રામનવમી પ્રસંગે CM યોગીએ કન્યાપૂજન કરી કર્યો યજ્ઞ

યોગીએ કન્યા પૂજન કર્યા બાદ આવેલ કન્યાઓને ભોજન પણ કરાવ્યું હતું, ટ્વીટ કરી શુભકામનાઓ પાઠવી

રામનવમી પ્રસંગે CM યોગીએ કન્યાપૂજન કરી કર્યો યજ્ઞ

લખનઉ : રામનવમીનાં મહાપર્વ નિમિત્તે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કન્યા પૂજન કર્યું અને કન્યાઓનાં પગ ધોયા હતા. મુખ્યમંત્રી યોગીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. સીએમ યોગીએ પુજન અને આરતી વિધિ - વિધાન દ્વારા સંપન્ન કરી હતી. ત્યાર બાદ કન્યાઓનાં ભોજન, પ્રસાદ અને દાન દક્ષિણા આપીને વિદાઇ આપી હતી. યોગીએ ગોરખનાથ મંદિર, ગોરખપુરનાં દુર્ગા મંદિર, રામ મંદિરમાં પુજા અર્ચના કરી હતી. 

યોગીએ આ ઉપરાંત યજ્ઞશાળામાં હવન પણ કર્યો હતો. મુખ્યમંત્રીએ કન્યા પુજન પહેલા બ્રહ્મ મુહર્તમાં શ્રીદુર્ગા સ્પ્તશતીનો પાઠ કર્યો હતો. મુખ્યમંત્રી યોગીએ ટ્વીટ કરીને સમસ્ત દેશવાસીઓને રામનવમીની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, ભગવાન શ્રીરામે આપણને ધર્મનું અનુસરણ કરતા કરતા જીવન જીવવા માટેની પ્રેરણા આપી છે. મર્યાદા પુરૂષોત્તમ સ્વરૂપે તેમનું જીવન આપણને સૌકોઇને મર્યાદાઓનું પાલન અને કર્તવ્ય પરાયણતા શિખવે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે તેમણે ઉત્તરપ્રદેશનાં બલરામપુર જનપદનાં તુલસીપુરમાં આવેલ 51 શક્તિપીઠો પૈકીની એક શ્રીમાં પાટેશ્વરી શક્તિપીઠમાં દુર્ગામાંની વિવિધવત્ત પુજા અર્ચના કરી હતી. બીજી તરફ મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાનાં ઘરે કન્યા પુજન કર્યું હતું. તેમણે કન્યાઓને પોતાનાં હાથે ભોજન કરાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news