સરદાર PM હોત તો કાશ્મીરની પરિસ્થિતિ અલગ હોત : PM

લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થઈ રહેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા છે

સરદાર PM હોત તો કાશ્મીરની પરિસ્થિતિ અલગ હોત : PM

નવી દિલ્હી : લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. પીએમનું ભાષણ શરૂ થતા જ વિપક્ષી સાંસદોએ ધમાલ મચાવવાનું શરૂ કરી દીધું હતું. TDP સાંસદ વેલમાં આવીને હંગામો કરવા લાગ્યા હતા. આ ધમાલમાં જ વડાપ્રધાને પોતાનું ભાષણ શરૂ કરી દીધું હતું

ભાષણની હાઇલાઇટ્સ

  • ખેતી જેવા જ મહત્વના પશુપાલનના વિકાસ માટે કામધેનુ યોજના તૈયાર કરી છે
  • મધ્યમવર્ગના યુવાનોને ગામમાં જ કૃષિ આધારિત ઉત્પાદનો તૈયાર કરવાની તક મળે છે
  • અમે પ્રધાનમંત્રી સંપદા યોજના અંતર્ગત ખેડૂતોના પાકની જાળવણી ઓછી કિંમતે થાય એવી સપ્લાય ચેઇન તૈયાર કરી છે
  • આઝાદીના 70 વર્ષ પછી પણ ખેડૂતોની સમસ્યા સપ્લાય ચેઇન છે એ હકીકત છે
  • અમે સમય અને પૈસાનો વેડફાટ રોકવા માટે ઇમાનદાર પ્રયાસ કર્યો છે
  • અમે 28 કરોડ એલઇડી લેમ્પનું કર્યુ છે વિતરણ
  • કનેક્શન માટે સૌભાગ્ય યોજના લોન્ચ કરી છે
  • ટ્રાન્સમિશન કેપેસિટી છેલ્લા ત્રણ વર્ષમાં 45 ટકા વધારી 
  • અમે આ માટે પ્રોડક્શન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન અને કનેક્શન જેવા મુદ્દાઓ પર એકસાથે કામ કરી રહ્યા છીએ
  • વારસામાં મળેલા આ આંકડા ગર્વનો વિષય નથી
  • ચાર કરોડ ઘરમાં આજે પણ નથી વીજળી, દેશના 20 ટકા લોકો આજે પણ અંધારામાં
  • આ જાળનો અંત થવાથી દેશના દુશ્મનોને થઈ રહ્યું છે દુખ
  • અનેક સરકારી યોજનાના પૈસા વચેટિયાઓના ખાતામાં જતા અટકાવ્યા
  • અનેક યોજનાઓમાં ગરીબોના ખાતામાં સરકારે આપ્યા પૈસા
  • આજે 115 કરોડથી વધારે આધાર બન્યા છે
  • અમે વિપક્ષે પણ વિચાર્યું નહોતું એ રીતે અમલ કર્યો આધારનો 
  • શાસકપક્ષ કોઈ પણ હોય પણ દેશ માટે કામ થવું જોઈએ
  • અમે 104 સેટેલાઇટ પણ તરતા મૂક્યા છે
  • દેશમાં મધ્યમ વર્ગ માટે અમે ઘણું કામ કર્યું છે
  • અટલજીએ કહ્યું છે કે छोटे मन से कोई बडा नहीं होता, टूटे मन से कोई खडा नहीं होता
  • પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં 10 કરોડ લોન પ્રપોઝલને મળી મંજૂરી
  • દેશના મધ્યમવર્ગના યુવાનોને અપાઈ રહ્યું છે પ્રોત્સાહન
  • ફોર્મલ સેક્ટરમાં 10 ટકા અને ઇનફોર્મલ સેક્ટરમાં 90 ટકા રોજગાર હોય છે 
  • કરોડો ઘરમાં શૌચાલય બની રહ્યા છે
  • એક વર્ષમાં નવા ઇપીએ માટે 70 લાખ નવા નામ જોડાયા છે, આ રોજગાર નથી?
  • દેશને ગુમરાહ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ
  • રોજગારીની નવી તકો વધી છે
  • દેશમાં રોજગારીનો આંકડો વધ્યો છે
  • પશ્ચિમ બંગાળની, કર્ણાટકની, ઓડિસાની અને કેરળની સરકારના દાવા પ્રમાણે એક કરોડ લોકોને મળ્યો છે રોજગાર
  • જ્યારે વિપક્ષ બેરોજગારીનો આંકડો આપે છે ત્યારે આ આંકડો આખા દેશનો હોય છે
  • બાડમેર રિફાઇનરી ખાતે જમીન જ હતી પણ કોઈ કરાર નહોતો
  • પાછલી સરકાર સાથે અમારી કોઈ તુલના જ નહીં
  • અમે માથાકૂટ કરીને કામ પુરું કર્યું
  • બાડમેર રિફાઇનરીમાં પત્થર જડી દીધા, માત્ર શિલાન્યાસ કરાયો પણ કામ નથી થયું
  • સંસદમાં સાર્થક ચર્ચા થાય
  • કોંગ્રેસના તમામ અધુરા કામ અમે પુરા કર્યા
  • અમારી સરકારે 1 લાખ 20 હજાર કિલોમીટર લાંબી સડક બનાવી
  • અમે યોજનાના અમલીકરણ માટે કામ કરીએ છીએ
  • કોંગ્રેસને યોજના બનાવવી છે પણ અમલીકરણનું શું?
  • 3 વર્ષમાં 2100 કિલોમીટર લાંબી રેલવે લાઇનનું સર્જન કર્યું
  • અપમાનમાંથી જ પેદા થયા એનટી રામારાવ
  • રાજીવ ગાંધીએ કર્યું હતું દલિત સીએમનું અપમાન
  • વિરોધ કરવાનો હક પણ સંસદને બાનમાં લેવાનો હક નહીં
  • કોંગ્રેસે દેશને ગુમરાહ જ કર્યો છે
  • સરદાર પટેલને દેશનું સુકાન કેમ ન મળ્યું?
  • સરદાર PM હોત તો કાશ્મીરની પરિસ્થિતિ અલગ હોત
  • આ દેશને લોકતંત્રએ વિકસવા જ નથી દીધું
  • આઝાદીના  70 વર્ષ પછી એવો એક પણ દિવસ નહોતો જ્યારે સવા સો કરોડ દેશવાસીઓ સજા ન ભોગવતા હોય 
  • કોંગ્રેસે દેશનું વિભાજન કર્યું છે
  • કોંગ્રેસે ચૂંટણીમાં લાભ માટે આંધ્ર પ્રદેશ તોડ્યું છે
  • ભારત પછી આઝાદ થનારા દેશ પણ બહુ ઝડપથી આગળ વધી ગયા છે
  • જો કોંગ્રેસે યોગ્ય નીતિ બનાવી હોત તો દેશ બહુ આગળ હોત
  • વિપક્ષે સાચી નીતિથી કામ ન કર્યું
  • કોંગ્રેસે એક જ પરિવારની પૂજા કરી
  • લોકતંત્ર નેહરુજીએ નથી આપ્યું, એ આપણા લોહીમાં છે

વ્હિપ જાહેર
બીજેપીએ પોતાના સભ્યોને બુધવારે સંસદમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કરી છે. સુત્રોએ માહિતી આપી છે કે સરકાર ગુરુવારે મહત્વના બિલ રજૂ કરી શકે છે. આ દરમિયાન વડાપ્રધાન બજેટ સહિત તમામ નીતિઓ પર  જવાબ આપી શકે છે. આ સિવાય લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન ગૃહમંત્રી રાજનાથ સિંહ મંત્રાલય સાથે જોડાયેલા સવાલોના જવાબ આપી શકે છે.

 

 

 

— ANI (@ANI) February 7, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news