યોગ સારી વસ્તુ પરંતુ તેને ધર્મ સાથે જોડીને ન દેખાડવામાં આવે: મુસ્લિમ ધર્મગુરૂ

જો કે યોગને કોઇ પણ વ્યક્તિ કે ધર્મ પર થોપવામાં ન આવવું જોઇએ તે શરીર માટે ખુબ જ ઉત્તમ વસ્તું છે

યોગ સારી વસ્તુ પરંતુ તેને ધર્મ સાથે જોડીને ન દેખાડવામાં આવે: મુસ્લિમ ધર્મગુરૂ

લખનઉ : સમગ્ર વિશ્વમાં 21 જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ગત્ત વર્ષે મુસ્લિમોના યોગ કરવા અંગે ઉઠેલા સવાલ મુદ્દે મુસ્લિમ રહનુમાઓનું કહેવું છે કે, યોગને ધર્મ સાથે ન જોડવું જોઇએ. આ ધર્મગુરૂઓનું માનવું છે કે જે લોકો યોગનાં મુદ્દે મુસ્લિમોની વિચાર અંગે શંકા કરે છે, તેમણે તે સમજવું જોઇએ કે વિશ્વનાં ઘણા બધા મુસ્લિમ જુથોએ 21 જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનું વલણ અપનાવતા હોય છે. 

આ કડીમાં ઓલ ઇન્ડિયામાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડનાં પ્રવક્તા મૌલાના સજ્જાદ નોમાનીએ કહ્યું કે, યોગ હિન્દુસ્તાનનાં કિંમતી સરમાયા (પૂંજી) છે, પરંતુ તેને ધર્મ સાથે જોડીને ન જોવામાં આવવા જોઇએ. ઇસ્લામ શારીરિક ફિટનેસને ખુબ જ પ્રોત્સાહિત કરે છે. આ ધર્મમાં તંદુરસ્ત રહેવા સાથે જોડાયેલી દરેક વસ્તુ પ્રોત્સાહિત કરે છે. આ આ ધર્મમાં તંદુરસ્તીની દરેક વસ્તુને સારી માનવામાં આવી છે. આ જ રીતે ધર્મનાં બાકી રહેનુમાઓએ પણ પોતાની કોમનાં લોકોને ફિટ રાખવાનાં દિગર પદ્ધતીનું સંશોધન કર્યું છે. 

યોગનો રાજનીતિક ઉપયોગ ન થવો જોઇએ.
જ્યાં સુધી યોગનો સવાલ છે તો એક કસરતનાં સ્વરૂપમાં સારી વસ્તુ છે. પરંતુ તેના માટે કોઇ એવી ક્રિયાને અનિવાર્ય ન બનાવવામાં આવવું જોઇએ, જેને બીજા ધર્મનાં લોકો સ્વીકાર ન કરી શકે. સૌથી જરૂરી વાત એવી છે કે યોગના રાજનીતિક ઉપયોગ ના હોય પરંતુ અફસોસ એ છે કે એવું કરવામાં આવી રહ્યું છે. 

મૌલાના નોમાનીએ કહ્યું કે, કોઇ પર કોઇ ખાસ શારીરિક અભ્યાસ થોપવામાં આવે તે યોગ્ય નથી. હિન્દુસ્તાન જે રીતે બહુ સાંસ્કૃતિક દેશમાં વન નેશન, વન કલ્ચરની આક્રમક હિમાયત કરનારા લોકો પોતાની એવી વિચારધારા અને કાર્યોને થોપવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ઇસ્લામના પાયાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. યોગનાં મુદ્દે કોઇ પ્રકારનો વિવાદ નથી ઉભા કરવામાં આવવા જોઇએ. દરેક ધર્મ અને વર્ગના લોકો નો યોગ દિવસને પ્રોત્સાહિત કરવા જોઇએ, પરંતુ તેનાં માટે જરૂરી છે કે તેઓ રહેમત બને જહેમત નહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news