ઈંગ્લેન્ડની મહિલા ટીમે 199 રન બનાવી રચી દીધો ઈતિહાસ

ડેનિયલી વાયટની આકર્ષક સદીની મદદથી ઈંગ્લેન્ડે આ મેચ 6 વિકેટે જીતી લીધી. 

ઈંગ્લેન્ડની મહિલા ટીમે 199 રન બનાવી રચી દીધો ઈતિહાસ

મુંબઈઃ ઓપનિંગ બેટ્સમેન ડેનિયલી વાયટની આક્રમક સદીની મદદથી ઈંગ્લેન્ડ મહિલા ટીમે રવિવારે અહીં ટી20 ત્રિકોણીય શ્રેણીની બીજી મેચમાં રેકોર્ડ ટાર્ગેટનો પીછો કરતા ભારતને સાત વિકેટે પરાજય આપ્યો. આ સાથે ઈંગ્લેન્ડની મહિલા ટીમે મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. ટીમ ઈન્ડિયાએ 198 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને જીતવા માટે 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના (40 બોલમાં 76 રન) અને મિતાલી રાજ (43 બોલમાં 53 રન)ની મદદથી ભારતે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 198 રનનો વિશાળ સ્કોર કર્યો હતો. 

પરંતુ ડેનિયલીની 64 બોલમાં 15 ચોગ્ગા અને 5 ગગનચુંબી સિક્સની 124 રનની શાનદાર ઈનિંગને કારણે મહેમાન ટીમે આઠ બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસિલ કરી દીધો હતો. આ પહેલા મહિલા ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી મોટા ટાર્ગેટને ચેઝ કરવાનો રેકોર્ડ પણ ઈંગ્લેન્ડના નામે હતો. તેણે 2017માં કેનબરામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આમ કર્યું હતું. 

ડેનિયલીએ પહેલી ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકારીને પોતાનો ઈરાદો વ્યક્ત કરી દીધો હતો. તેણે બ્રાયોની સ્મિથ સાથે પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી. ઝુલન ગોસ્વામીએ બ્રાયોનીને આઉટ કરી, તેથી ટીમનો પાવરપ્લેમાં સ્કોર 1 વિકેટે 67 રન હતો. 

આ ઓપનિંગ બેટ્સમેને 24 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી અને સદી ફટકારવા માટે 52 બોલનો સામનો કર્યો હતો. ટી20 આંતરરાષ્ટ્રીયમાં આ તેની બીજી સદી છે. તેણે તમસિન બ્યૂમોંટ (35 રન) સાથે બીજી વિરેટ માટે 96 રન જોડ્યા હતા. 

મહિલા ક્રિકેટમાં અત્યાર સુધી 3 સૌથી મોટા ટાર્ગેટ ચેઝ કરનારા રેકોર્ડ
1. 199નો ટાર્ગેટઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારત -2018, સ્કોર 199/3
2. 179 ટાર્ગેટઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 2017, સ્કોર 181/6
3. 165 રનનો ટાર્ગેટઃ ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા - 2018, સ્કોર 168/3

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news