હેડ કોન્સ્ટેબલનો છોકરો કેવી રીતે બની ગયો અંડરવર્લ્ડનો સૌથી મોટો ડોન? કંપાવી દેશે કહાની
Trending Photos
Dawood Ibrahim: ભારત દેશ વર્ષ 1993ની એ ઘટના ક્યારેય નહીં ભૂલી શકે જેમાં 257 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. 12 માર્ચ 1993ના દિવસે મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટની ઘટના પાછળ જો કોઈ જવાબદાર છે તો તે છે ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમ. વર્ષ 1993થી ભારતમાંથી નાસી છૂટેલો ડૉન દાઉદ ઈબ્રાહીમ આજે પાકિસ્તાનમાં રહે છે એવું કહેવાય છે.
હેડ કોન્સ્ટેબલના ઘરે જન્મેલા છોકરાના સપના હતા ઊંચા-
દાઉદ ઈબ્રાહીમનો જન્મ 26 ડિસેમ્બર 1955ના દિવસે મહારાષ્ટ્રના ખેદ રત્નગિરીમાં થયો હતો. દાઉદ ઈબ્રાહીમના પિતા શેખ ઈબ્રાહીમ અલી કાસકર મુંબઈ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા. દાઉદનો પરિવાર મોટો હોવાથી તેના પિતાને ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. દાઉદ ઈબ્રાહીમના પિતા બાળકોની બધી ઈચ્છાઓ પૂર્ણ નહોંતા કરી શકતા. બાળપણથી ગરીબી જોઈને જન્મેલા દાઉદ ઇબ્રાહીમને હવે તેની ઈચ્છાઓ દબાવવી નહોંતી અને તેને ઝડપથી પૈસાદાર બનવું હતું. દાઉદને પહેલેથી જ અભ્યાસમાં રસ નહોંતો જેથી તેને 9 માં ધોરણ પછી જ અભ્યાસ છોડી દીધો. દાઉદે શરૂઆતના ગાળામાં એક બિઝનેસમેન સાથે લૂંટ કરી.
દાઉદને તેના કારનામાં બદલ જેલની હવા પણ ખાવી પડી હતી. દાઉદને હવે અંધારી આલમની દુનિયા આકર્ષી રહી હતી. દાઉદને ગુનાખોરીની દુનિયામાં આગળ વધતા તેના પિતાએ દાઉદને ઘણી વાર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.નાની આંખોમાં મોટા સ્વપન સેવતો દાઉદ હવે કોઈનું સાંભળવાનો નહોંતો. દાઉદના વર્તનમાં કોઈ બદલાવ ન આવતા તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો. હવે દાઉદ તેની આંખોમાં મુંબઈ પર રાજ કરવાનું સપનું સેવી રહ્યો હતો અને તેને પૂર્ણ કરવા દાઉદ કોઈ પણ હદે જવા તૈયાર હતો. આ રીતે દાઉદે ગુનાખોરીની દુનિયામાં પહેલો કદમ મૂક્યો.
કરીમ લાલાની ગેંગમાં રહી મેળવી ગુનાખોરીની તાલીમ-
મુંબઈ શહેર અંડરવર્લ્ડના માફિયાઓની ગુંડાગર્દી અને આતંકનું સાક્ષી રહ્યુ છે. મુંબઈમાં પોતાની બાદશાહત સાબિત કરવા માટે જુદી જુદી ગેંગો વચ્ચે લોહિયાળ જંગ ચાલે રાખતો હતો. દાઉદ ઈબ્રાહીમનું અંડરવર્લ્ડની દુનિયામાં વર્ચસ્વ બન્યું તે પહેલા બીજા ડૉન હુકૂમત ચલાવતા હતા. કરીમ લાલા મુંબઈના સૌથી પહેલા ડૉન હતા. દાઉદ ઈબ્રાહીમે શરૂઆતમાં ડૉન કરીમ લાલાની ગેંગમાં કામ કર્યું. દાઉદે કરીમ લાલા પાસેથી ગુનાખોરીની દુનિયામાં કામ કરવાની રીતો શીખી. દાઉદે ત્યારબાદ કરીમ લાલાની ગેંગથી છેડો ફાડ્યો અને દાઉદે તેના ભાઈ શાબીર સાથે મળીને નવી ગેંગ બનાવી
વર્ષ 1980માં દાઉદની ગેંગ ઓળખાઈ ડી ગેંગના નામે-
70-80ના દાયકામાં મુંબઈમાં ગેંગવોર વધુ સક્રીય બન્યું. એકતરફ હાજી મસ્તાન અને કરીમ લાલા જેવા માફિયાઓ વર્ચસ્વ જમાવીને બેઠા હતા. ત્યા ધીમે ધીમે દાઉદે પોતાની અલાયદી ગેંગ બનાવી દીધી હતી. દાઉદની તે ગેંગને મીડિયામાં ડી ગેંગનું નામ અપાયું હતું. ડી ગેંગ હપ્તા વસૂલી, કોન્ટ્રાક્ટ કિલિંગ, હથિયાર અને ડ્રગ્સની હેરાફેરી, સટ્ટા બજાર સહિતના ગુનાઓને બેરોકટોક રીતે અંજામ આપતી હતી.
માન્યા સુર્વે દાઉદ માટે બન્યો રસ્તાનો કાંટો-
દાઉદ અને તેની ડી ગેંગ દિન પ્રતિદિન ગુનાઓને અંજામ આપતી હતી. મુંબઈ શહેરમાં એકતરફ સામાન્ય જનતામાં દાઉદની ગેંગનો ખૌફ હતો તો બીજીતરફ પોલીસ માટે પણ દાઉદ માથાનો દુ:ખાવો બની ગયો હતો. તે વચ્ચે અફઘાનિસ્તાનથી આવેલી ગેંગને પણ દાઉદ આંખમાં કણાની જેમ ખૂંચતો હતો. તે સમયે દાઉદ સામે બાથ ઝીલી શકે તેવો એક જ શખ્સ હતો જેનું નામ હતું માન્યા સુર્વે. અફઘાનિસ્તાનથી આવેલી પઠાણી ગેંગે માન્યા સુર્વે સાથે હાથ મલાવ્યો અને દાઉદના ભાઈ સાબીરનું કાસળ કાઢી નાખ્યું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે