Drugs Case: કાલ સુધી NCB ની કસ્ટડીમાં રહેશે આર્યન ખાન સહિત ત્રણેય આરોપી

આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને મુનમુ ધામેચાની કોર્ટમાં પાછલા દરવાજાથી એન્ટ્રી કરાવવામાં આવી હતી. આ દરમિયાન આર્યન ખુબ ડરેલો લાગી રહ્યો હતો.

Drugs Case: કાલ સુધી NCB ની કસ્ટડીમાં રહેશે આર્યન ખાન સહિત ત્રણેય આરોપી

મુંબઈઃ ડ્રગ્સ કેસ (Drugs Case) માં ધરપકડ કરાયેલા બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan Khan) સહિત ત્રણેય આરોપીઓને નાકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ રવિવારની સાંજે મુંબઈની કિલા કોર્ટમાં રજૂ કર્યા હતા. આ દરમિયાન એનસીબીના વકીલે કોર્ટમાં પોતાનો પક્ષ રાખતા 5 ઓક્ટબર સુધીની કસ્ટડી માંગી હતી. પરંતુ કોર્ટે ત્રણેય આરોપીઓને 4 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં મોકલી આપ્યા છે. 

આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને મુનમુ ધામેચાની કોર્ટમાં પાછલા દરવાજાથી એન્ટ્રી કરાવવામાં આવી હતી. આ દરમિયાન આર્યન ખુબ ડરેલો લાગી રહ્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન ત્રણેય આરોપીઓના વકીલે કોર્ટ પાસે આરોપીઓને મળવાની મંજૂરી માંગી. તેના પર કોર્ટે મંજૂરી આપી હતી. 

કોર્ટમાં સુનાવણી દરમિયાન એનસીબીના વકીલે કહ્યુ કે, આર્યન ખાન પર માત્ર ડ્રગ્સ સેવનનો આરોપ છે. એનસીબીએ કોર્ટ પાસે 5 ઓક્ટોબર સુધી આરોપીઓના રિમાન્ડની માંગ કરી હતી. એનસીબીએ કહ્યુ કે હજુ તપાસ ચાલી રહી છે અને તેમાં વધુ પૂછપરછ કરવી પડશે. 

NCB ને મળી પેડલર સાથે વાતચીતની ચેટ
એડવોકેટ સતીશ માનશિંદેએ કહ્યુ કે, આર્યન ખાન પર માત્ર ડ્રગ્સનું સેવન કરવાનો આરોપ છે. તેવામાં તેનો કેસ જામીન મળવા લાયક થી જાય છે. પરંતુ એનસીબીએ કહ્યુ કે, ડ્રગ્સ સેવનના આરોપમાં પણ આરોપીની કસ્ટડી મળી શકે છે. આરોપીઓના વોટ્સએપ ચેટમાં ડ્રગ પેડલર્સની સાથે વાતચીત નિકળી છે. તેવામાં કસ્ટડી તો મળી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news