ઉદ્યમી ભારત: MSME સેક્ટરને સશક્ત બનાવવાનો અર્થ છે સમાજને સશક્ત બનાવવો- PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ ઉદ્યમી ભારત કાર્યક્રમમાં ભાગ લીધો. પીએમ મોદીએ કહ્યું કે ભારતની નિકાસ સતત વધી, ભારતની પ્રોડક્ટ્સ નવા બજારોમાં પહોંચે તે માટે દેશના MSME સેક્ટરનું સશક્ત હોવું ખુબ જરૂરી છે.

ઉદ્યમી ભારત: MSME સેક્ટરને સશક્ત બનાવવાનો અર્થ છે સમાજને સશક્ત બનાવવો- PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ ઉદ્યમી ભારત કાર્યક્રમમાં ભાગ લીધો. આ અવસરે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને ભાનુપ્રતાપ સિંહ વર્મા પણ હાજર રહ્યા. તેમણે 'રાઈઝિંગ એન્ડ એક્સેલરેટિંગ MSME પરફોર્મન્સ (RAMP)' પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ અને અન્ય સુવિધાઓનો પણ શુભારંભ કર્યો. 

લોકલ ઉત્પાદનોને ગ્લોબલ બનાવવાનો સંકલ્પ લીધો છે
પીએમ મોદીએ કહ્યું કે ભારતની નિકાસ સતત વધી, ભારતની પ્રોડક્ટ્સ નવા બજારોમાં પહોંચે તે માટે દેશના MSME સેક્ટરનું સશક્ત હોવું ખુબ જરૂરી છે. અમારી સરકાર તમારા આ સામર્થ્ય, આ સેક્ટરની અસીમ સંભાવનાઓને ધ્યાનમાં રાખતા નિર્ણય લઈ રહી છે અને નીતિઓ બનાવી રહી છે. લોકલ ઉત્પાદનોને અમે ગ્લોબલ બનાવવાનો સંકલ્પ લીધો છે. મેક ઈન ઈન્ડિયા માટે લોકલ સપ્લાય ચેન બને તેનો પ્રયત્ન છે, જે ભારતની વિદેશો પર નિર્ભરતા ઓછી કરી શકે. આથી એમએસએમઈ સેક્ટરનો વિસ્તાર કરવા પર અભૂતપૂર્વ જોર અપાઈ રહ્યું છે. 

MSME સેક્ટરનો ગણાવ્યો આ અર્થ
પીએમ મોદીએ MSMS સેક્ટરનો અર્થ ગણાવતા કહ્યું કે અમારા માટે MSME નો અર્થ છે Maximum Support to Micro Small and Medium Enterprises. MSME સેક્ટરને મજબૂતાઈ આપવા માટે છેલ્લા આઠ વર્ષમાં અમારી સરકારે બજેટમાં 650 ટકાથી વધુનો વધારો કર્યો છે. ભારત આજે 100 રૂપિયા કમાય છે તો  તેમાંથી 30 રૂપિયા MSME સેક્ટરથી આવે છે. MSME સેક્ટરને સશક્ત કરવાનો અર્થ છે સમાજને સશક્ત બનાવવો. બધાના વિકાસના લાભના ભાગીદાર બનવું. 

— ANI_HindiNews (@AHindinews) June 30, 2022

દુનિયા ભારતની અર્થવ્યવસ્થાની ગતિ જોઈને પ્રભાવિત
પીએમ મોદીએ કહ્યું કે આજે સમગ્ર દુનિયા ભારતની અર્થવ્યવસ્થાની ગતિ જોઈને પ્રભાવિત છે અને આ ગતિમાં ઘણી મોટી ભૂમિકા આપણા MSME સેક્ટરની છે. આથી MSME આજે Micro Economy ની મજબૂતાઈ માટે પણ જરૂરી છે. આજે ભારત જેટલું નિકાસ કરે છે તેમાંથી ઘણો મોટો ભાગ MSME નો છે. 

— ANI_HindiNews (@AHindinews) June 30, 2022

ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ હેઠળ સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાની મદદ
પ્રધાનમંત્રીએ કહ્યું કે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા અમે એ સુનિશ્ચિત કર્યું છે કે આ ઉદ્મમ આગળ પણ વધે. જો કોઈ ઉદ્યોગ આગળ વધવા માંગતો હોય, વિસ્તાર કરવા માંગતો હોય, તો સરકાર માત્ર તેને સહયોગ આપે છે તેવું નથી પરંતુ સાથે સાથે નીતિઓમાં જરૂરી ફેરફાર પણ કરે છે. કેન્દ્ર સરકારે ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ હેઠળ સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાની મદદ MSMEs માટે સુનિશ્ચિત કરી. જેનાથી લગભગ 1.5 કરોડ રોજગાર ખતમ થતા બચ્યા જે ખુબ મોટો આંકડો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news