Big News: 18થી 44 વર્ષના લોકોના રસીકરણ માટે મહત્વના સમાચાર, કોરોના રસી લેવા માટેનો નિયમ બદલાયો

પહેલા 18થી 44 વર્ષના લોકોએ રસી મેળવવા માટે કોવિન પોર્ટલથી એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી રહેતી હતી. પરંતુ હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ નિયમને બદલી નાખ્યો છે. 

Big News: 18થી 44 વર્ષના લોકોના રસીકરણ માટે મહત્વના સમાચાર,  કોરોના રસી લેવા માટેનો નિયમ બદલાયો

નવી દિલ્હી: દેશમાં કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે પરંતુ આમ છતાં હજુ જોખમ ટળ્યું નથી. કોરોના સામે સૌથી મહત્વનું હથિયાર રસી છે. હવે સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પણ રસીકરણ શરૂ કરી દીધુ છે. પહેલા 18થી 44 વર્ષના લોકોએ રસી મેળવવા માટે કોવિન પોર્ટલથી એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી રહેતી હતી. પરંતુ હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ નિયમને બદલી નાખ્યો છે. 

હવે ઓનસાઈટ રજિસ્ટ્રેશનની પણ સુવિધા
સરકારે કરેલી જાહેરાત માટે હવે 18થી 44 વર્ષની ઉંમરના લોકોને હવે રસીકરણ માટે ઓનસાઈટ રજિસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ સુવિધા તેમને ગવર્મેન્ટ રસીકરણ કેન્દ્ર ઉપર મળશે. હવે 18થી 44 વર્ષના લોકો સીધા રસીકરણ સેન્ટર્સ પર જઈને રસી લઈ શકે છે. જો કે કોવિન પોર્ટલ (Cowin.gov.in) પર પહેલેથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. 

કેવી રીતે મળશે ઓનસાઈટ રસી
રોજ જ્યારે લોકોને રસી આપવાનો સમય પૂરો થઈ જશે કે દિવસના અંતિમ સમયમાં જે રસી બચી જશે તેને ઓનસાઈટ વ્યવસ્થા હેઠળ લોકોને આપવામાં આવશે. જેનાથી રસીનો વેડફાટ ન થાય. આ નવી વ્યવસ્થાનો ઉલ્લેખ કોવિન પ્લેટફોર્મ પર કરવામાં આવી રહ્યો છે. હાલ આ નવી સુવિધા સરકારી રસીકરણ સેન્ટર્સ ઉપર જ ઉપલબ્ધ રહેશે. 

— ANI (@ANI) May 24, 2021

સરકારે કેમ બદલ્યો નિયમ
હકીકતમાં અનેક લોકો રસી માટે સ્લોટ બુકિંગ કરાવ્યા બાદ પણ રસી મૂકાવવા માટે સેન્ટર પર પહોંચતા નથી અને આ કારણે રસી ખરાબ થવાના સમાચાર આવતા હતા. ત્યારબાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત ગ્રામીણ સ્તર પર ઓનલાઈન બુકિંગ અંગે જાણકારીના અભાવના પગલે પણ લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news