અમે નોકરીઓ તો પુષ્કળ આપી પરંતુ પદ્ધતીના અભાવે શ્રેય ન મળ્યો : PM મોદી
સંગઠીત ક્ષેત્રમાં છેલ્લા 8 મહિનામાં જ 41 લાખ નોકરીઓ પેદા થઇ તો 80 ટકા રોજગારી અસંગઠીત ક્ષેત્રની છે તો આંકડો કેટલો મોટો હશે તે તમે વિચારી શકો છો
Trending Photos
નવી દિલ્હી : મોદી સરકારનાં કાર્યકાળને એક વર્ષ કરતા પણ ઓછો સમય બચ્યો છે એવામાં ચૂંટણીમાં જતા પહેલા સરકાર કોઇ પણ મોર્ચા પર પાછી પડવા નથી માંગતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કડીમાં વિપક્ષ દ્વારા લગાવાયેલ નોકરીઓ નહી આપવાનો આરોપનો જવાબ આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સરકારે ગત્ત 4 વર્ષની અંદર રોજગારની ઘણી નવી તક આપી છે, પરંતુ આંકડાઓની કમીના કારણે વિપક્ષ સરકારને ઘેરવાની તક મેળવી શકે છે.
એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિપક્ષ પોતાની પસંદગીથી સરકારને દોષીત ઠેરવે છે. તેમણે કહ્યું કે, સરકારે માર્ગ પરિવહન, રેલ્વે, એરલાઇન્સ અને ઘણા પ્રકારનાં મુળભુત ઢાંચાના ક્ષેત્રમાં વિકાસ કર્યો છે અને આ જ કારણે રોજગારના પુરતા પ્રસંગમાં પણ વધારો થયો છે. તેમણે કહ્યું કે, ગત્ત વર્ષે 70 લાખથી વધારે નોકરીએ પેદા થઇ છે. અને ગરીબી પણ ઘટી, પરંતુ શું નોકરીઓનાં સર્જન વગર જ આ બધુ શક્ય હોત ખરું ?
રોજગારનાં આંકડા એકત્ર કરવા એક મોટી સમસ્યા
વડાપ્રધાને કહ્યું કે, સમસ્યા રોજગાર આપવાની નથી. તેના આંકડાઓનાં કલેક્શનની છે. અમારી પાસે નવા ભારતની નવી અર્થવ્યવસ્થામાં નવા રોજગારનો ડેટા એકત્ર કરવા લાયક સિસ્ટમ નથી. મોદીએ રોજગારના આંકડાઓ એકત્ર કરવા અંગે સવાલ અંગે કહ્યું કે, દેશમાં ગામમાં ત્રણ લાખથી વધારે ઉદ્યોગો છે. તે કોમર્સ સર્વિસ સેન્ટર ચલાવતા રહે છે અને રોજગાર પેદા કરી રહ્યા છે. આશરે 15 હજાર સ્ટાર્ટઅપ ઘણી નોકરીઓ આપી રહ્યા છે. સરકાર પણ તેની મદદ કરી રહ્તયા છે. ઘણા અન્ય પણ સ્ટાર્ટઅપ ચાલુ થવાનાં છે.
અસંગઠીત ક્ષેત્રનાં આંકડાઓ તેના કરતા પણ વધારે મોટા
વડાપ્રધાને કહ્યું કે, ઈપીએફઓનાં આંકડાઓ અનુસાર સપ્ટેમ્બર 2017થી એપ્રીલ 2018ની વચ્ચે 41 લાખ નોકરીએ પેદા થઇ. ગત્ત વર્ષે 70 લાખ કરતા વધારે નોકરીએ પેદા થઇ હતી. વડાપ્રધાને કહ્યું કે, દેશની 80 ટકા વસ્તી નોકરીઓ અસંગઠીત ક્ષેત્રમાંથી છે અને જ્યારે સંગઠીત ક્ષેત્રમાં 8 મહિનામાં 41 લાખ નોકરીએ પેદા થઇ તો કુલ રોજગારનો આંકડો તમે વિચારી શકો છો કે કેટલો મોટો હશે.
એક વર્ષમાં 48 લાખ એન્ટરપ્રાઇઝ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આઝાદી બાદથી માંડીને ગત્ત વર્ષે જુલાઇ સુધીમાં 66 લાખ એન્ટરપ્રાઇઝ રજિસ્ટર્ડ થયા હતા. તેનાં કાર્યકાળમાં માત્ર એક વર્ષમાં 48 લાખ એન્ટરપ્રાઇઝ રજીસ્ટર થયા છે. તેમણે સવાલ કર્યો કે તેના કારણે નોકરીઓનું સર્જન નથી થયું ? તેની સાથે જ વડાપ્રધાને કહ્યું કે, મુદ્રા યોજના હેઠળ 12 કરોડ કરતા વધારે લોન વહેંચવામાં આવી છે. તેમાંથી દરેક લોનમાં એકથી વધારે લોકોની આજીવિકા ચાલી જ રહી હશે.
નિર્માણ ક્ષેત્રમાંથી મળ્યો રોજગાર
વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે છેલ્લા એક વર્ષમાં એક કરોડ કરતા વધારે મકાનો બન્યા છે. તેનાં કારણે પણ ઘણા લોકોને રોજગાર મળ્યો છે. દર મહિને રોડનાં નિર્માણનું કામ બમણું થયું છે. રેલ્વે લાઇનો, હાઇવે, એરલાઇન્સું કામ ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે. તેનાં કારણે પણ રોજગાર વધ્યો છે.
રાજ્ય નોકરીઓ આપી રહ્યું છે તો કેન્દ્ર પણ આપી રહ્યું છે.
વિપક્ષી દળો અને આલોચકોએ સરકારના આ આંકડાઓ પર શંકા કરવા અંગે મોદીએ કહ્યું કે, જ્યારે રાજ્ય સરકારો આટલા રોજગાર પેદા કરવાનો દાવો કરી રહી છે તો કેન્દ્ર પણ કંઇક કામ કરી રહી હશે. તેમણે કહ્યું કે, કર્ણાટકની ગત્ત સરકારે 53 લાખ નોકરીઓનો દાવો કર્યો. પશ્ચિમ બંગાળની સરકારનો દાવો છે કે તેમણે 68 લાખ લોકોને રોજગાર આપ્યો તો કેન્દ્ર સરકાર રોજગાર નહી પુરૂ પાડી રહી હોય ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે