જેની જેની પાસે માંગી મદદ, તેને તેને લૂંટી ઇજ્જત, કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર 6 આરોપીની ધરપકડ

મધ્ય પ્રદેશના ઉમરિયામાં કિશોરી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. કિશોરીને કેટલાક રોમિયોએ પહેલાં પોતાની હવસનો શિકાર બનાવી, પછી પીડિતાએ કોઇપણ પ્રકારે ભાગીને લોકો પાસે મદદ માંગી, પરંતુ જેની પણ પાસે મદદ માંગી, તે તમામે તેની સાથે હૈવાનિયત આચરી. આ મામલે 7 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમાંથી અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ 1 આરોપીની શોઘખોળ ચાલી રહી છે.

Updated By: Jan 18, 2021, 08:26 AM IST
જેની જેની પાસે માંગી મદદ, તેને તેને લૂંટી ઇજ્જત, કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર 6 આરોપીની ધરપકડ

ઉમરિયા: મધ્ય પ્રદેશના ઉમરિયામાં કિશોરી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. કિશોરીને કેટલાક રોમિયોએ પહેલાં પોતાની હવસનો શિકાર બનાવી, પછી પીડિતાએ કોઇપણ પ્રકારે ભાગીને લોકો પાસે મદદ માંગી, પરંતુ જેની પણ પાસે મદદ માંગી, તે તમામે તેની સાથે હૈવાનિયત આચરી. આ મામલે 7 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમાંથી અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ 1 આરોપીની શોઘખોળ ચાલી રહી છે.

પોલીસે જણાવ્યું કે પીડિતા 11 જાન્યુઆરીના રોજ મંડી ગઇ હતી, ત્યાં બે યુવકો સાથે મુલાકાત થઇ. જે તેને લલચાવી-ફોસલાવી પોતાની સાથે ભરૌલા અને છટનના જંગલમાં ફરવા લઇ જવાના બહાને લઇ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. 

કુતરાનો પટ્ટો પતિના ગળામાં બાંધી ફરતી હતી પત્ની, કારણ જાણીને ચોંકી જશો!

આજીજી બાદ ટ્રકમાં બેસાડી
ઉમરિયામાં કિશોર યુવતિ સાથે ગેંગરેપ ગુજાર્યા બાદ યુવકોએ તેને એક ઢાબામાં બંધક બનાવી લીધી. ત્યારબાદ યુવક પોતાના કેટલાક બીજા સાથીઓને ત્યાં લઇ આવ્યા. તે લોકોને પણ બાળકી સાથે ગેંગરેપ ગુજાર્યો. પીડિતા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી તે અનુસાર આરોપીઓએ ઘણી આજીજી કર્યા બાદ તેમણે કિશોરીને કટની જવા માટે એક ટ્રકમાં બેસાડી દીધી. 

Corona: આ દેશે સેક્સ પર જાહેર કરી ગાઇડલાઇન્સ, બનાવ્યા વિચિત્ર નિયમો

ટ્રક ડ્રાઇવરે પણ ઉઠાવ્યો ફાયદો
ત્યારબાદ ટ્રક ડ્રાઇવરે પણ યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી. પછી ટ્રક ડ્રાઇવરે પીડિત કિશોરીને વિલાયત-કલા બડવારા પાસે છોડી દીધી. અહીંથી યુવતિ ઉમરિયામાં પોતાના ઘરે જવા માટે ફરી ટ્રકમાં સવાર થઇ તો આ ટ્રક ડ્રાઇવરે પણ તેની લાચારીનો ફાયદો ઉઠાવ્યો. આ પ્રકારે કુલ મળીને કિશોર યુવતિની સાથે 7 લોકોએ વારાફરતી રેપ ગુજાર્યો. 

પહેલાં પણ ગુજાર્યો હતો બળાત્કાર
પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે ગત 4 જાન્યુઆરીના રોજ પણ આકાશ નામના એક છોકરાએ તેની સાથે રેપ ગુજાર્યો હતો. આકાશ સાથે તેના ઘણા મિત્રોએ પણ યુવતિ સાથે ગેંગરેપ ગુજાર્યો હતો. ઉમરિયાના એસપી વિકાસ શાહવાલે જણાવ્યું કે ગેંગરેપના બે કેસ નોંધવામાં આવ્યા છે. ગેંગરેપના આ મામલામાં 7 વિરૂદ્ધ પોક્સો (POCSO) એક્ટ અને આઇપીસી (IPC)ની કલમ 376 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 6 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યો છે જ્યારે એક ફરાર યુવકની શોધખોળ ચાલી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube