વહુએ સાસુને સજાવીને એકદમ દુલ્હનની જેમ કરી તૈયાર, પછી જે થયું... લોકો જોતા રહી ગયાં

આમ તો કહેવાય છે કે સાસુ અને વહુનો સંબંધ તુ તુ મે મેનો હોય છે. પરંતુ નાગપુરમાં આયોજિત અબ સાસ બનેગી દુલ્હન કાર્યક્રમમાં બંને બહેનપણીઓની જેમ રેમ્પ વોક કરતા જોવા મળ્યાં.

વહુએ સાસુને સજાવીને એકદમ દુલ્હનની જેમ કરી તૈયાર, પછી જે થયું... લોકો જોતા રહી ગયાં

અમર કાણે, નાગપુર: સંતરા (નારંગી)ના શહેર નાગપુરમાં એક અનોખા પ્રકારનું રેમ્પ વોક યોજાયું. આ રેમ્પ વોકમાં સાસુ અને વહુ બંને એક સાથે રેમ્પ પર ચાલ્યાં. સાસુ વહુ આ પહેલા પણ અનેકવાર રેમ્પ પર ઉતર્યા છે. પરંતુ નાગપુરના આ પ્રોગ્રામની એક ખાસ વાત હતી. આ પ્રોગ્રામમાં સાસુ દુલ્હનના પોષાકમાં હતી અને વહુએ પોતે સાસુને તૈયાર કરી હતી. આ પ્રોગ્રામનું નામ જ 'અબ સાસ બનેગી દુલ્હન' હતું. પ્રોગ્રામમાં કુલ 31 સાસુ-વહુની જોડીએ ભાગ લીધો હતો. 

આમ તો કહેવાય છે કે સાસુ અને વહુનો સંબંધ તુ તુ મે મેનો હોય છે. પરંતુ નાગપુરમાં આયોજિત અબ સાસ બનેગી દુલ્હન કાર્યક્રમમાં બંને બહેનપણીઓની જેમ રેમ્પ વોક કરતા જોવા મળ્યાં. ખાસ વાત એ હતી કે આ કાર્યક્રમમાં સાસુને દુલ્હન બનાવવાની જવાબદારી વહુ ઉપર હતી. આવામાં હંમેશા તુ તુ મે મે જોવા મળતી હોય તેની જગ્યાએ અલગ પ્રકારનો દ્રષ્ટિકોણ જોવા મળે તે રીતે આ કાર્યક્રમનું આયોજન નાગપુરના નિર્મલ પરિવારે કર્યું હતું. 

કાર્યક્રમમાં સામેલ 31 વહુઓએ પોતાની સાસુને સૌથી સુંદર દેખાડવાની કોશિશ કરી હતી. તેમણે પોતાની સાસુને દુલ્હનની જેમ તૈયાર કરવાની હતી. વહુઓને આ માટે પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો. સૌથી મહત્વની વાત એ હતી કે દુલ્હનના પોષાકમાં સજેલી સાસુની સાથે વહુએ પણ રેમ્પવોક કરવાનું હતું. 

આ પ્રોગ્રામમાં સામેલ સાસુ વર્ષા બાગવે કહે છે કે આ એક સારો પ્રયત્ન હતો. વહુઓના હાથે સજવાની અમને તક મળી. આમ તો કહે છે કે સાસુ વહુનો સંબંધ હંમેશા તકરારનો હોય છે પરંતુ આ એક નવો સંબંધ બન્યો. મા-બેટીનો. જે રીતે માતા પુત્રીને સજાવે છે તેમ જ વહુએ મને સજાવી.

પોતાની સાસુને સવારવામાં વ્યસ્ત સ્નેહલ જાધવ કહે છે કે મારી સાસુ પહેલેથી જ સુંદર હતી. મેં તેમના જૂના ફોટા જોયા છે. આવામાં મારી ઉપર તેમને વધુ સારા અને સુંદર બનાવવાની જવાબદારી આવી. હું ઈચ્છુ છું કે આ અનોખા કાર્યક્રમમાં મારી સાસુ જે કે મારા માતા સમાન છે, તેઓ સૌથી સારા દેખાય. અમે બંનેએ સાથે રેમ્પ વોક કર્યુ.

આ કાર્યક્રમના સંયોજક પૂજા માનમોડેએ કહ્યું કે અમારા માટે પણ આ સાસુ વહુના સંબંધને જાણવાની એક તક હતી. આમ તો આ સંબંધમાં તુ તુ મે મે હોય છે, અમે આ બંનેના પ્રેમની વાતો લોકો સામે લાવવા માંગતા હતાં. એવું નથી કે દરેક ઘરમાં સાસુ વહુના ઝઘડા થતા નથી. પરંતુ અનેક સાસુઓ અને વહુઓ માતા-પુત્રીની જેમ રહે છે. અમે આ સંબંધને ઉજાગર કરવા માંગતા હતાં. આથી આ અનોખા  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news