NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો, સિકંદર યાદવેન્દુના મોબાઈલમાં હતું પેપર


NEET પેપર લીકને લઈને ઝી ન્યૂઝની તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. નીટ પેપર લીક સાથે જોડાયેલા સૌથી મોટો દસ્તાવેજ હવે  ZEE NEWS પાસે હાજર છે. હકીકતમાં ઈકોનોમિક ઓફેન્સ યુનિટ જે આ મામલાની તપાસ કરી રહી છે, તેનો તે દસ્તાવેજ ડાયરી કહેવામાં આવે છે, તે અમારી ટીમ પાસે હાજર છે.
 

NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો, સિકંદર યાદવેન્દુના મોબાઈલમાં હતું પેપર

નવી દિલ્હીઃ NEET પેપર લીકમાં ZEE ન્યૂઝે પોતાની તપાસમાં કર્યો સૌથી મોટો ખુલાસો કર્યો છે.  NEET પેપર લીક સાથે જોડાયેલ સૌથી મહત્વનો પૂરાવો ઝી ન્યૂઝની પાસે છે.  ઈકોનોમિક ઓફેન્સ યુનિટ જે આ મામલાની તપાસ કરી રહી છે તેનો તે દસ્તાવેજ જેને ડાયરી કહેવામાં આવે છે.. અમારી ટીમ પાસે તે મહત્વનો પૂરાવો છે.  બિહારના ઈકોનોમિક ઓફેન્સ યુનિટે જે ડાયરી તૈયાર કરી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે નીટ પરીક્ષાનું પેપર લીક થયું છે. 

આ ખુલાસો કર્યો છે ઝી ન્યૂઝે. નીટ પેપર લીક સાથે જોડાયેલ સૌથી મોટો દસ્તાવેજ ઝી ન્યૂઝ પાસે છે. બિહારના ઈકોનોમિક ઓફેન્સ યુનિટે જે પોલીસ ડાયરી તૈયાર કરી છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે નીટની પરીક્ષાનું પેપર લીક થયું છે. પોલીસના રિમાન્ડમાં રહેલાં 12 આરોપીઓની પૂછપરછમાં નીટનું પેપર લીક થયું હોવાનો પુરાવા મળ્યા છે. કેસ ડાયરીમાં સ્પષ્ટ લખ્યું છે કે પેપર લીક કેવી રીતે કરવામાં આવ્યું છે. રિમાન્ડ પર લેવામાં આરોપીઓએ કબૂલ કર્યુ કે પેપર લીક થયું છે. 

નીટનું પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. જેના કારણે હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને પરીક્ષા રદ કરવાની માગણી કરી રહ્યા છે. ત્યારે આ અંગે ગુજરાતમાં વિદ્યાર્થીઓનું શું કહેવું છે તે જાણવાનો પ્રયાસ અમારા સંવાદદાતાએ કર્યો.... 

NEETની પરીક્ષામાં ગોટાળા મામલે દેશ સહિત સમગ્ર જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. જેમાં NSUIની સાથે સાથે હવે કોંગ્રેસ પણ જોડાઈ ગયું છે. ગુજરાતમાં યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ વિરોધ કરીને SCના સીટિંગ જજના વડપણવાળી સમિતિ પાસે ફોરેન્સિક તપાસની માગણી કરી છે. નીટ પેપરલીક કેસમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સ્પષ્ટતા પણ સામે આવી ગઈ છે. તેમણે કહ્યું કે પેપર લીક એ સંસ્થાકીય નિષ્ફળતા છે અને જે પણ કંઈ ગરબડ સામે આવી છે તેની જવાબદારી લઉં છું.

હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. નીટની પરીક્ષા રદ કરવી કે નહીં તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે જે પ્રમાણે દેશમાં વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે. તેને જોતાં સરકાર આ મામલે કંઈક નક્કર પગલાં તે જરૂરી છે.

NEET પેપર લીકમાં ખુલાસો
ZEE News પર જુઓ મોટો ખુલાસો
બધા પુરાવા બતાવ્યા, પરીક્ષા રદ થશે?
પેપર લીક કેસની ડાયરી સામે આવી
ZEE News પર જુઓ ગોટાળાની ડાયરી
ક્યાં સુધી દેશમાં પેપર લીકની ઘટના બનશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news