સમગ્ર દેશમાં ગરમીનો પ્રચંડ કહેર, હીટવેવને કારણે 60થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ, શ્રીનગરમાં તૂટ્યો રેકોર્ડ

દેશભરમાં આ દિવસોમાં હીટવેવ જોવા મળી રહ્યો છે. ભારે ગરમીને કારણે લોકો પરેશાન છે. શ્રીનગરમાં સોમવારે ગરમીનો 45 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. બરફવર્ષા અને આનંદમય ઠંડી માટે પ્રખ્યાત દેશનું સ્વર્ગ ગણાતું જમ્મુ કાશ્મીર હાલ સૂર્યનો પ્રકોપ સહન કરી રહ્યું છે.

સમગ્ર દેશમાં ગરમીનો પ્રચંડ કહેર, હીટવેવને કારણે 60થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ, શ્રીનગરમાં તૂટ્યો રેકોર્ડ

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ગરમીનો પ્રચંડ કહેર જોવા મળી રહ્યો છે.. આ વર્ષે ઉનાળાની આ આકરી ગરમીના કારણે દેશમાં 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.. ઉત્તર ભારતમાં તો, ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે પરંતુ, પહાડી અને ઠંડા પ્રદેશમાં પણ તાપમાનમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.. જી હાં, દેશનું સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરમાં 4-4 દાયકાની સૌથી વધુ ગરમી પડી રહી છે.. જી હાં, ગરમીથી ત્રાહિમામ્ પોકારી ઉઠેલા જમ્મુ કાશ્મીરનો જુઓ આ રિપોર્ટ.. 

જી હાં, દેશમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં ભીષણ ગરમી અને હીટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.. આકરી ગરમીના કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.. આ બધા વચ્ચે જમ્મુ કાશ્મીરથી એક ચિંતા જનક માહિતી સામે આવી છે.. બરફવર્ષા અને આનંદમય ઠંડી માટે પ્રખ્યાત દેશનું સ્વર્ગ ગણાતું જમ્મુ કાશ્મીર હાલ સૂર્યનો પ્રકોપ સહન કરી રહ્યું છે..

શ્રીનગરમાં સોમવારે ગરમીનો 45 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો..
1968 બાદ પહેલીવાર શ્રીનગરમાં તાપમાનનો પારો 33 ડિગ્રીને પાર પહોંચ્યો..
આ પહેલાં 1968માં શ્રીનગરનું તાપમાન 36.4 ડિગ્રી નોંધાયું હતું..
આગામી દિવસોમાં પણ ભારે ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે.. 

માત્ર શ્રીનગર જ નહીં જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે.. રવિવારે 45 ડિગ્રી ગરમી સાથે કઠુઆ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ જમ્મુ કાશ્મીરમાં ગરમીથી રાહત રહેશે પરંતુ, ત્યાર બાદ ફરીથી હીટવેવની આગાહી કરવામાં આવી છે.

જમ્મુ કાશ્મીર અને ખાસ કરીને શ્રીનગરમાં સૂર્યનો આવો પ્રકોપ વર્ષો બાદ લોકોએ સહન કરવો પડી રહ્યો છે.. ગરમીના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે અને સ્થાનિક લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.. બીજી તરફ ઉત્તર ભારતના રાજ્યોમાં પણ ગરમીનો પારો હાઈ છે.. સમગ્ર દેશને પેટ્રોલિયમ મામલે આત્મનિર્ભર બનાવનારા રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કૂવા તો બહુ મળશે પરંતુ, પીવાના પાણી માટે લોકોએ આજે પણ પરેશાન થવું પડી રહ્યું છે.. મે મહિનાની 50 ડિગ્રી જેટલી ગરમીના કારણે બાડમેરમાં પાણીની સમસ્યા ઉત્પન્ન થઈ છે.. બોર્ડર વિસ્તારના મોટા ભાગના ગામડાઓની આબાદી રેતીના પહાડો પર વસેલી છે.. પાણી માટે કેટલાય કિલોમીટર સુધી મહિલાઓ ચાલવું પડે છે..

રાજસ્થાનમાં સૌથી વધુ ગરમી પડી રહી છે.. રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં 49 ડિગ્રીથી વધુ તપાપમાન નોંધાઈ રહ્યું છે.. મળતી માહિતી પ્રમાણે પ્રચંડ ગરમીના કારણે સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 60થી વધુ લોકોનાં મોત નીપજ્યા છે.. ગરમીનો પ્રકોપ જો આવી જ રીતે યથાવત્ રહેશે તો હજુ પણ મોતનો આંકડો વધી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news