એન્જીનિયરિંગનાં વિદ્યાર્થીએ અનેક ખુબીઓ સાથેનું EVM બનાવ્યું, ખુબી જાણી તમે પણ ચોંકી જશો

વિદ્યાર્થીનોદ ાવો છે કે પહેલાથી જ રહેલા EVMમાં આ ટેક્નોલોજીને ફિંગર પ્રિંટ ટેક્નોલોજીની સાથે મેચ કરવામાં આવશે.

એન્જીનિયરિંગનાં વિદ્યાર્થીએ અનેક ખુબીઓ સાથેનું EVM બનાવ્યું, ખુબી જાણી તમે પણ ચોંકી જશો

કોલકાતા : ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની કાર્યપ્રણાલી મુદ્દે અલગ અલગ રાજનીતિક દળ હંમેશાથી જ નિશાન સાધતા રહ્યા છે. 2014ની લોકસભા ચૂંટણી બાદથી જ તેના પર સવાલો ઉઠાવનારાની સંખ્યા વધી ગઇ છે. જો કે હવે કોલકાતાની એક એન્જીનિયરિંગ વિદ્યાર્થીએ અનેક ખુબીઓ વાળું ઇવીએમ બનાવવાનો દાવો કર્યો છે. અહીની એક ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનિયરિંગ એન્ડ મેનેજમેન્ટના વિદ્યાર્થી રાકેશ શીલે દાવો કર્યો કે, તેમની બનાવેલી મોડીફાઇડ ઇવીએમથી કોઇ પણ પ્રકારનો ગોટાળો શક્ય નથી. 

રાકેશ શીલ તૃતીય વર્ષનો ઇલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે. ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનિયરિંગ એન્ડ મેનેજમેન્ટની તરફથી કોલકાતાનાં સોલ્ટ લેક સેક્ટર Vમાં એખ વર્કશોપ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. જે 25 જાન્યુઆરી સુધી ચાલસે. આ મોડીફાઇડ ઇવીએમ આ પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. તેને બનાવનારા રાકેશનો દાવો છે કે તેનાથકી મતદાતાઓની સાથે કોઇ પણ પ્રકારનો ગોટાળો હની થઇ શકે. લોકો પોતાનો વોટ પોતે જ આપી શકશે. કોઇ પણ બીજી વ્યક્તિ કોઇ અન્યનો વોટ નહી આપી શકે. 

વિદ્યાર્થીએ દાવો કર્યો કે, પહેલાથી જ હાજર રહેલા EVMમાં આ ટેક્નોલોજીને ફિંગપ્રિંટ ટેક્નોલોજી સાથે મેચ કરવામાં આવશે. એટલે કે મશીનમાં વોટ આપતા પહેલા તમારી ફિંગપ્રિંટ લેવામાં આવશે અને જ્યારે તમારી ફિંગરપ્રિન્ટ રજીસ્ટર્ડ થશે ત્યાર બાદ જ ઇવીએમ કાર્યરત થશે અને તમે મતદાન કરી શકશો. તેના વગર આવું શક્ય નહી બને. આ મશીન પાસે જ નંબર અથવા અલગ-અલગ રાજનૈતિક દળોનૂં ચૂંટણી ચિન્હ પણ રહેશે. લોકો તેને જોઇને બટન દબાવી શકશે. 

એક વખત મતદાન કર્યા બાદ તે વ્યક્તિ ફરીથી મતદાન કરવા માટે આવે તો તે પકડાઇ જશે. કારણ કે તેની ફિંગરપ્રિંટ પહેલાથી જ તેમાં નોંધાયેલી છે. આ પ્રક્રિયા આધારકાર્ડ સાથે જ જોડાયેલી રહેશે. વિદ્યાર્થીનો દાવો છે કે,મતદાતાને કોઇ પણ પ્રકારની અંગત માહિતી લીક નહી થાય. કારણ કે મતગણતરી પહેલા સમગ્ર ફિંગપ્રિંટ ડેટા ડિલીટ થઇ જશે. ત્યાર બાદ જ મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news