ચૂંટણીના મેદાનમાં ઉતરી 22 ખેડૂત સંગઠનોની પાર્ટી, આ વ્યક્તિ હશે સીએમ પદનો ચહેરો

2022ની શરૂઆતમાં પંજાબ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં ચૂંટણીને લઈને પંજાબનો રાજકીય પારો ગરમાયો છે. રાજકીય પક્ષોએ માત્ર કમર કસી લીધી છે, આ ઉપરાંત પંજાબમાં ખેડૂત સંગઠનો (Punjab Kisan Unions) પણ રાજકારણમાં આવવા માટે તૈયાર છે.

ચૂંટણીના મેદાનમાં ઉતરી 22 ખેડૂત સંગઠનોની પાર્ટી, આ વ્યક્તિ હશે સીએમ પદનો ચહેરો

ચંદીગઢ: 2022ની શરૂઆતમાં પંજાબ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં ચૂંટણીને લઈને પંજાબનો રાજકીય પારો ગરમાયો છે. રાજકીય પક્ષોએ માત્ર કમર કસી લીધી છે, આ ઉપરાંત પંજાબમાં ખેડૂત સંગઠનો (Punjab Kisan Unions) પણ રાજકારણમાં આવવા માટે તૈયાર છે. ત્રણ કૃષિ કાયદાઓ સામે વિરોધ પ્રદર્શનમાં સામેલ રહેલા પંજાબના 22 ખેડૂત સંગઠનો (Punjab Kisan Unions) એ શનિવારે એક રાજકીય પક્ષની રચના કરી અને જાહેરાત કરી કે તેઓ આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડશે.

આ વ્યક્તિ હશે સીએમ પદનો ચહેરો
તેની જાહેરાત ખેડૂત નેતા હરમીત સિંહ કડિયાને કરી હતી. તેમણે કહ્યું કે આ રાજકીય પક્ષનો ચહેરો ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલ હશે. ભારતીય કિસાન યુનિયન ડકૌંદા, ભાકિયૂ લખોવાલ વગેરેએ જણાવ્યું હતું કે તેઓ તેમના બંધારણમાં સુધારો કરીને તેમને તેમના નિર્ણયથી વાકેફ કરશે.

ખેડૂત પક્ષોએ કરી જાહેરાત
આ 22 ખેડૂત સંગઠનો પંજાબના તે 32 ખેડૂત સંગઠનોમાં સામેલ છે જેમણે 3 કેન્દ્રીય કૃષિ કાયદાઓ સામે એક વર્ષથી વધુ લાંબા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ખેડૂત નેતા હરમીત સિંહ કદિયાને કહ્યું કે પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડવા માટે સંયુક્ત સમાજ મોરચાની રચના કરવામાં આવી છે.

પાર્ટીનું નામ કર્યું જાહેર
ચંદીગઢમાં ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પંજાબ વિધાનસભાની ચૂંટણી લડવા માટે રચાયેલી આ નવી પાર્ટીનું નામ 'સંયુક્ત સમાજ મોરચા' રાખવામાં આવ્યું છે. 22 યુનિયનોએ આ નિર્ણય લીધો છે. આપણે સિસ્ટમ બદલવાની જરૂર છે અને લોકોને આ મોરચાને સમર્થન આપવા માટે અપીલ કરવા માંગીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news