Mumbai: સીઝનના પ્રથમ વરસાદને લઇને યલો એલર્ટ જાહેર, IMD એ આ દિવસ માટે આપી ચેતાવણી

મુંબઇમાં સીઝનનો પ્રથમ ભારે વરસાદ રવિવારે સંભાવના છે. ભારત હવામાન વિભાગે રવિવારે અને સોમવારે મુંબઇ, થાણે અને પાલઘરમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદની ચેતાવણી આપતાં એલર્ટ જાહેર કર્યું છે. ગુરૂવારે દક્ષિણ પશ્વિમ મોનસૂને લગભગ સમગ્ર રાજ્યને પોતાની ચપેટમાં લીધું છે.

Mumbai: સીઝનના પ્રથમ વરસાદને લઇને યલો એલર્ટ જાહેર, IMD એ આ દિવસ માટે આપી ચેતાવણી

First Heavy Rain In Mumbai: મુંબઇમાં સીઝનનો પ્રથમ ભારે વરસાદ રવિવારે સંભાવના છે. ભારત હવામાન વિભાગે રવિવારે અને સોમવારે મુંબઇ, થાણે અને પાલઘરમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદની ચેતાવણી આપતાં એલર્ટ જાહેર કર્યું છે. ગુરૂવારે દક્ષિણ પશ્વિમ મોનસૂને લગભગ સમગ્ર રાજ્યને પોતાની ચપેટમાં લીધું છે. આઇએમડીના પૂર્વાનુમાનમાં કહેવામાં આવ્યું છે કે તે સક્રિય મોનસૂનની સ્થિતિને જોતાં મધ્ય મહારાષ્ટ્રના કોંકણ અને આસપાસના ઘાટ ક્ષેત્રોમાં વરસાદની ગતિવિધિ 18 જૂન 2022 થી ધીમે ધીમે આગળ વધવાની આશા છે. આ સમયગાળા દરમિયાન અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદની સંભાવના છે. 

સાત દિવસના પૂર્વાનુમાન અનુસાર રવિવાર સુધી શહેરમાં છુટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. મુંબઇમાં બુધવારે રાત્રે વરસાદ કેટલાક નાના પરંતુ તીવ્રતાથી વરસાદ શરૂ થયો છે. શહેરના કેટલાક ભાગમાં બુધવારે રાત્રે ગુરૂવારે સવારે વરસાદની ગતિવિધિ જોવા મળી, કુર્લા અને સાયનના નિચલા વિસ્તારમાં સ્થાનિક પૂર જોવા મળ્યું. 

ગુરૂવારે સવારે 8:30 વાગે સમાપ્ત થયેલા 24 કલાકમાં, આઇએમડી સાંતાક્રૂઝ વેઘશાળામાં 12 મીમી વરસાદ નોંધાયો, જે શહેરનો સૌથી મોટો વિસ્તાર છે. એજન્સીએ કહ્યું કે ગુરૂવારે સવારે ઉચ્ચ સાપેક્ષિત આદ્રતા 92 ટકા નોંધાઇ છે. શહેરમાં સામાન્યથી વધુ અને ન્યૂનતમ તાપમાન ક્રમશ: 33.1 ડિગ્રી સેલ્સિયસ અને 26.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 1 જૂનથી શહેરમાં 94.3 મિમી વરસાદ થયો છે. જે સામાન્ય 114.1 મીમીથી ઓછો છે. 

માછીમારો માટે ચેતાવણી જાહેર
પશ્વિમી તટ પર વરસાદમાં વધારા સાથે, આઇએમડીએ માછીમારોને પણ ચેતાવણી જાહેર કરી છે. આઇએમડીએ કહ્યું કે 20 જૂનના રોજ ઉત્તરી મહારાષ્ટ્ર તટ સાતેહ અને તેની બહાર હવાની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક અને 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. માછીમારોને સલાહ આપવામાં આવે છે તે ઉપરોક્ત ઉલ્લેખિત અવધિ દરમિયાન ઉત્તરી મહારાષ્ટ્ર તટ સાથે અને બહાર ન જાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news