માત્ર 24 વર્ષના પોલીસકર્મીને જિમમાં આવ્યો હાર્ટ એટેક, ડરાવી રહી છે આ બે ઘટનાઓ

હૈદરાબામાં એક જિમમાં વર્કઆઉટ દરમિયાન 24 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ વિશાલનું કથિત રીતે હાર્ટ એટેકથી મોત થઈ ગયું. કોન્સ્ટેબલ બોવેનપલ્લીનો રહેવાનો હતો અને આસિફ નગર પોલીસ સ્ટેશનમાં તૈનાત હતો. 
 

માત્ર 24 વર્ષના પોલીસકર્મીને જિમમાં આવ્યો હાર્ટ એટેક, ડરાવી રહી છે આ બે ઘટનાઓ

હૈદરાબાદઃ હૈદરાબાદમાં હાર્ટ એટેકની બે હચમચાવી દેતી ઘટનાઓ સામે આવી છે. બંને ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પ્રથમ ઘટના એક 24 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલની છે, જેનું જિમમાં કસરત કરવા સમયે નિધન થઈ ગયું. ગુરૂવારે હૈદરાબાદના એક જિમમાં વર્કઆઉટ દરમિયાન 24 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ વિશાલનું કથિત રીતે હાર્ટ એટેકને કારણે મોત થઈ ગયું. કોન્સ્ટેબલ બોવેનપલ્લીમાં રહેતો હતો અને આસિફ નગર પોલીસ સ્ટેશનમાં તૈનાત હતો. 

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયામાં કોન્સ્ટેબલ વિશાલ પુશ-અપ્સ કરી રહ્યો છે. પોતાનો સેટ પૂરો કર્યાં બાદ તે બીજીતરફ જતો રહે છે. વીડિયોમાં આગળની તરફ  ઝુકીને ઉધરસ ખાતો જોવા મળે છે. આ દરમિયાન વિશાલ પાસેના એક જિમ મશીનનો સહારો લે છે, પરંતુ તેને વધુ ખાંસી આવે છે. ત્યારબાદ તે જમીન પર પડી જાય છે અને ત્યાં તેનું  મોત થઈ જાય છે. અન્ય લોકો જમીન પર પડેલા વિશાલની મદદ માટે દોડી આવે છે. તેમાંથી એક જિમ ટ્રેનરને બોલાવે છે અન તેની મદદ કરવાનો પ્રયાસ કરે છે. આ ઘટના જિમમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ. તેના જિમના સાથી વિશાલને નજીકની હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો. 

Asifnagar constable died at gym due to heart attack 2020 batch vishal pic.twitter.com/LcR3wGeNeI

— Hassan_Siddiqei™✍ (@HassanSiddiqei) February 24, 2023

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો
હૈદરાબાદથી બીજો પણ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં હલ્દી સેરેમની દરમિયાન અચાનક એક વ્યક્તિનું મોત થઈ જાય છે. હલ્દી સમારોહ દરમિયાન વ્યક્તિના અચાનક મોતથી ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો. ઘટના 20 ફેબ્રુઆરીની છે, જ્યાં શહેરના કાલા પથ્થર વિસ્તારમાં હલ્દી સેરેમની દરમિયાન બની હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મૃતકની ઓળખ 40 વર્ષીય મોહમ્મદ રબ્બાનીના રૂપમાં થઈ છે, જે એક આભૂષણની દુકાનમાં કામ કરતો હતો. હલ્દી સેરેમની દરમિયાન વીડિયોમાં રબ્બાની વરરાજાના પગ પર હલ્દી લગાવે છે અને હસી રહ્યો છે. તે મહેમાનો સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. કાર્યક્રમ સ્થળ પર હાજર અન્ય મહેમાનોને પણ હંસી મજાક કરતા સાંભળી શકાય છે. 

ત્યાં હાજર દરેક લોકો ખુશ જોવા મળી રહ્યાં છે. પરંતુ જ્યારે તે હલ્દી લગાવવા માટે આગળ ઝુકે છે તો નીચે પડી જાય છે. માનવામાં આવી રહ્યું છે કે તેને કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો. વરરાજો અને અન્ય મહેમાન તત્કાલ તેને જમીનમાંથી ઉઠાવવા આગળ વધે છે. રબ્બાનીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં એક દિવસ બાદ તેનું નિધન થઈ ગયું. રબ્બાનીના મૃત્યુ બાદ લગ્ન સમારોહને સ્થગિત કરી દેવામાં આવ્યો. 

હાલના મહિનામાં અચાનક હાર્ટ એટેકથી મોતના ઘણા કેસ રિપોર્ટ થયા છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન અનુસાર, ભારતમાં થનારા મોતમાં પાંચમો ભાગ હાર્ટ એટેક (કાર્ડિયાક અરેસ્ટ) નો છે, જેમાં યુવા લોકો પણ સામેલ છે. અચાનક કાર્ડિએક અરેસ્ટ પહેલાં 70 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં સામાન્ય વાત હતી, પરંતુ હાલના દિવસોમાં આ યુવા લોકોમાં પણ જોવા મળી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news