હવે સડકો પર ઈલેક્ટ્રિક વાહનો ધૂમ મચાવશે, સરકારે કરી ગ્રાહકોના ફાયદાની જાહેરાત

આંતર મંત્રાલય સમિતિએ 'ફેમ ઈન્ડિયા યોજના'ના બીજા તબક્કાની રૂપરેખાને મંજૂરી આપી દીધી છે 

હવે સડકો પર ઈલેક્ટ્રિક વાહનો ધૂમ મચાવશે, સરકારે કરી ગ્રાહકોના ફાયદાની જાહેરાત

નવી દિલ્હીઃ એક આંતર મંત્રાલય સમિતિએ 'ફેમ ઈન્ડિયા યોજના'ના બીજા તબક્કાની રૂપરેખાને મંજૂરી આપી દીધી છે. 5 વર્ષમાં આ યોજના પર રૂ.5,500 કરોડનો ખર્ચ થશે. આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે, યોજના અંતર્ગત તમામ ઈલેક્ટ્રિક વાહનો પર સબસિડી મળશે. સૂત્રોએ જણાવ્યું કે, સમિતિએ તમામ શ્રેણીનાં ઈલેક્ટ્રિક વાહનો જેમ કે, ટૂવ્હિલર, થ્રી વ્હિલર અને ફોર વ્હિલર પર સબસિડી આપવાની જાહેરાત કરી છે. ગ્રીન વ્હિકલ્સને પ્રોત્સાહન અને પ્રદૂષણ નિયંત્રણ માટે આ પગલું લેવાયું છે. 

પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ચલાવાશે ઈલેક્ટ્રિક ટેક્સી અને બસ
એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, 'ટુ વ્હિલર, થ્રી વ્હિલર અને ફોર વ્હિલર વાહનો, જેમાં જાહેર પરિવહન માટે ઉપયોમગાં લેવાતી ટેક્સીઓ અને બસોનો સમાવેશ થાય છે, તેની ખરીદીને પ્રોત્સાહન અપાશે. બેઠકમાં નાણા, સડક પરિવહન અને ધોરીમાર્ગ, ભારે ઉદ્યોગ મંત્રાલયનાં ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. સૂત્રોએ જણાવ્યું કે, બેઠકમાં નીતિ આયોગના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.' 

29 હજાર રૂપિયા સુધી મળશે ટુ વ્હિલર પર પ્રોત્સાહન
અત્યારે હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક કાર, ટુ વ્હિલર અને થ્રી વ્હિલર પર "ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ઈન ઈન્ડિયા"  (ફેમ ઈન્ડિયા-એક) નામની યોજના અંતર્ગત પ્રોત્સાહન આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ટેક્નોલોજીના આધારે બેટરીથી સંચાલિત સ્કૂટરો અને મોટરસાઈકલો પર રૂ.1,800થી રૂ.29,000 સુધીનું પ્રોત્સાહન આપવામાં આવે છે. થ્રી વ્હિલર પર રૂ.3,300થી રૂ.61,000 સુધીનું પ્રોત્સાહન આપવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news