ખેડૂતો માટે ખુશી સમાચાર, કૃષી રાજ્યમંત્રી રૂપાલાએ કરી મહત્વની જાહેરાત
પેકેજમાં 15 હજાર રૂપિયા વાર્ષિક પ્રતિ હેક્ટર પ્રત્યક્ષ રોકાણ સમર્થન આપવામાં આવી શકે છે
Trending Photos
નવી દિલ્હી : કેન્દ્રીય કૃષી રાજ્યમંત્રી પુરૂષોતમ રૂપાલાએ કહ્યું કે, ટુંકમાં જ દેશનાં ખેડૂતો માટે મોટા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે. તેમણે રાજધાનીમાં નેશનલ કોન્ફરન્સ ઓન એગ્રીકલ્ચર સમર કેમ્પેનથી અલગ મીડિયાને જણાવ્યું કે, તમને (પેકેજ માટે) હવે વધારે રાહ જોવાની જરૂર નથી. તેની જાહેરાત ઝડપથી કરવામાં આવશે. જો કે તેમણે તે વાતનો ખુલાસો નથી કર્યો કે પેકેજની જાહેરાત બજેટ પહેલા કરવામાં આવશે કે નહી. સુત્રો અનુસાર પેકેજમાં 15 હજાર રૂપિયા વાર્ષિક પ્રતિ હેક્ટર પ્રત્યક્ષ રોકાણનું સમર્થન આપવામાં આવી શકે છે. તે ઉપરાંત એક લાખ રૂપિયા સુધી વ્યાજ મુક્ત લોન અને પાક વીમા યોજનાના પ્રીમિયમમાં ઘટાડા જેવા અનેકનો સમાવેશ થઇ શકે છે.
ખેડૂતો પર રહેશે ફોકસ
અગાઉ સુત્રોનાં હવાલાથી સમાચાર આવ્યા કે મોદી સરકાર 1 ફેબ્રુઆરીનાં રોજ રજુ થનારા અંતરિમ બજેટમાં સરકારનું ફોકસ કૃષી અને ખેડૂતો પર વધારે રહેશે. કારણ કે આગામી લોકસભા ચૂંટણીમાં ખેડૂતોની ભુમિકા મહત્વની રહેશે. જેના કારણે દરેક પરિસ્થિતીમાં ખેડૂતોને ખુશ કરવા જરૂરી છે. કૃષી ક્ષેત્રનાં નિષ્ણાંતો જણાવે છે કે મોદી સરકાર ખેડૂતોની સમસ્યાને સારી પેઠે જાણે છે. એટલા માટે તેઓ બજેટમાં ખેડૂતો માટે મોટી રાહતની જાહેરાત કરી શકે છે.
વ્યાજ દરમાં મળી શકે છે છુટ
સરકાર ખેડૂતોને રાહત આપવા માટે પાક ઋણનાં વ્યાજ દરોડમાં ઘટાડો કરી શકે છે. તે ઉપરાંત યોગ્ય સમચે લોન ચુકવનારા ખેડૂતો માટે પાક ઋણ પર વ્યાજની રકમ ખતમ કરવાની આશા છે. પાકની લોન પર રાહત આપવાનો ઇશારો વડાપ્રધાને થોડા દિવસો પહેલા જ પોતાની લોનમાં આપી દીધો હતો. તે ઉપરાંત સરકાર લઘુ અને સીમાંત ખેડૂતોને 4 અથવા 5 હજાર રૂપિયા પ્રતિ એકર પ્રતિ વર્ષની મદદ કરવાની જાહેરાત કરી શકે છે.
વધી શકે છે KCCનું વર્તુળ
કેન્દ્ર સરકાર બજેટમાં પશુપાલક, માછલીના પાલનમાં લાગેલા ખેડૂત, નાના અને મધ્ય ખેડૂતો માટે લોનની સુવિધા વધારવામાં આવી શકે છે. મળતી માહિતી અનુસાર ખેડૂતતોની 5 લાખ સુધીની લોન પર વ્યાજ મુક્તિની જાહેરાત થઇ શકે છે. સસ્તી લોનથી નાના અને મધ્યમ કદનાં ખેડૂતોને ફાયદો થશે. હાલ કેસીસી હેઠળ 3 લાખ રૂપિયા સુધી લોન પર મળે છે. એટલું જ નહી પશુપાલન, માછલીપાલન સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ 15 હજાર કરોડ રૂપિયા કરવામાં આવી શકે છે. અત્યાર સુધી આ તરફ 10 હજાર કરોડ રૂપિયાનું ફંડ આપવાનું પ્રાવધાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે