ફેસબુક ફ્રેન્ડને મળવા પાકિસ્તાન પહોંચી 'પ્રેમ કી દિવાની', મિત્રએ કહ્યું લગ્નનો મારો કોઈ ઈરાદો નથી
Nasrullah Anju Love Story: અંજુ સાથે લગ્ન કરવાનો મારો કોઈ ઈરાદો નથી... પાકિસ્તાની મિત્ર નસરુલ્લાએ 'લવ સ્ટોરી'ને નકારી, સ્ટોરીમાં નવો વળાંક.
Trending Photos
Nasrullah Anju Love Story: અંજુ અને નસરુલ્લાની કથિત લવસ્ટોરીમાં નવો વળાંક આવ્યો છે. અંજુ બાદ હવે નસરુલ્લાએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેનો અંજુ સાથે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી અને તે ટૂંક સમયમાં ભારત પરત ફરશે.
પોતાના ફેસબુક ફ્રેન્ડને મળવા પાકિસ્તાન ગયેલી ભારતની અંજુના કેસમાં મોટો વળાંક આવ્યો છે. અંજુના મિત્ર અને કથિત પ્રેમી નસરુલ્લાએ હવે કહ્યું છે કે 'તેનો અંજુ સાથે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી'. તેના વિઝા 20 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે અને તે ભારત પરત ફરશે. હાલમાં તે પરિવારની મહિલાઓ સાથે છે. અંજુ અને નસરુલ્લાની 2019માં ફેસબુક પર મિત્રતા થઈ હતી. આ કેસની તુલના સીમા હૈદરના કેસ સાથે કરવામાં આવી રહી છે જે તેના પ્રેમી સચિન મીનાને મળવા ગેરકાયદેસર રીતે ભારત આવી હતી. જોકે અંજુ માન્ય વિઝા લઈને પાકિસ્તાન ગઈ છે.
નસરુલ્લાએ કુલશો ગામથી એક સમાચાર એજન્સી સાથે ફોન પર વાત કરતા કહ્યું કે અંજુ પાકિસ્તાનની મુલાકાતે આવી છે. અમારી પાસે લગ્નનો કોઈ પ્લાન નથી. તેણે જણાવ્યું કે તેના વિઝાની મુદત પૂરી થયા બાદ તે 20 ઓગસ્ટે ભારત પરત ફરશે. હાલ તે ઘરની મહિલાઓ સાથે અલગ રૂમમાં રહે છે. મૂળ ઉત્તર પ્રદેશની અંજુના લગ્ન રાજસ્થાનમાં થયા હતા. તે તેના ફેસબુક ફ્રેન્ડને મળવા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંત પહોંચી છે.
અંજુએ શું કહ્યું?
અગાઉ ભારતીય મીડિયા સાથે વાત કરતાં અંજુએ કહ્યું હતું કે તે પાકિસ્તાન આવી છે. હાલમાં તે પેશાવરથી આગળ ઉપરી દીર જિલ્લામાં છે. તેણે કહ્યું કે તે બિલકુલ સુરક્ષિત છે અને થોડા દિવસોમાં ભારત પરત આવી જશે. તે માત્ર એક લગ્નમાં હાજરી આપવા પાકિસ્તાન આવી છે. અંજુએ કહ્યું કે મારો અહીં લગ્ન કરવાનો કોઈ પ્લાન નથી. મારો કેસ સીમા હૈદરના કેસ કરતા અલગ છે અને મીડિયા તેને વધારીને દેખાડી રહ્યું છે. એક વીડિયોમાં અંજુએ અપીલ કરી છે કે તેના પરિવારને હેરાન કરવામાં ન આવે.
નસરુલ્લાએ નિવેદનથી પીછેહઠ કરી-
આ પહેલા નસરુલ્લાએ કહ્યું હતું કે તે આગામી થોડા દિવસોમાં અંજુ સાથે સગાઈ કરશે અને ત્યારબાદ તે ભારત પરત જશે. જ્યારે તેઓ આગામી સમયમાં પાકિસ્તાન આવશે ત્યારે બંનેના લગ્નનો પ્લાન છે. નસરુલ્લાએ કહ્યું કે અંજુ તેનો ધર્મ બદલશે કે નહીં, તે સંપૂર્ણપણે તેનો અંગત નિર્ણય છે. તે તેના નિર્ણયનું સન્માન કરે છે. બીબીસી ઉર્દૂના અહેવાલમાં તેમનું નિવેદન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે નસરુલ્લા તેનાથી વિપરીત નિવેદન આપતા જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે