Mulayam Singh Yadav: મુલાયમ સિંહ યાદવનું નિધન, 82 વર્ષની ઉંમરે મેદાંતા હોસ્પિટલમાં લીધા છેલ્લા શ્વાસ

Mulayam Singh Yadav Dies at 82: યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે 82 વર્ષની ઉંમરે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. શ્વાસ લેવામાં તકલીફ અને લો બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તબિયતમાં કોઈ સુધારો ન થતા પાછળથી આઈસીયુમાં ખસેડાયા. અત્રે જણાવવાનું કે જુલાઈમાં તેમના પત્ની સાધના ગુપ્તાનું નિધન થયું હતું. 

Mulayam Singh Yadav: મુલાયમ સિંહ યાદવનું નિધન, 82 વર્ષની ઉંમરે મેદાંતા હોસ્પિટલમાં લીધા છેલ્લા શ્વાસ

Mulayam Singh Yadav Death News: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. તેમણે 82 વર્ષની ઉંમરે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આજે સવારે 8.18 વાગે છેલ્લા શ્વાસ લીધા. મુલાયમ સિંહ યાદવને 22 ઓગસ્ટે શ્વાસ લેવામાં તકલીફ અને લો બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તેમની તબિયતમાં કોઈ સુધારો થતો ન હતો અને 1 ઓક્ટોબરના રોજ રાતે આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા. જ્યાં ડોક્ટરોની એક પેનલ તેમની સારવાર કરી રહી હતી.

તાજેતરમાં જ પત્નીનું થયું હતું નિધન
આ અગાઉ મુલાયમ સિંહ યાદવના પત્ની સાધના ગુપ્તાનું આ વર્ષ જુલાઈમાં નિધન થયું હતું. ફેફસામાં સંક્રમણના પગલે તેમને ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. સાધના મુલાયમ સિંહ યાદવના બીજા પત્ની હતા. તેમના પહેલા પત્ની માલતી દેવીનું વર્ષ 2003માં નિધન થયું હતું. માલતી દેવી અખિલેશ યાદવના માતા હતા.  

1992માં સમાજવાદી પાર્ટી બનાવી
મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ થયો હતો. પાંચ ભાઈઓમાં મુલાયમ સિંહ યાદવ ત્રીજા નંબરે હતા. મુલાયમ સિંહે કુશ્તીથી પોતાની કરિયર શરૂ કરી હતી. તેઓ વ્યવસાયે અધ્યાપક હતા. પિતા તેમને પહેલવાન બનાવવા માંગતા હતા. ત્યારબાદ તેમણે પોતાના રાજકીય ગુરુ નત્થુ સિંહને પ્રભાવિત કર્યા બાદ મુલાયમ સિંહ યાદવે જસવંતનગર વિધાનસભા સીટથી ચૂંટણીના અખાડામાં પગ મૂક્યો. તેઓ 1982-1985 સુધી વિધાન પરિષદના સભ્ય રહ્યા. 

He was under treatment at Gurugram's Medanta hospital since last week. pic.twitter.com/qDYIuT5DcH

— ANI (@ANI) October 10, 2022

લોહિયા આંદોલનમાં આગળ રહીને ભાગ લેનારા મુલાયમ સિંહ યાદવે ચાર ઓક્ટોબર 1992માં સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી. મુલાયમ સિંહ યાદવને રાજનીતિના અખાડાના પહેલવાન કહેવામાં આવતા હતા. તેઓ હરીફોને ચિત્ત કરવામાં ઉસ્તાદ હતા. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના રાજકારણમાં તેમણે જે ઊંચાઈ હાંસલ કરી છે તે કોઈ પણ નેતા માટે સપનું હોય છે. તેમણે ત્રણવાર રાજ્યની કમાન સંભાળી. તેઓ દેશના રક્ષામંત્રી પણ બન્યા હતા. યુપી વિધાનસભાના આઠવાર સભ્ય રહી ચૂક્યા છે. 

રાજકીય કરિયર પર એક નજર
વર્ષ 1967માં મુલાયમ સિંહ પહેલીવાર ધારાસભ્ય બન્યા. ત્યારબાદ 5 ડિસેમ્બર 1989ના રોજ પહેલીવાર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. મુલાયમે પોતાના રાજકીય અભિયાનની શરૂઆત જસવંતનગર વિધાનસભા બેઠકથી કરી હતી. તેઓ સોશ્યલિસ્ટ પાર્ટી, પ્રજા સોશ્યલિસ્ટ પાર્ટીથી આગળ વધ્યા. 1967, 1974, 1977સ 1985, 1989 માં તેઓ વિધાનસભાના સભ્ય રહ્યા. મુલાયમ સિંહ 1989, 1993, અને 2003માં યુપીના સીએમ રહ્યા. તેઓ લોકસભાના પણ સભ્ય રહ્યા. 

આ Video પણ જુઓ

1996ની ચૂંટણીમાં જીતીને તેઓ પહેલીવાર સંસદ પહોંચ્યા. ત્યારબાદ 1998માં તેઓ જીત્યા. 2004માં તેઓ મૈનપુરીથી લોકસભા ચૂંટણી જીત્યા. 2014માં તેઓ આઝમગઢ સંસદીય બેઠક અને મૈનપુરથી ચૂંટણી લડ્યા અને બંને જગ્યાએથી જીત્યા. સપાના આ દિગ્ગજ નેતાની જીતનો સિલસિલો 2019ની ચૂંટણીમાં પણ ચાલુ રહ્યો અને મૈનપુરીથી જીતીને એકવાર ફરીથી સંસદ પહોચ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news