આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. શિયાળુ સત્ર 19 ડિસેમ્બર સુધી ચાલશે અને આ દરમિયાન સંસદના બંને સદનોની 15-15 બેઠક થશે.
સંસદ પરિસરમાં થયેલી ધક્કા મુક્કી મામલે દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ગુરુવારે એફઆઈઆર દાખલ કરાવી. અનુરાગ ઠાકુર, બાંસુરી સ્વરાજ અને હેમાંગ જોશી સહિત ભાજપના નેતાઓએ ઘટના બાદ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરી. જાણો આ એફઆઈઆરમાં કઈ કઈ કલમો લગાવવામાં આવી છે અને તેમાં શું છે સજાની જોગવાઈ.
ભાજપના સાંસદ પ્રતાપ સારંગીએ મંગળવારે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર મોટો આરોપ લગાવતા કહ્યું કે તેમના ધક્કાથી હું પડી ગયો અને મારા માથામાં ઈજા થઈ. આ મામલે રાહુલ ગાંધીએ પણ નિવેદન આપ્યું છે. જાણો વિગતો.
વિપક્ષી સૂત્રોએ કહ્યું કે એક્સ (અગાઉ ટ્વિટર)ના પત્રમાં ગૃહ મંત્રાલયના સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરશી મળેલી નોટિસનો હવાલો અપાયો છે. જેમાં તેમના દ્વારા શેર કરાયેલી સામગ્રીને ભારતના કાદાના કથિત રીતે ભંગ કરનાર ગણાવીને હટાવાનું કહેવાયું છે. એક્સ કે MHA એ તરફથી જો કે આ નોટિસ મોકલી હોવાનું પુષ્ટિ થઈ નથી.
બિલ રજૂ થયાના એક દિવસ પહેલા ભાજપ અને કોંગ્રેસે પોતાના તમામ સાંસદોને વ્હિપ ઈશ્યુ કર્યું હતું અને કહ્યું હતું કે મંગળવારે તમામ સાંસદો લોકસભામાં હાજર રહે. પરંતુ મોટી સંખ્યામાં સાંસદોએ આ વ્હિપને અવગણ્યું અને લોકસભામાં ગેરહાજર રહ્યા.
લોકસભામાં એક દેશ એક ચૂંટણી બિલ આજે રજૂ કરાયું. આ સાથે જ લોકસભામાં તેને સ્વીકારી પણ લેવાયું. બિલના સમર્થનમાં 269 મત પડ્યા. જ્યારે તેના વિરોધમાં 198 મત પડ્યા. હવે આ બિલને JPC એટલે કે સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવશે. મંગળવારે જ કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે લોકસભામાં આ બિલ રજૂ કર્યું. ખાસ વાત એ છે કે સંસદમાં પહેલીવાર ઈલેક્ટ્રોનિક વોટિંગ દ્વારા ડિવિઝન થયું.
Indian elections: એમાં કોઈ શંકા નથી કે એક દેશ એક ચૂંટણી ભારતીય લોકશાહી માટે એક મોટું પગલું હોઈ શકે છે, પરંતુ તેને લાગુ કરવા માટે સમય, સંસાધનો અને સર્વસંમતિની જરૂર પડશે. આ માટે રાજ્યોની પણ સંમતિ જરૂરી છે. આ સમંતિ મળી જાય તો પણ તેને સંપૂર્ણ રીતે અમલ કરવામાં ઓછામાં ઓછા 10 વર્ષ લાગશે.. જાણો કેવી રીતે?
દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે એક દેશ એક ચૂંટણી બિલને મોદી સરકારે કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દીધી. સૂત્રોના જણાવ્યાં મુજબ આ બિલ જલદી સંસદમાં રજૂ થઈ શકે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસમાં એ સ્પષ્ટ થયું છે કે કોરોના વાયરસની રસી લેવાથી ભારતમાં યુવાઓ અને વયસ્કોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યુ નથી.
વિપક્ષી ઈન્ડિયા બ્લોક જગદીપ ધનખડને પદ પરથી હટાવવા માટે અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવ્યો છે. વિપક્ષી ગઠબંધને 1.37 કલાકે રાજ્યસભાના સેક્રેટરી જનરલને આ અંગે પ્રસ્તાવ સોંપ્યો છે. જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ પર 60 સભ્યોના હસ્તાક્ષર છે.
રાજ્યસભામાં સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ (222) નીચે કથિત રીતે નોટોની થોકડી મળી આવવાના મામલે આજે ભારે હંગામો થયો. હવે આ તમામ મામલે અભિષેક મનુ સિંઘવીએ પણ જવાબ આપ્યો છે. આ ઉપરાંતસંસદમાં નોટ લઈને જવાય કે નહીં તે વિશે શું કહે છે નિયમ તે પણ જાણો.
પીએમ મોદીએ કહ્યું કે જેમને જનતા 80-90 વાર નકારી ચૂકી છે તેઓ સંસદનું કામ રોકે છે. કમનસીબે કેટલાક લોકોએ પોતાના રાજકીય સ્વાર્થ માટે સંસદને કંટ્રોલ કરવાની કોશિશ કરી છે.
Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા શિયાળાને લઈને આગામી સપ્તાહ માટે ખાસ આગાહી કરવામાં આવી છે. જાણો ક્યારથી શરૂ થશે વિધિવત શિયાળો...
Parliament News: : મોદી સરકાર દ્વારા દેશમાં લાવવામાં આવેલા નવા ફોજદારી કાયદામાં દેશના બંધારણનું પાલન ન કરનારા ગુનેગારો માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. હવે બિન-સરકારી સંસ્થાઓ આવા લોકોની સજા ઘટાડવા માટે કોઈ અરજી દાખલ કરી શકશે નહીં.
'હિટ એન્ટ રન' કરનારાઓની તો હવે ખેર નથી. કારણ કે મોદી સરકારે એક એવો કાયદો ઘડ્યો છે જેનાથી અકસ્માત સર્જીને ભાગી જનારા લોકોએ લાંબો સમય જેલમાં રહેવાનો વારો આવી શકે તેમ છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
સંસદની સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગણી કરી રહેલા વિપક્ષનો હંગામો ચાલુ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે સદનની કાર્યવાહીમાં વિધ્ન નાખવા બદલ 41 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ત્રણ રાજ્યોમાં મળેલી જીત બાદ ભાજપ ગદગદ છે. ભાજપના નેતા આ જીતનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે. આ જ કડીમાં આજે ભાજપ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીનું ભાજપના સાંસદોએ જોરદાર સ્વાગત કર્યું. જેવા પીએમ મોદી હોલમાં પહોંચ્યા કે સાંસદોએ નારા લગાવવા માંડ્યા કે મોદીજીનું સ્વાગત છે. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પીએમ મોદીનું માળા પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માન કર્યું
અલવરની જનસભામાં શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ એક નિવેદન આપ્યું હતું જેમાં કહ્યું હતું કે "દેશ માટે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી, અને રાજીવ ગાંધીએ કુરબાની આપી અને પૂછ્યું કે અમારી પાર્ટીના નેતાઓએ જીવ આપ્યા છે તમે (ભાજપ) શું કર્યું? તમારા ઘરે દેશ માટે કોઈ કૂતરો પણ મર્યો છે?...શું કોઈએ કુરબાની આપી છે? ના." આ નિવેદન પર હંગામો મચી રહ્યો છે.
વિધાનસભામાં વિપક્ષના નેતા સિદ્ધૂરમૈયા પહેલાથી જ કહી ચૂક્યા છે કે કોંગ્રેસ પાર્ટી ધર્માંતરણ વિરોધી બિલ પસાર થવા દેશે નહીં. ખ્રિસ્તી સમુદાય પણ પ્રસ્તાવિત ધર્માંતરણ વિરોધી બિલનો વિરોધ કરી રહ્યો છે.
સંસદના શિયાળુ સત્રનો આજે પાંચમો દિવસ છે અને રાજ્યસભાના 12 સાંસદોના સસ્પેન્શન મુદ્દે બંને ગૃહોમાં વિપક્ષનો ગતિરોધ ચાલુ છે. ગાંધી પ્રતિમા સામે આજે પણ સસ્પેન્ડેડ સાંસદોના ધરણા ચાલુ છે.
સંસદના શિયાળુ સત્રની શરૂઆતના કેટલાક દિવસ હંગામામાં પસાર થયા. જ્યાં એક બાજુ રાજ્યસભામાં 12 સાંસદોને સસ્પેન્ડ કરાયા ત્યાં બીજી બાજુ આ સસ્પેન્શનની અસર લોકસભાની કાર્યવાહી ઉપર પણ અડી અને ગૃહને વારંવાર સ્થગિત કરવું પડ્યું. જો કે લોકસભામાં બુધવારે અનેક રેકોર્ડ પણ બન્યા.
Parliament Winter Session 2 December Live Updates: સંસદના શિયાળુ સત્રનો આજે ચોથો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં છેલ્લા ત્રણ દિવસથી વિપક્ષ સતત હંગામો મચાવી રહ્યો છે.