યોગ દિવસથી દેશના 18+ નાગરિકોને પીએમ મોદીની ભેટ, ફ્રીમાં મળશે કોરોના વેક્સિન

આજે વિશ્વમાં વેક્સિન માટે જે માંગ છે, તેની તુલનામાં ઉત્પાદન કરનાર દેશ અને વેક્સિન બનાવતી કંપનીઓ ઓછી છે. કલ્પના કરો કે હાલ આપણી પાસે ભારતમાં બનેલી વેક્સિન ન હોત તો આજે ભારત જેવા વિશાળ દેશમાં શું સ્થિતિ હોત? પીએમ

યોગ દિવસથી દેશના 18+ નાગરિકોને પીએમ મોદીની ભેટ, ફ્રીમાં મળશે કોરોના વેક્સિન

નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે મોટી જાહેરાત કરી છે. યોગ દિવસ એટલે કે 21 જૂનથી દેશમાં 18 વર્ષથી મોટી ઉંમરના બધા લોકોને ભારત સરકાર દ્વારા ફ્રી વેક્સિન લગાવવામાં આવશે. પીએમ મોદીએ જાહેરાત કરી કે રાજ્યો પાસે વેક્સિનેશનનું કામ પરત લઈ લેવામાં આવશે અને હવે કેન્દ્ર સરકાર આ કામ કરશે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે દેશની કોઈ રાજ્ય સરકારે વેક્સિન પર પૈસા ખર્ચ કરવા પડશે નહીં. અત્યાર સુધી દેશના કરોડો લોકોને વેક્સિન મળી છે. હવે 18 વર્ષથી મોટી ઉંમરના લોકો તેમાં સામેલ થઈ જશે. બધા દેશવાસીઓને ભારત સરકાર ફ્રીમાં વેક્સિન ઉપલબ્ધ કરાવશે. 

— ANI (@ANI) June 7, 2021

ખાનગી હોસ્પિટલો દ્વારા જારી રહેશે રસીકરણ
પીએમ મોદીએ કહ્યુ કે, દેશમાં બની રહેલી વેક્સિનમાંથી 25 ટકા ખાનગી હોસ્પિટલો લઈ શકશે, આ વ્યવસ્થા જારી રહેશે. ખાનગી હોસ્પિટલો કોરોનાની નક્કી કિંમત ઉપરાંત દરેક ડોઝ પર વધુમાં વધુ 150 રૂપિયા સર્વિસ ચાર્જ લઈ શકસે. તેનું ધ્યાન રાખવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે. 

બધા દેશવાસીઓને મળશે ફ્રી રસી, કેન્દ્ર સરકાર લેશે તમામ જવાબદારીઃ PM મોદીની મોટી જાહેરાત

પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યુ કે, કોરોનાની બીજી લહેર સામે લડાઈ જારી છે. દુનિયાના ઘણા દેશોની જેમ ભારત પણ મોટી પીડામાંથી પસાર થયું છે. પીએમ મોદીએ કહ્યુ કે, ઘણા લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે. આવા પરિવારો સાથે મારી સંવેદનાઓ છે. 

નવેમ્બર સુધી મળશે ફ્રી રાશન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સાથે અન્ય મોટી જાહેરાત કરી છે. હવે નવેમ્બર 2021 સુધી દેશના 80 કરોડ લોકોને ફ્રી રાશન આપવામાં આવશે. કેન્દ્રએ પાછલા વર્ષે પણ આ સ્કીમ ચલાવી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, કોરોનાની બીજી લહેર વચ્ચે ફરી સંકટ સામે આવ્યું છે. એટલે સરકાર આ સ્કીમ લાવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news