PAKની ક્રુરતાનો શિકાર નાગરિકો કરી રહ્યા છે અન્યત્ર વસવાની માંગ

પાક. પહેલા માત્ર ગોળીબાર જ કરતું હતુ પરંતુ હવે મોર્ટારમારો કરતું હોવાથી 4 કિલોમીટર સુધી અસર

PAKની ક્રુરતાનો શિકાર નાગરિકો કરી રહ્યા છે અન્યત્ર વસવાની માંગ

જમ્મુ : પાકિસ્તાન દ્વારા છેલ્લા 3 4 દિવસથી ચાલી રહેલા ગોળીબાર વચ્ચે જમ્મુ કાશ્મીરનાં બોર્ડર પર રહેલા ગામડાનાં સ્થાનિક લોકો હવે ખુબ જ ભયભીત છે. પોતાનાં લોકોને ગુમાવવાનો ડર અને જીવનું જોખમને જોતા હવે તે લોકો અન્ય સ્થળે વસવા માટે પણ તૈયાર થઇ ચુક્યા છે. આઝાદી બાદથી પાકિસ્તાનનાં સીમા પર રહેલા ગામડાનાં લોકો ભારે દહેશત વચ્ચે જીવે છે. પાકિસ્તાન પોતાની નાપાક કરતુતો કર્યા જ કરે છે.

પાકિસ્તાન વારેવારે છમકલાઓ કર્યા જ કરે છે. સીમા પર રહેલા ગામનાં લોકોની માંગ છે કે વારંવાર થતી આવી ઘટનાઓથી તેઓ ત્રસ્ત છે. સરકાર તેમની અન્ય સ્થળે વસવા માટેની વ્યવસ્થા કરે. વારંવાર થતી જાન માલની ખુંવારીથી નાગરિકો ખુબ જ પરેશાન છે. આ વખતે પાકિસ્તાન માત્ર સરહદ પર રહેલા વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. ઉપરાંત પાકિસ્તાન ઉપયોગમાં લઇ રહેલા હથિયારો પણ ખુબ જ ઘાતક છે.

લોકોનાં અનુસાર પહેલા માત્ર ગોળીબાર થતો હતો જે લગભગ એક કિલોમીટરનાં અંતરમાં થયો હતો. જો કે હવે પાકિસ્તાન મોર્ટારનો ઉપયોગ કરી રહ્યા છે જેની મારક ક્ષમતા ચાર કિલોમીટર સુધીની હોય છે. જેનાં કારણે ન માત્ર નાગરિકો પરંતુ જાનવરોને પણ ઘણી તકલીફ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news