PNBને ચૂનો લગાવનાર નીરવ મોદીએ વિદેશમાં પોતાની ઠગ વિદ્યા શરૂ કરી

આ વ્યક્તિએ નીરવ મોદીને પોતાની ગર્લફ્રેંડને પ્રપોઝ કરવા માટે ડોઢ કરોડ રૂપિયામાં બે અંગુઠીઓ ખરીદી

PNBને ચૂનો લગાવનાર નીરવ મોદીએ વિદેશમાં પોતાની ઠગ વિદ્યા શરૂ કરી

હોંગકોંગ : પંજાબ નેશનલ બેંકને 11300 કરોડનો ચૂનો લગાવીને ભાગી ચુકેલા હીરા વેપારી નીરવ મોદીનો વધારે એક ગોટાળો સામે આવ્યો છે. હવે એકવા વ્યક્તિની વાત સામે આવી છે, જેણે નીરવ મોદી સાથે પોતાની ગર્લફ્રેંડને પ્રપોઝ કરવા માટે આશરે ડોઢ કરોડ રૂપિયામાં અપાયેલી હીરાની અંગુઠી ખરીદી. જો કે નીર મોદીએ તેને પણ નકલી હીરા આપીને તેની પાસેથી પૈસા ઠગી લીધા. જ્યારે તેને આ અંગે માહિતી મળી તો તેના પગ તળેથી જમીન ખસી ગઇ. એટલું જ નહી તે વ્યક્તિ પોતાની પત્ની સાથેના સંબંધો પણ તુટી ગયા. જો કે જ્યારે તેણે નીરવ મોદીનું સત્ય જાણ્યું ત્યારે ઘણુ મોડુ થઇ ચુક્યું હતું. 

કેનેડાના રહેવાસી 36 વર્ષીય પોલ અલ્ફાંસો એક પેમેન્ટ પ્રોસેસિંગ કંપનીમાં ચીફ એક્ઝીક્યુટિવ અધિકારી છે. તેમનો મોટા ભાગનો સમય  કેનેડાનાં વેંકુવર અને અમેરિકાનાં કેલિફોર્નિયા વચ્ચે પસાર થાય છે. આ વર્ષે જુન મહિનામાં અલ્ફાંસો પોતાની ગર્લફ્રેંડે તેમના પ્રપોઝ કરવા માંગતા હતા. તેના માટે તેમણે નીરવ મોદીની પાસે 2 લાખ ડોલર (આશરે ડોઢ કરોડ રૂપિયા)ની બે અંગુઠી ખરીદી. અલ્ફાંસોની ગર્લફ્રેંડે તેનું પ્રપોઝ સ્વીકાર કરી લીધો. તેમને લાગ્યું કે તેમનાં જીવનમાં તમામ ખુશીઓ આવી ચુકી છે. જો કે ત્યારે તેમને ખબર નહોતી કે તેમની આ ખુશી હવે થોડા સમય માટે જ છે. જેમ કે તેમને ખબર પડી કે આ રિંગ્સ નકલી હીરાની બનેલી છે, તેમની તમામ ખુશી કાફુર થઇ ગઇ.  એટલું જ નહી તેમની ગર્લફ્રેંડ સાથેનો સંબંધ પણ તુટી ગયો. હવે તમને જણાવીએ કે અલ્ફાંસો અને નીરવ કઇ રીતે એક બીજાના સંપર્કમાં આવ્યા. 


(અલ્ફાંસોને પધરાવેલી નકલી હીરાની રિંગ)

અલ્ફાંસોએ જણાવ્યું કે, અમેરિકાનાં બેવરલી હિલ્સમાં એક કાર્યક્રમમાં 2012માં પહેલીવાર તેની અને નીરવ મોદીની મુલાકાત થઇ. તેનાં થોડા દિવસો બાદ બંન્ને ફરીથી એક કાર્યક્રમમાં મળ્યા. ત્યાર બાદ સંબંધો આગળ વધ્યા. તે સમયે નીરવ મોદીએ મને જણાવ્યું કે, તેઓ વિસ્વનાં અલગ અલગ દેશોમાં નીરવ મોદીનાં નામથી બુટિક ખોલવા માંગતા હતા. તે સમયે તેણે મને જણાવ્યું કે, તે આ પ્લાન પર કઇ રીતે કામ કરી રહ્યા છે. અલ્ફાંસોએ કહ્યું કે, નીરવ મોદી મારાથી 10 વર્ષ મોટો હતો. એટલા માટે તે મને એક મોટા ભાઇ જેવી વ્યક્તિ લાગ્યો. 

નીરવ મોદીએ 1.20 લાખ ડોલરમાં વેચી એક રિંગ
આ ઇમેઇલ અંગે નીરવ મોદીએ તે જ દિવસે જવાબ આપી દીધો. તેમાં લકવામાં આવ્યું કે, હું તારા સપનાને સત્ય કરી પોતાને ગૌરવાન્વિત અનુભવ કરીશ. પોલ મારી પાસે તારા માટે એક સારી રિંગ છે. ત્યાર બાદ નીરવ મોદીએ અલ્ફાંસોને 3.2 કેરેટ રાઉન્ડનું એક શાનદાર ડાયમંડ કહ્યો. તેણે કહ્યું કે, તેની કિંમત 1.20 લાખ ડોલર હશે, પરંતુ આ હીરો તને બિલ્કુલ નિરાશ નહી કરે. પોલ અલ્ફાંસો તેના માટે તૈયાર થઇ ગયો. તેણે કહ્યું કે, તે રિંગ ઝડપથી તેને મોકલે. નીરવ મોદીએ તેનાં બે અઠવાડીયા માટેનો સમય માંગ્યો. ત્યાર બાદ 1.20 લાખ ડોલરમાં તૈયાર કરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news