મેં બધા પક્ષોના નેતાઓ સાથે વાત કરી, 2019નું અંતિમ સત્ર ખૂબ જ મહત્વપૂર્ણ: PM મોદી

18 નવેમ્બરના રોજ સંસદના શિયાળુ સત્ર શરૂ થતાં પહેલાં પીએમ નરેંદ્ર મોદીએ કહ્યું કે 2019ના આ અંતિમ સત્ર એકદમ મહત્વપૂર્ણ છે. આ સંબંધમાં મેં બધા પક્ષના નેતાઓ સાથે વાતચીત કરી છે. આશા છે કે ગત સત્રની માફક આ વખતે પણ એકદમ સકારાત્મક પરિણામ નિકળશે. આજથી રાજ્યસભાના 250મા સત્ર પણ શરૂ થઇ રહ્યું છે.

મેં બધા પક્ષોના નેતાઓ સાથે વાત કરી, 2019નું અંતિમ સત્ર ખૂબ જ મહત્વપૂર્ણ: PM મોદી

નવી દિલ્હી: 18 નવેમ્બરના રોજ સંસદના શિયાળુ સત્ર શરૂ થતાં પહેલાં પીએમ નરેંદ્ર મોદીએ કહ્યું કે 2019ના આ અંતિમ સત્ર એકદમ મહત્વપૂર્ણ છે. આ સંબંધમાં મેં બધા પક્ષના નેતાઓ સાથે વાતચીત કરી છે. આશા છે કે ગત સત્રની માફક આ વખતે પણ એકદમ સકારાત્મક પરિણામ નિકળશે. આજથી રાજ્યસભાના 250મા સત્ર પણ શરૂ થઇ રહ્યું છે. આ સત્ર દેશ માટે જાગૃતતા અભિયાન બની શકે છે. 

આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે 26 નવેમ્બરના રોજ સંવિધાન દિવસ છે. સંવિધાન દિવસના 70 વર્ષ પોતાનામાં સદનના માધ્યમથી દેશવાસીઓ માટે જાગૃતિ અવસર બની શકે છે. દરેકની સક્રિય અને સકારાત્મક ભૂમિકાના લીધે ગત સત્ર અભૂતપૂર્વ રહ્યું હતું. આ સિદ્ધિ સમગ્ર સદનની હોય છે. જેમ કે ગત વખતે, બધા પક્ષોના સહયોગના કારણે, બધા સાંસદોની સક્રિયાના લીધે, ગત સત્ર અભૂતપૂર્વ રહ્યું. તે પ્રકારે આ સત્ર સકારાત્મક હોવાની આશા છે. સકારાત્મક ભૂમિકા માટે બધાનું આહવાન કરીએ છે. બધા મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરવા માંગીએ છી. ઉત્તમમાંથી ઉત્તમ ચર્ચા જરૂરી છે. વાદ હોય વિવાદ હોય સંવાદ હોય, બુદ્ધિ શક્તિનો પ્રચુર માત્રામાં ઉપયોગ કરો. 

27 બિલ રજૂ કરવામાં આવશે
શિયાળુ સતર 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન કેન્દ્વ સરકાર શિયાળુ સત્રમાં બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિતકતા આપવાના ઉદ્દેશ્યથી નાગરિકતા(સંશોધન) ખરડા સહિત 27 મહત્વપૂર્ણ બિલ રજૂ કરશે. નાગરિકતા કાયદામાં ફેરફાર દ્વારા સરકાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દ્વારા ધાર્મિક ઉત્પીડન બાદ ભારત આવીને વસેલા બિન-મુસ્લિમો જેમકે હિંદુ, સિખ, બૌદ્ધ, જૈન અને પારસી સમુદાયના લોકોને કાયમી નાગરિકતા આપવા માંગે છે. મોદી સરકારના કાર્યાકાળમાં પણ નાગરિકતા વિધેયકને સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ વિપક્ષીના લીધે તેને આગળ વધારી શકાયો ન હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news