ચૂંટણીમાં જીતના 25 દિવસ પછી નુસરત જહાંએ કર્યા હતા લગ્ન, જાણો કેટલા કરોડની છે માલિક

બંગાળી મુસ્લિમ પરિવારમાંથી આવતી નુસરત જહાંએ વર્ષ 2011માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો અને ટોલિવુડ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

ચૂંટણીમાં જીતના 25 દિવસ પછી નુસરત જહાંએ કર્યા હતા લગ્ન, જાણો કેટલા કરોડની છે માલિક

કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસ એટલે TMCની સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં પોતાના લગ્નજીવનને લઈને કરવામાં આવેલા દાવાના કારણે ચર્ચામાં છે. જોકે અભિનેત્રીએ દાવો કર્યો છે કે બિઝનેસમેન નિખિલ જૈનની સાથે તેના લગ્ન કાયદેસરના ન હતા. અભિનેત્રીના આ દાવા પછી તેની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. અને તેના પર આરોપ પણ લાગી રહ્યા છે. સોશિયલ મીડિયા પર નુસરત જહાંની વ્યાપક પ્રમાણમાં ચર્ચા ચાલી રહી છે. જોકે અભિનેત્રી પોતાના પછી ધાર્મિક કારણોને લઈને સમાચારમાં ચમકતી હતી અને પોતાની લાઈફસ્ટાઈલના કારણે પણ સોશિયલ મીડિયામાં અવારનવાર જોવા મળતી હતી.

No description available.

કોણ છે નુસરત જહાં:
બંગાળી મુસ્લિમ પરિવારમાં જન્મેલી નુસરત જહાંએ વર્ષ 2011માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો અને ટોલિવુડની ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના પછી તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું અને બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બની ગઈ. તેના પછી અભિનેત્રીએ વર્ષ 2019માં ટીએમસીના નિશાન પર લોકસભાની ચૂંટણી લડી અને બંગાળની બસીરહાટ બેઠક પરથી જંગી જીત મેળવી સાંસદ બની ગઈ.

No description available.

ક્યારે કર્યા હતા લગ્ન:
લોકસભાની સત્તાવાર વેબસાઈટ પ્રમાણે નુસરતે 19 જૂન 2019ના રોજ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. તેણે 23 મે 2019માં જ લોકસભાની ચૂંટણી જીતી હતી અને 19 જૂનના રોજ લગ્ન કર્યા હતા.

No description available.

કેટલી પ્રોપર્ટીની માલિક છે:
ચૂંટણી સમયે અભિનેત્રી તરફથી આપવામાં આવેલ એફિડેવિટ પ્રમાણે 2017-18માં 25 લાખ 67 હજાર 125 રૂપિયાની કમાણી હતી. 2016-17માં 39 લાખ 25 હજાર 546 રૂપિયાની આવક થઈ હતી.. તે સિવાય તેની પાસે 5 લાખ રૂપિયા કેશ છે. તેના બેંક એકાઉન્ટ્સમાં લગભગ 29 લાખ રૂપિયા છે. આ સિવાય અભિનેત્રી પાસે અનેક ગાડીઓ પણ છે. જેમાં બીએમડબલ્યુ 5 સિરીઝ, ફોર્ડ એન્ડેવરનો સમાવેશ થાય છે. આ સિવાય અભિનેત્રી પાસે 12 લાખ રૂપિયાની જ્વેલરી છે. જો કુલ સંપત્તિની વાત કરીએ તો અભિનેત્રી પાસે લગભગ 90 લાખ રૂપિયાની સંપત્તિ છે. આ સિવાય 2 કરોડની કિંમતનો ફ્લેટ છે. અને તેણે 1 કરોડ 68 લાખ રૂપિયાની લોન ચૂકવવાની બાકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news