિ પૂજનની ટીકા કરી હતી. 

Aug 6, 2020, 03:46 PM IST

રામ મંદિર પર PM મોદી બોલ્યા કે તેઓ ભાવુક છે, હું પણ ઇમોશનલ છું કેમ કે ત્યાં 450 વર્ષ સુધી મસ્જિદ હતી: ઓવૈસી

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આજે રામ મંદિરને લઇને કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ ભાવુક છે, હું પણ એટલો જ ભાવુક છે, કેમ કે, હું નાગરિકત્વના સહ-અસ્તિત્વ અને સમાનતામાં વિશ્વાસ કરું છું. ઓવૈસીએ કહ્યું કે, હું ઇમોશનલ છું કેમ કે, ત્યાં 450 વર્ષ સુધી મસ્જિદ હતી.

Aug 5, 2020, 06:45 PM IST

અયોધ્યામાં થયુ ભૂમિ પૂજન, પાકિસ્તાન પર પડી વીજળી; રેલમંત્રીએ આપ્યું આ નિવેદન

આ તરફ અયોધ્યા (Ayodhya)માં રામમંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે પાકિસ્તાન (Pakistan) પર વિજળી પડી રહી હતી. પાકિસ્તાનના રેલમંત્રી શેખ રશીદ અહમદ (Sheikh Rasheed Ahmad)એ એક વીડિયો શેર કરી તેમની બેચેનીનો ઉલ્લેખ કર્યો છે.

Aug 5, 2020, 04:33 PM IST

ભારત જ નહીં, અમેરિકામાં પણ રામ નામનો નાદ, રસ્તા પર ઉતરી લોકોએ કરી ઉજવણી

રામ નામનો નાદ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ સંભળાઇ રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન સમયે અમેરિકામાં રહેતા ભારતીયોએ ઉજણવી કરી છે. સાથે જ યૂએસના તમામ મંદિરોમાં વિશેષ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યાં છે.

Aug 5, 2020, 03:48 PM IST

અયોધ્યામાં ભૂમિ પૂજન બાદ PM મોદીને આપવામાં આવશે આ ખાસ ભેટ

અયોધ્યા (Ayodhya)માં ભૂમિ પૂજન (Bhoomi Pujan)ની સાથે ભગવાન રામના ભવ્ય મંદિર (Ram Mandir)ના નિર્માણ કાર્ય શરૂ થઇ જશે. પરંતુ અયોધ્યામાં ભૂમિ પૂજન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એક વિશેષ ભેટ તેમની સાથે લઇ જશે. રામ મંદિર નિર્માણ તીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અલીગઢમાં તૈયારી કરવામાં આવી અષ્ઠ ધાતુની એક વિશેષ રામ મૂર્તિ ભેટ આપવામાં આવશે.

Aug 4, 2020, 06:18 PM IST

રામ મંદિર ભૂમિ પૂજનનો શુભ સમય કેમ જણાવ્યો? પુજારીને મળી ધમકી

અયોધ્યા (Ayodhya)માં નવા રામ મંદિર (Ram Mandir) માટે ભૂમિ પૂજન કરવા માટે શુભ સમય નક્કી કરનાર 75 વર્ષીય યુજારી એન આર વિજયેન્દ્ર શર્મા (N R Vijayendra Sharma)ને ફોન પર ધમકીઓ મળી છે. ત્યારબાદ કર્ણાટકના બેલગાવમાં તેમના નિવાસ સ્થાન પર સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, બેલગાવીના શાસ્ત્રી નગર વિસ્તારમાં રહેતા પુજારીને ધમકી મળ્યા બાદ પોલીસે કેસ દાખલ કર્યો છે અને તેમના આવાસ પર પોલીસને તેનાત કરાઇ છે.

Aug 4, 2020, 05:48 PM IST

માત્ર ભક્તોને જ નહીં, રાવણ મંદિરના પુજારી જોઇ રહ્યા છે રામ મંદિર શિલાન્યાસની રાહ

અયોધ્યાથી 650 કિલોમીટર દૂર નોઇડામાં રાવણના મંદિરના પુજારી પણ રામ નગરીમાં ભવ્ય મંદિરના શિલાન્યાસના સમયનો ઉત્સુકતાપૂર્વક રાહ જુએ છે. ગૌતમ બુદ્ધ નગરના બિસરખ વિસ્તારમાં રાવણનું મંદિર સ્થિતિ છે. ત્યાના પુજારી મહંત રામદાસનું કહેવું છે કે, પાંચ ઓગસ્ટના અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનનો તેમને ઉત્સુકતાપૂર્વક ઇન્તેજાર છે અને આ રસ્મ સંપન્ન થયા બાદ તે લોકોમાં મીઠાઇ વહેંચશે.

Aug 4, 2020, 04:45 PM IST
An atmosphere of happiness among VHP workers regarding Ram Mandir Bhumi Pujan PT4M24S

CM યોગી અયોધ્યા પહોંચ્યા, રામ મંદિર ભૂમિ પૂજનની તૈયારીઓની કરી રહ્યાં છે સમીક્ષા

5 ઓગસ્ટે અયોધ્યામાં થનારા શ્રીરામ જન્મભૂમિ પૂજનના કાર્યક્રમમાં હવે 2 જ દિવસ બચ્યા છે. આવામાં પૂજન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે. તૈયારીઓની સમીક્ષા કરવા માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ફરી અયોધ્યા પહોંચ્યા છે. 

Aug 3, 2020, 02:51 PM IST