Corona Vaccine લગાવવાના લીધે થયું નથી વોર્ડ બોયનું મોત, પોસ્ટમોર્ટમમાં થયો ખુલાસો
Trending Photos
મુરાદાબાદ: ઉત્તર પ્રદેશના મુરાદાબાદ (Moradabad)માં કોરોના વાયરસની રસી (Corona Vaccine) લગાવ્યાના બીજા દિવસે રવિવારે એક સ્વાસ્થ્યકર્મીનું મોત થયું, ત્યારબાદ પરિવારજનોએ આરોપ લગાવ્યો કે રસી લગાવ્યા પછી તેનું મૃત્યું થયું. જોકે મુખ્ય ચિકિત્સા અધિકારી એમસી ગર્ગે હવે આરોપોને નકારી કાઢ્યા છે અને તમને જણાવવામાં આવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ ખબર પડી કે વોર્ડ બોયનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે.
તબિયત બગડ્યા બાદ થયું હતું મોત
જોકે મુરાબાદ (Moradabad) જિલ્લાના હોસ્પિટલના હોસ્પિટલના 46 વર્ષીય વોર્ડ બોય મહિપાલ સિંહને 16 જાન્યુઆરીના રોજ કોરોના વાયરસની રસી (Corona Vaccine) લગાવવામાં આવી હતી. ત્યારબાદ તેમની તબિયત ખરાબ થઇ ગઇ અને ઘરે જતા રહ્યા હતા. જોકે રવિવારે તબિયત વધુ બગડી ગઇ હતી અને હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ મોત થઇ ગયું. ત્યારબાદ પરિવારે આરોપ લગાવ્યો હતો કે કોરોના વેક્સીન (Corona Vaccine) લગાવવાના કારણે મોત થયું છે.
તબિયત બગડતાં થયું મોત
મહિપાલ સિંહના પરિવારનો આરોપ છે કે કોરોના રસી (Covid-19 Vaccine) લગાવ્યા બાદ તેમની તબિયત બગડી ગઇ છે. ત્યારબાદ તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાં તેમણે દમ તોડી દીધો. પરિવારે કહ્યું કે તે ક્યારેય કોવિડ-19 (Covid-19)થી સંક્રમિત થયા ન હતા અને રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ શનિવારે રસી લગાવવામાં આવી હતી.
'વોર્ડ બોયને લગાવી હતી કોવિશિલ્ડ વેક્સીન'
ટાઇમ્સ ઓફ ઇન્ડીયાએ હોસ્પિટલના સીએમઓના હવાલેથી કહ્યું કે 'વોર્ડ બોય મહિપાલને શનિવારે લગભગ 12 વાગે કોવિશિલ્ડ વેક્સીન (Covishield) આપવામાં આવી હતી. એક દિવસ પછી રવિવારે તેમને છાતીમાં દુખાવા સાથે શ્વાસ ફૂલવાની સમસ્યા થઇ. તેમણે આગળ કહ્યું કે 'રસી લગાવ્યા પછી વોર્ડ બોયએ નાઇટ શિફ્ટમાં કામ કર્યું હતું અને અમને લાગે છે કે રસીની આડસસરના લીધે તેનું મોત નિપજ્યું છે. અમે મોતનું સાચું કારણ જાણ્યા પછી તપાસ કરી રહ્યા છીએ.
'વેક્સીન લગાવ્યા પછી સ્થિતિ થઇ ગઇ હતી ખરાબ'
મહિપાલના પુત્ર વિશાલે કહ્યું કે 'રસી લગાવ્યા પછી મારા પિતા સારું અનુભવી રહ્યા ન હતા. તેમણે ઘર પરત આવ્યા પછી બપોરે મને હોસ્પિટલ બોલાવ્યો હતો અને કહ્યું હતું કે ઓટો લઇને આવે, કારણ કે તે બાઇક ચલાવી શકતા ન હતા. હું બપોરે 1.30 વાગે હોસ્પિટલ પહોંચ્યો તો તેમની હાલત પહેલાં કરતાં વધુ ખરાબ થઇ ચૂકી હતી.
મને લાગે છે કે તેમને સામાન્ય તાવ અને શ્વાસ લેવામાં સમસ્યા થઇ રહી હતી. ત્યારબાદ તેમને ઘરે લઇ જવામાં આવ્યા અને ચા પીવડાવી આરામ કરવા માટે કહ્યું. રવિવારે તેમને હાલત વધુ ખરાબ થઇ ગઇ અને તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. મને લાગે છે કે રસીકરણના સાઇટ ઇફેક્ટના લીધે તેમનું મોત નિપજ્યું છે.
2 દિવસમાં દેશભરમાં 2.24 લાખ લોકોને લગાવી રસી
કેન્દ્ર સરકારે રવિવારે જણાવ્યું કે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનના બે દિવસ દરમિયાન દેશમાં 2.24 લાખથી વધુ લાભાર્થીઓને કોવિડ 19 (Coronavirus) ની રસી લગાવવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના વધારાના સચિવ મનોહર અગનાનીએ કહ્યું કે 2,07,229 લાભાર્થીઓને શનિવારે રસી લગાવવામાં આવી, જોકે કોઇ દેશમાં એક દિવસમાં રસીકરણની સૌથી મોટી સંખ્યા છે. તેમણે કહ્યું કે રવિવાર હોવાથી ફક્ત છ રાજ્યોને કોરોના વાયરસ રસીકરણ અભિયાન ચલાવ્યું અને 553 સત્રોના કુલ 17,072 લાભાર્થીઓને રસી લગાવવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે