પાંચ દિવસના વિશેષ સત્ર દરમિયાન સંસદમાં શું હશે ખાસ, સંસદીય કાર્યમંત્રીએ જણાવ્યો પ્લાન
વિશેષ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંસદ ભવનના નવા બિલ્ડીંગના પ્રાંગણના ગેટ પર ત્રિરંગો ફરકાવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. જો કે, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે હૈદરાબાદમાં હતા, તેથી તેઓ તેમાં હાજર નહોતા.
Trending Photos
નવી દિલ્હીઃ સોમવાર 18 સપ્ટેમ્બરથી સંસદનું પાંચ દિવસીય વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે. તેના એક દિવસ પહેલા સરકારે સર્વદળીય બેઠક બોલાવી હતી. આ બેઠક દરમિયાન સરકારે પોતાનો એજન્ડા જણાવ્યો છે. બેઠક બાદ કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહ્લાદ જોશીએ પાંચ દિવસના પ્લાન વિશે પણ જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે પ્રથમ દિવસનું સત્ર જૂના સંસદ ભવનમાં ચાલશે. આગામી દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરે જૂની સંસદમાં ફોટો સેશન થશે, પછી 11 કલાકે સેન્ટ્રલ હોલમાં એક સમારોહ થશે. ત્યારબાદ તમામ સાંસદો નવી સંસદમાં પ્રવેશ કરશે. નવી સંસદમાં 19ના સત્ર ચાલશે અને 20થી નિયમિત સરકારી કામકાજ થશે.
તો આ બેઠક દરમિયાન ઘણા પક્ષોએ મહિલા અનામત બિલ લાવવાની માંગ કરી હતી. મીડિયા સાથે વાત કરતા સંસદીય કાર્ય મંત્રીએ કહ્યુ કે પહેલા પણ બેઠકોમાં મહિલા અનામત બિલની માંગ થઈ છે. સરકાર પોતાના એજન્ડાથી ચાલે છે. યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બેઠક બાદ કહ્યુ કે તમામ વિપક્ષી પાર્ટીઓએ વિશેષ સત્ર દરમિયાન મહિલા અનામત બિલ પસાર કરવાની માંગ કરી છે.
18 સપ્ટેમ્બરથી સંસદનું વિશેષ સત્ર
સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. તેવામાં કેબિનેટ મંત્રીઓને નવી સંસદમાં ચેમ્બર ફાળવી દેવામાં આવી છે. જે મંત્રીઓને ચેમ્બર મળી છે, તેમાં ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલ સીતારમણ, પરિવહન મંત્રી નિતિન ગડકરી, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, અર્જુન મુંડા, વિદેશમંત્રી એસ જયશંકર, ધર્મેન્દ્ર પ્રધાન, સ્મૃતિ ઇરાની, અશ્વિની વૈષ્ણવ સામેલ છે.
કયા નેતા માટે કઈ ચેમ્બર?
મળતી માહિતી મુજબ, અમિત શાહને ઉપરના ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમ નંબર G-33, રાજનાથ સિંહને G-34, નીતિન ગડકરીને G-31, પીયૂષ ગોયલને G-30, નિર્મલા સીતારમણને G-12 આપવામાં આવી છે. એસ જયશંકરને G-10, ધર્મેન્દ્ર પ્રધાનને G-41, સ્મૃતિ ઈરાનીને G-8, નરેન્દ્ર સિંહ તોમરને G-11, અશ્વિની વૈષ્ણવને G-17 અને અર્જુન મુંડાને G-17 ફાળવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જૂના સંસદ ભવનમાં આ વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓની ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત રૂમમાં હતી. સરકારના અન્ય કેબિનેટ મંત્રીઓને નવા સંસદભવનના પહેલા માળે ઓફિસ રૂમ ફાળવવામાં આવ્યા છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાને પહેલા માળે રૂમ નંબર F-20, ગિરિરાજ સિંહને F-36, ગજેન્દ્ર સિંહ શેખાવતને F-18, નારાયણ રાણેને F-39, સર્બાનંદ સોનોવાલને F-38, વીરેન્દ્ર કુમારને F-37, પશુપતિ પારસને ચેમ્બર નંબર F-19, કિરેન રિજિજુને F-17 અને આરકે સિંહને નવા સંસદ ભવનનાં પહેલા માળે રૂમ નંબર F-16 ફાળવવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે