PM Modi Birthday: જાણો PMએ છેલ્લા 5 વર્ષમાં કેવી રીતે અને ક્યાં ઉજવ્યો જન્મદિવસ

Narendra Modi 73rd Birthday: તમને જણાવી દઈએ કે પીએમ મોદી 17 સપ્ટેમ્બર 2023ના રોજ તેમનો 73મો જન્મદિવસ ઉજવશે. તાજેતરમાં, મોર્નિંગ કન્સલ્ટના નવીનતમ સર્વેક્ષણમાં, પીએમ મોદીએ વૈશ્વિક સ્તરે સૌથી વધુ  રેટિંગ હાંસલ કર્યું છે.

PM Modi Birthday: જાણો PMએ છેલ્લા 5 વર્ષમાં કેવી રીતે અને ક્યાં ઉજવ્યો જન્મદિવસ

PM Narendra Modi Birthday: 17 સપ્ટેમ્બર PM નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે ભાજપે ખાસ તૈયારીઓ કરી છે. ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને 'સેવા દિવસ' તરીકે ઉજવે છે. આવી સ્થિતિમાં, આ વર્ષે પાર્ટીએ નિર્ણય કર્યો છે કે 17 સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર, ગાંધી જયંતિ સુધી 'સેવા પખવાડિયું' ઉજવવામાં આવશે. આ સેવા પખવાડિયા માટે ભાજપે તમામ તૈયારીઓ કરી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસના ખાસ અવસર પર પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરશે. આ સાથે તેઓ દિલ્હીના દ્વારકામાં નવા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર 'યશોભૂમિ'ના પ્રથમ ભાગનું ઉદ્ઘાટન કરશે.

તમને જણાવી દઈએ કે પીએમ મોદી 17 સપ્ટેમ્બર 2023ના રોજ તેમનો 73મો જન્મદિવસ ઉજવશે. તાજેતરમાં, મોર્નિંગ કન્સલ્ટના નવીનતમ સર્વેક્ષણમાં, પીએમ મોદીએ વૈશ્વિક સ્તરે સૌથી વધુ  રેટિંગ હાંસલ કર્યું છે. આ સર્વેમાં 76 ટકા લોકોએ મોદીના નેતૃત્વના વખાણ કર્યા છે. જોકે 18 ટકા લોકોએ તેમને નાપસંદ કર્યા છે. આ સર્વેમાં પીએમ મોદી ટોપ પર રહ્યા.

ભાજપનો મેગા પ્લાન
પીએમ મોદીના જન્મદિવસની ભારતીય જનતા પાર્ટીએ ખાસ તૈયારીઓ કરી છે. દેશભરમાં બીજેપી પીએમના જન્મદિવસની અલગ-અલગ રીતે ઉજવણી કરવાની તૈયારી કરી રહી છે. ત્રિપુરાના બીજેપી યુનિટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને 'નમો વિકાસ ઉત્સવ' નામ આપ્યું છે. આ દિવસે રાજ્યમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તેની શરૂઆત કુમારઘાટ પીડબલ્યુડી મેદાનમાં યોગ સત્રથી થશે. ત્રિપુરાના સીએમએ કહ્યું કે તેમના કેબિનેટ સાથીદારો અને દિલ્હી અને ત્રિપુરાના પક્ષના વરિષ્ઠ નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

PM મોદી તેમના જન્મદિવસ નિમિત્તે દિલ્હીના દ્વારકામાં 'યશોભૂમિ'નું ઉદ્ઘાટન કરશે. 73 હજાર ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા આ કન્વેન્શન સેન્ટરમાં મુખ્ય સભાગૃહ, ભવ્ય બૉલરૂમ અને 11,000 પ્રતિનિધિઓને સમાવી શકવાની કુલ ક્ષમતાવાળા 13 મીટિંગ રૂમ સહિત 15 કન્વેન્શન રૂમનો સમાવેશ થાય છે.

જાણો છેલ્લા 5 વર્ષમાં PM એ તેમનો જન્મદિવસ કેવી રીતે ઉજવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો, જે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું એક નાનું અને સામાન્ય શહેર છે. વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી દર વર્ષે તેમના જન્મદિવસ પર કંઈક ખાસ કરે છે. ચાલો તમને જણાવીએ કે છેલ્લા 5 વર્ષમાં પીએમ નરેન્દ્ર મોદીએ પોતાનો જન્મદિવસ કેવી રીતે ઉજવ્યો.

પીએમ મોદીનો જન્મદિવસઃ 2022
2022 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આઠ આયાતી ચિત્તાઓને છોડ્યા હતા.

પીએમ મોદીનો જન્મદિવસ: 2021
2021માં પીએમના જન્મદિવસ પર ભારતમાં 2.26 કરોડ કોવિડ રસીકરણ એક વિશેષ અભિયાન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પીએમને ભેટમાં મળેલા સંભારણાઓની પણ ઈ-ઓક્શન કરવામાં આવી હતી.

પીએમ મોદીનો જન્મદિવસ: 2020
2020માં વડાપ્રધાન મોદીનો જન્મદિવસ કોવિડ રોગચાળાને કારણે ભેંટ ચડી ગયો હતો. જો કે, તેમના પક્ષ ભાજપે આ પ્રસંગને 'સેવા સપ્તાહ' તરીકે ઉજવવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. પાર્ટીના કાર્યકરોએ જરૂરિયાતમંદ લોકોને રાશનનું વિતરણ કર્યું અને રક્તદાન શિબિરનું આયોજન કર્યું. બીજેપી ચીફ જેપી નડ્ડાએ મોદી સરકારની 243 "અસાધારણ" સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા "લોર્ડ ઓફ રેકોર્ડ્સ" નામનું પુસ્તક પણ બહાર પાડ્યું હતું.

પીએમ મોદીનો જન્મદિવસ: 2019
વર્ષ 2019 માં પીએમ મોદીએ પહેલાં તેમની માતા હીરાબેનના આશીર્વાદ લીધા અને પછી તેમણે કેવડિયા ગુજરાતમાં 'નમામિ નર્મદે' ઉત્સવમાં ભાગ લીધો હતો. તેમણે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની બાજુમાં જાહેર સભાને પણ સંબોધી હતી. ગત વર્ષે 30 ડિસેમ્બરે હીરાબેનનું અવસાન થયું હતું. તેઓણી 99 વર્ષના હતા.

પીએમ મોદીનો જન્મદિવસ: 2018
પીએમ મોદી તેમના 68માં જન્મદિવસ પર તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી ગયા હતા. તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેઓ કાશી વિદ્યાપીઠ બ્લોકના રોહનિયામાં નરુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મળ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news