ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાનું પ્લાનિંગ હોય તો આ ધ્યાન રાખજો, નહિતર બગડી જશે મજા
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજના 15 થી 20 હજાર પ્રવાસીઓ આવી રહ્યા છે અને શનિ રવિની રજાઓમાં પ્રવસીઓની સંખ્યા 30 હજાર કરતા વધુ થઇ જાય છે.ત્યારે હવે ગરમી વધી રહી છે ઉનાળો આવી રહ્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/નર્મદા: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આગામી ઉનાળુ વેકેશન ને લઈને તંત્ર સજ્જ બન્યું છે. અને પ્રવાસીઓને ગરમીનો અહેસાસ ના થાય એ માટે સીઈઓ ઉદિત અગ્રવાલ અને તેમની ટીમ દ્વારા ખાસ વ્યવસ્થાઓ પ્રવાસીઓ માટે ઉભી કરવામાં આવી રહી છે. ઉનાળા વેકેશન બાદ મોન્સૂન ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજના 15 થી 20 હજાર પ્રવાસીઓ આવી રહ્યા છે અને શનિ રવિની રજાઓમાં પ્રવસીઓની સંખ્યા 30 હજાર કરતા વધુ થઇ જાય છે.ત્યારે હવે ગરમી વધી રહી છે ઉનાળો આવી રહ્યો છે પ્રવાસીઓને કોઈ તકલીફના પડે, ગરમીનો અહેસાસ SOU પર આવીને ના થાય એ માટે સત્તામંડળ કામે લાગી ગયું છે.
ખાસ કરીને એન્ટ્રી ગેટથી લઈને સ્ટેચ્યુ સુધી કેનોપી લગાડવામાં આવ્યા છે એટલે છાંયડો મળતા તાપ ઓછો લાગે જેના પર પણ સમયાંતરે પાણીનો છંટકાવ કરવામાં આવશે. લૉંગટર્મ, મીડ ટર્મ અને શોર્ટ ટર્મ આમ ત્રણ પ્રકારે આયોજન કર્યું છે. લોન્ગ ટર્મ માં આજુબાજુમાં SOU ની આજુબાજુમાં વધુ 1.5 લાખ વૃક્ષો વાવવામાં આવશે.
પીવાના પાણી મફતમાં આપવામાં આવશે, ટોયલેટ બ્લોક વધારવામાં આવશે. આ સાથે ટિકિટ બારીઓ બસોની સુવિધાઓ વધારી પ્રવાસીઓ ને કોઈપણ જાતની તક્લીફ ના પડે એ તમામ બાબતો ને ધ્યાનમાં રાખવાની વાત હાલ તંત્ર કરી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે