Madhya Pradesh Assembly Election 2023: શું કહે છે મધ્ય પ્રદેશનો માહોલ? જાણો રાજકીય ગણિત

Assembly Election Date: ભારતના પાંચ રાજ્યોમાં થઈ રહી છે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ. જેમાંથી એક રાજ્ય છે મધ્ય પ્રદેશ. એક એવો પ્રદેશ જ્યાં ગમે ત્યારે બદલાઈ જાય છે રાજકીય માહોલ. જાણો શું છે ત્યાંની રાજકીય સ્થિતિ....

Madhya Pradesh Assembly Election 2023: શું કહે છે મધ્ય પ્રદેશનો માહોલ? જાણો રાજકીય ગણિત

Madhya Pradesh Assembly Election 2023: લોકસભાની ચૂંટણી પહેલાં દેશમાં વિવિધ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાનાર છે. દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓની તમામ તૈયારીઓને પુરી કરી દેવાઈ છે. આજે ચૂંટણીપંચ પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના મતદાનની તારીખો જાહેર કરશે. જેમાંથી એક મહત્ત્વનું રાજ્ય છે રાજસ્થાન. વર્ષ 2018થી વીતેલાં પાંચ વર્ષોમાં કઈ રીતે બદલાયો છે મધ્ય પ્રદેશનો માહોલ? હાલ શું છે એમપીની સ્થિતિ? જાણો મધ્ય પ્રદેશનું રાજકીય ગણિત વિગતવાર...

મધ્યપ્રદેશમાં હાલ ભાજપની સરકાર છે. શિવરાજ સિંહ ચૌહાણ ત્યાંના મુખ્યમંત્રી છે. બીજી તરફ કોંગ્રેસ ફરી ભાજપના ગઢમાં ગાબડું પાડવા પ્રયાસ કરશે. જોકે, એક મુદ્દો એ પણ ચર્ચામાં છેકે, આ વખતે ભાજપે ત્રણ કેન્દ્રિય મંત્રીઓ સહિત છ-છ સંસદ સભ્યોને વિધાનસભાના ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ત્યારે આ વખતે વિધાનસભા ચૂંટણી પહેલાં શું કહે છે મધ્ય પ્રદેશનો માહોલ એ જાણવા માટે તમારે અહીંનું રાજકીય ગણિત સમજવું પડશે.

મધ્યપ્રદેશની રાજકીય સ્થિતિઃ

હાલની સ્થિતિ મુજબ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ-
કર્ણાટકમાં જીત બાદ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસમે ઉમ્મીદ
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસનું સ્થાનિય નેતૃત્વ મજબૂત
પૂર્વ સીએમ કમલનાથની આગેવાનીમાં કોંગ્રેસ તૈયાર છે
એન્ટી ઈન્કમબન્સીનો માહોલ મધ્ય પ્રદેશમાં છે
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ માહોલ બનાવવાની તક

હાલની સ્થિતિ મુજબ મધ્ય પ્રદેશમાં ભાજપ-
ગુજરાતની જેમ મધ્ય પ્રદેશમાં ભાજપનું લાંબા સમય સુધી શાસન
29 લોકસભા બેઠકો ભાજપ માટે બહુ ખાસ
ભાજપે સાંસદોને આ વખતે મધ્ય પ્રદેશમાં મેદાનમાં ઉતાર્યા છે
જ્યોતિરાદિત્ય સિંધિયાનો ભાજપ ફાયદો ઉઠાવવા માગે છે
ભાજપ હિન્દી ભાષી રાજ્યોમાં હારવા નથી માગતી
શિવરાજ સિંહ ચૌહાણ જનતા સમક્ષ ઈમોશનલ કાર્ડ રમી રહ્યા છે
હજુ સુધી શિવરાજસિંહ ચૌહાણ ક્યાંથી લડશે તે નકકી નથી

2018માં મધ્ય પ્રદેશની સ્થિતિ-
મધ્ય પ્રદેશમાં 2018માં કોંગ્રેસ જીતી હતી
વિધાનસભાની ચૂંટણી બાદ રાજકીય ડ્રામા થયો
કોંગ્રેસની સરકાર માત્ર 15 મહિના જ ચાલી શકી
કોંગ્રેસના કેટલાક MLAએ રાજીનામા આપ્યા હતા
કમલનાથ સરકાર લઘુમતીમાં આવી ગઈ
કમલનાથ મધ્યપ્રદેશમાં 15 મહિના સુધી સીએમ રહ્યા 
ભાજપે મધ્ય પ્રદેશમાં સરકાર બનાવી
શિવરાજ સિંહ ચૌહાણ ચોથી વખત રાજ્યના CM બન્યા
--
વર્ષ 2018 મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામો અને મતોનું ગણિતઃ
મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 2018:        
પક્ષ        પરિણામ
કોંગ્રેસ        114 બેઠક
ભાજપ        109 બેઠક
બસપા        2 બેઠક
સમાજવાદી પાર્ટી    1 બેઠક
અપક્ષ        4 બેઠક
કુલ        230 બેઠક

મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 2018:        
પક્ષ           વોટ શેર
કોંગ્રેસ        40.89 ટકા
ભાજપ        41.02 ટકા
બસપા        5.01 ટકા
સમાજવાદી પાર્ટી    1.30 ટકા
અપક્ષ        5.82 ટકા
નોટા        1.42 ટકા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news