'હાલ નેપાળ આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે, દેશનો ખજાનો લગભગ ખાલી'

નેપાળ હાલ ભારે આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યું છે, દેશના નવા નાણામંત્રી ડો.યુબરાજ ખાટીવાડાએ આ ખુલાસો કર્યો છે. શુક્રવારે નેપાળી સંસદમાં શ્વેત પત્ર જાહેર કરતાં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે દેશના સરકારી ખજાનાનો ભંડાર લગભગ ખાલી છે. 

'હાલ નેપાળ આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે, દેશનો ખજાનો લગભગ ખાલી'

કાઠમાંડૂ: નેપાળ હાલ ભારે આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યું છે, દેશના નવા નાણામંત્રી ડો.યુબરાજ ખાટીવાડાએ આ ખુલાસો કર્યો છે. શુક્રવારે નેપાળી સંસદમાં શ્વેત પત્ર જાહેર કરતાં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે દેશના સરકારી ખજાનાનો ભંડાર લગભગ ખાલી છે. 

દેશનો ખજાનો લગભગ ખાલી છે- ડૉ. યુબરાજ
તેમણે કહ્યું કે ખર્ચ કરવાના સમયે અનુશાસનહીનતાના લીધે દેશનો ખજાનો લગભગ ખાલી છે. નિયમો વિરૂદ્ધ લાગૂ કરવામાં આવેલો ટેક્સ ઓછો કરવામાં આવ્યો છે. પુરતી યોજનાઓ અને રણનીતિઓ વિના સંશોધનોના ઉપય્ગને એગ્રીમેંટ હેઠળ આપવામાં આવ્યા છે. 

સેંટ્રલ બેંક ઓફ નેપાળના પૂર્વ ગર્વનર પણ રહે છે ખાટીવાડા
ડો. યુબરાજ ખાટીવાડા, જોકે સેંટ્રલ બેંક ઓફ નેપાળના પૂર્વ ગર્વનર પણ રહ્યાં છે. એ પણ દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં રોકાણનો માહોલ પણ આકર્ષણ અને અનુકૂળ ન હતું. તેમણે કહ્યું કે આંતરાષ્ટ્રીય ક્ષેટ્રની તુલનામાં નેપાળમાં રોકાણનો માહોલ ખૂબ અનુકૂળ નથી.  

નેપાળી સરકાર મુશ્કેલીમાં
નેપાળ ત્રણ મહિના બાદ પોતાના નાણાંકીય બજેટને લાવવા માટે તૈયાર છે, કારણ કે આર્થિક સંકટે નેપાળ (યૂનિફાઇડ માર્ક્સવાદી-લેનિનવાદી) (સીપીએન-યૂએમએલ) સરકારને મુશ્કેલીમાં મુકી દીધું છે. 

2015ના ભૂકંપે હિમાલયી દેશની અર્થવ્યવસ્થાને પણ પ્રભાવિત કરી
નેપાળમાં સંઘીય સિસ્ટમના અનુકૂલન સાથે આગામી વર્ષો માટે ખર્ચ અને બજેટનો આકાર વધારવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ અપર્યાપ્ત ભંડોળે અર્થવ્યવસ્થાને ચલાવવા માટે એક મોટી સમસ્યા ઉભી કરી છે. ઉલ્લેખનીય છે કે 2015ના ભૂકંપે હિમાલયી દેશની અર્થવ્યવસ્થાને પણ વ્યાપક રીતે પ્રભાવિત કરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news