ચૂંટણી પ્રચાર પૂરો થતાની સાથે જ PM મોદી જશે વિવેકાનંદ રોક મેમોરિયલ, કરશે ધ્યાન સાધના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંતિમ તબક્કાના લોકસભા ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ ધ્યાન માટે તમિલનાડુના વિવેકાનંદ રોક મેમોરિયલ જશે. સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન એક જૂને થશે.

ચૂંટણી પ્રચાર પૂરો થતાની સાથે જ PM મોદી જશે વિવેકાનંદ રોક મેમોરિયલ, કરશે ધ્યાન સાધના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંતિમ તબક્કાના લોકસભા ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ ધ્યાન માટે તમિલનાડુના વિવેકાનંદ રોક મેમોરિયલ જશે. સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન એક જૂને થશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પીએમ મોદી લોકસભા ચૂંટણી અભિયાન પૂરું થયા બાદ 30મીએ સાંજે કન્યાકુમારી પહોંચશે. ત્યારબાદ તેઓ વિવેકાનંદ રોક મેમોરિયલ જઈ શકે છે. 30મી મેની સાંજથી 1જૂનની સાંજ સુધી પીએમ મોદી ધ્યાન મંડપમમાં ધ્યાન ધરશે. 

વિવેકાનંદે ધર્યું હતું ધ્યાન
અત્રે જણાવવાનું કે આ એ જ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે પણ ધ્યાન ધર્યું હતું. કન્યાકુમારી એ જ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદને ભારત માતાના દર્શન થયા હતા. લોકોનું માનવું છે કે જેમ સારનાથ ગૌતમ બુદ્ધના જીવનમાં વિશેષ ધ્યાન ધરાવે છે તેમ જ આ ખડક સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ ખાસ સ્થાન ધરાવે છે. વિવેકાનંદે અહીં ત્રણ દિવસ સુધી ધ્યાન ધર્યું હતું અને વિક્સિત ભારતનું સપનું જોયું હતું. 

પીએમ મોદીની પ્રતિબદ્ધતા
આ જગ્યા પર ધ્યાન ધરવાની યોજના વિક્સિત ભારતના દ્રષ્ટિકોણને જીવનમાં ઉતારવા પ્રત્યે પીએમ મોદીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ એ જ સ્થાન છે જ્યાં ધાર્મિક માન્યતાઓ મુજબ દેવી પાર્વતીએ એક પગર પર બેસીને ભગવાન શિવની પ્રતિક્ષા કરી હતી. પીએમ મોદી કન્યાકુમારી જઈને રાષ્ટ્રીય એક્તાનો સંદેશ આપવા માંગે છે. 

આ ઉપરાંત આ તમિલનાડુ પ્રત્યે પ્રધાનમંત્રી મોદીની ગાઢ પ્રતિબદ્ધતા અને પ્રેમ પણ દર્શાવે છે કે તેઓ ચૂંટણી પૂરી થયા બાદ પણ રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે. આ અગાઉ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ પીએમ મોદી દેવભૂમિ ઉત્તરાખંડના કેદારનાથ ધામ ગયા હતા અને ત્યાં સ્થિત રુદ્ર ગુફામાં ધ્યાન ધર્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news