ઓવૈસીની પાર્ટી AIMIMની માન્યતા રદ કરવાની માંગને લઈને હાઈકોર્ટમાં અરજી

અરજીકર્તાએ દાવો કર્યો કે એઆઈએમઆઈએમનું બંધારણ અને કામ સર્વોચ્ચ  ન્યાયાલયના નક્કી કરેલા દિશા-નિર્દેશોની વિરુદ્ધ છે. 
 

 ઓવૈસીની પાર્ટી AIMIMની માન્યતા રદ કરવાની માંગને લઈને હાઈકોર્ટમાં અરજી

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટમાં મંગળવારે એક અરજી દાખલ કરવામાં આવી જેમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએણનું એક રાજકીય પક્ષ તરીકે માન્યતા રદ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો કે, તે માત્ર મુસ્લિમો સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવે છે અને ધર્મના નામ પર મત માંગે છે. 

શિવસેનાના તેલંગણા એકમના અધ્યક્ષ દ્વારા દાખલ અરજીમાં ચૂંટણી પંચના 19 જૂન 2014ના આદેશને રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે, જેના માધ્યમથી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનને તેલંગણામાં રાજ્યસ્તરીય દળની માન્યતા આપવામાં આવી છે. 

અરજીકર્તાએ તિરુપતિ નરસિંહ મુરારીએ દાવો કર્યો કે એઆઈએમઆઈએમનું બંધારણ અને કામ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા દિશા-નિર્દેશોની વિરુદ્ધ છે અને પાર્ટીને અયોગ્ય ઠેરવવી જોઈએ કારણ કે, તેના લક્ષ્ય અને ઉદ્દેશ્ય ધર્મનિરપેક્ષતાની અવધારણા વિરુદ્ધ છે. આ જન પ્રતિનિધિત્વન અધિનિયમની જરૂરીયાતોમાંથી એક છે. 

વકીલ હરિશંકર જૈન અને વિષ્ણુ શંકર જૈન દ્વારા દાખલ અરજીમાં ચૂંટણી આયોગને એઆઈએમઆઈએમને રજિસ્ટર્ડ રાજકીય પક્ષ તરીકે માન્યતા આપવા અને માનવાથી રોકવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news