Nirmala Sitharaman એ ઓબામાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું- તમારી સરકારમાં 6 મુસ્લિમ દેશો પર 26000 બોમ્બ પડ્યા

Nirmala Sitharaman's Statement: ભારતમાં મુસલમાનોની સાથે વ્યવહારને લઈને ઉઠી રહેલા સવાલો પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જવાબ આપ્યો છે. તેમણે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે તેમના શાસનકાળમાં અમેરિકાએ 6 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પર બોમ્બારી કરી હતી.

Nirmala Sitharaman એ ઓબામાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું- તમારી સરકારમાં 6 મુસ્લિમ દેશો પર 26000 બોમ્બ પડ્યા

Nirmala Sitharaman's Statement: ભારતમાં મુસલમાનોની સાથે વ્યવહારને લઈને ઉઠી રહેલા સવાલો પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જવાબ આપ્યો છે. તેમણે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે તેમના શાસનકાળમાં અમેરિકાએ 6 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પર બોમ્બારી કરી હતી. સીતારમણે એમ પણ કહ્યું કે ઈજિપ્ત મુસ્લિમ વસ્તી પ્રમાણે 6 નંબર પર છે ને પીએમ મોદીને ઈજિપ્તનો સર્વોચ્ચ પુરસ્કાર મળવો એ અમારા દેશ માટે ગર્વની વાત છે. પીએમ મોદીને અત્યાર સુધીમાં 13 આવા સન્માન મળી ચૂક્યા છે. જેમાંથી 6 સન્માન એવા દેશોથી મળ્યા છે જ્યાં મુસ્લિમો બહુસંખ્યક છે. 

નિર્મલા સીતારમણે આપ્યો જડબાતોડ જવાબ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પીએમ મોદીએ પણ અમેરિકામાં પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેમની સરકાર બધાનો સાથ બધાનો વિકાસ સિદ્ધાંત પર ચાલે છે. સમુદાય ભલે ગમે તે હોય પરંતુ કોઈની પણ સાથે ભેદભાવ કરતી નથી. પણ તથ્ય તો એ છે કે જ્યારે લોકો વારંવાર આ ચર્ચામાં સામેલ થાય છે અને મુદ્દાઓને ઉઠાે છે જે એક પ્રકારે બિનજરૂરી છે, કારણ કે જો પ્રદેશમાં કોઈ મુદ્દા હોય જેને ઉઠાવવાની જરૂર હોય તો તેને રાજ્ય સ્તર પર તેમણે ઉઠાવવા જોઈએ. કાયદો વ્યવસ્થા સ્ટેટ સબ્જેક્ટ છે. લોકો તેનું ધ્યાન રાખે. 

ભારતમાં કોઈ ભેદભાવ નહી
સીતારમણે વધુમાં કહ્યું કે હાથમાં કોઈ બુનિયાદી ડેટા વગર માત્ર આરોપ લગાવવા અમને દર્શાવે છે કે આ પ્રોપગેન્ડા છે જે જાણી જોઈને અમારા પીએમ વિરુદ્ધ ચલાવવામાં આવી રહ્યો છે. નહીં તો દેશ પ્રધાનમંત્રી મોદીને આટલું સન્માન કેમ આપે અને સમજમાં વિકૃતિ કેમ હોય. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને તેમના અલ્પસંખ્યક વસ્તી, પછી ભલે તે ગમે તે ધર્મ સાથે જોડાયેલા હોય, મુખ્ય પ્રવાહનો ભાગ છે. 

ઓબામાને જવાબ
તેમણે ઓબામા પર નિશાન સાધતા કહ્યું કે અમે અમેરિકા સાથે સારા સંબંધ ઈચ્છીએ છીએ પરંતુ ત્યાં પણ અમને ધાર્મિક સ્વતંત્રતા અંગે ટિપ્પણીઓ મળે છે. એક પૂર્વ રાષ્ટ્રતિ જેમના શાસનમાં 6 મુસ્લિમ બહુમતીવાળા દેશો પર 26,000થી વધુ બોમ્બ પડ્યા હતા, લોકો તેમના આરોપ પર કેવી રીત ભરોસો કરશે? સીરિયાથી, યમન, ઈરાક, ઈરાન જેવા 7 દેશોમાં યુદ્ધની સ્થિતિ હતી. 

(ઈનપુટ-આઈએએનએસ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news