જાન્યુઆરીમાં દુબઈના પ્રવાસે જશે PM મોદી, નિર્ણાયક તબક્કામાં બંને દેશો વચ્ચે FTA મંત્રણા

પીએમ મોદીની દુબઈની મુલાકાત 06 જાન્યુઆરી, 2022થી શરૂ થઈ શકે છે. આ દરમિયાન તે દુબઈ એક્સપોમાં ભાગ લે તેવી શક્યતા છે.

જાન્યુઆરીમાં દુબઈના પ્રવાસે જશે PM મોદી, નિર્ણાયક તબક્કામાં બંને દેશો વચ્ચે FTA મંત્રણા

નવી દિલ્હીઃ વર્ષ 2022માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુબઈની મુલાકાત સાથે વિદેશ પ્રવાસની શરૂઆત કરશે. આ મુલાકાત ભારત માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના વધતા વ્યૂહાત્મક મહત્વનું ઉદાહરણ પણ હશે. પીએમ મોદીની દુબઈની મુલાકાત 06 જાન્યુઆરી, 2022થી શરૂ થઈ શકે છે. આ દરમિયાન તે દુબઈ એક્સપોમાં ભાગ લે તેવી શક્યતા છે. બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને આકાર આપવા માટે વાટાઘાટો ચાલી રહી છે અને PM મોદીની મુલાકાત દરમિયાન મહત્વની જાહેરાત પણ થવાની શક્યતા છે. પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન UAE સાથે સંબંધોને મજબૂત કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી નથી.

સપ્ટેમ્બર 2021 માં, બંને દેશોએ જાહેરાત કરી કે તેઓ ટૂંક સમયમાં FTA પર કરાર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુસદ્દા કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે જેથી મોદીની મુલાકાત દરમિયાન પ્રારંભિક જાહેરાત કરી શકાય. મોદી સરકારના છેલ્લા સાત વર્ષમાં આ પહેલીવાર હશે જ્યારે કોઈ દેશ સાથે FTA કરવામાં આવશે. જો કે, તાજેતરના મહિનાઓમાં પાંચ દેશો સાથે FTAs પર વાતચીત શરૂ કરવામાં આવી છે.

દુબઈ એક્સ્પોમાં કાયમી પ્રદર્શનની જગ્યા ધરાવતા કેટલાક દેશોમાં ભારત પણ સામેલ છે. આ દર્શાવે છે કે ભારત માટે UAEને કેટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેની પાછળનું કારણ એટલું જ નથી કે ત્યાં 33 લાખ ભારતીયો રહે છે, પરંતુ વૈશ્વિક કૂટનીતિમાં ગલ્ફ ક્ષેત્રના વધતા મહત્વને ધ્યાનમાં રાખીને, ભારત દુબઈ સહિત યુએઈના અન્ય રાજ્યો સાથે સંબંધોને મજબૂત કરવા માટે સતત કામ કરી રહ્યું છે.

આર્થિક સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદ UAE રોકાણ પર કામ ઝડપથી થશે
વર્ષ 2018માં UAE એ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં $100 બિલિયનનું રોકાણ કરવાની વાત કરી હતી. આ અંગે બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આર્થિક સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદ UAEના રોકાણ પર ઝડપથી કામ કરવામાં આવશે. ભારત ભવિષ્યમાં દુબઈને તેના આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે એક મુખ્ય હબ તરીકે જુએ છે. તાજેતરમાં જ વિદેશ મંત્રી એસ જયશંકરે પણ કહ્યું હતું કે પૂર્વમાં સિંગાપોર અને પશ્ચિમમાં દુબઈ ભારતના આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર બનશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news