અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ, અંતિમ તબક્કામાં ગર્ભગૃહનું નિર્માણ કાર્ય

Ayodhya news: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 22 જાન્યુઆરીએ તે લોકો અયોધ્યા જઈ શકશે તેની પાસે નિમંત્રણ પત્ર છે. આ દિવસે અયોધ્યા એરપોર્ટ પર 100થી વધુ વિમાનો ઉતરવાની સંભાવના છે. 
 

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ, અંતિમ તબક્કામાં ગર્ભગૃહનું નિર્માણ કાર્ય

અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને આડે હવે એક મહિનાનો સમય બાકી છે, ત્યારે આ કાર્યક્રમમાં આવનાર લોકોના રોકાણ માટે મોટા પાયા પર તૈયારીઓ કરવામાં આવી છે. સાધુ સંતો તેમજ સામાન્ય લોકને રહેવા માટે રામનગરીમાં આખું તીર્થક્ષેત્રપુરમ વસાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અયોધ્યાની હોટેલ્સના ભાડા પણ આભને સ્પર્શી રહ્યા છે..

22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં થનારી પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના ગર્ભગૃહના નિર્માણનું કાર્ય અંતિમ તબક્કામાં છે. ત્યારે બીજી તરફ કાર્યક્રમ માટે અલગથી તૈયારીઓ ચાલી રહી છે..

આ કાર્યક્રમમાં આમંત્રિત અતિથિઓ ઉપરાંત દેશભરમાંથી પાંચ લાખ જેટલા લોકો આવવાનો અંદાજ છે, ત્યારે તેમના રોકાણ અને ભોજન માટે મોટા પાયા પર વ્યવસ્થા કરવામાં આવી છે. અયોધ્યામાં પતરાનું એક આખું નગર ઉભું કરવામાં આવ્યું છે, જેને તીર્થક્ષેત્રપુરમ નામ અપાયું છે. જ્યાં સૂવા માટે બેડ તેમજ બાથરૂમ અને શૌચાલય સહિતની સુવિધાઓ છે.

અહીં પાણી માટે 6 બોર તૈયાર કરવામાં આવ્યા છે, સાથે જ 6 મોટા રસોડા પણ ધમધમતા કરાયા છે. જ્યાંથી અન્નક્ષેત્ર અને લંગર ચલાવવામાં આવશે. 

મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ભલે 22મી જાન્યુઆરીએ થશે, જો કે આ માટેની ધાર્મિક વિધિઓ 16મી જાન્યુઆરીથી જ શરૂ થઈ જશે. જેમાં જુદા જુદા ધર્મ અને સંપ્રદાયોના ચાર હજાર જેટલા સંતો આમંત્રિત છે...એટલે કે 16મી જાન્યુઆરીથી જ અયોધ્યા ધમધમતું થઈ જશે.

મહા આયોજનને જોતાં અયોધ્યામાં હોટેલના ભાડામાં પણ ઉછાળો આવ્યો  છે. 22 અને 23 જાન્યુઆરી માટેના રૂમભાડાં ધનિક લોકોને જ પોસાય તેમ છે. રૂમ ભાડા 12 હજારથી 70 હજાર રૂપિયા સુધી પહોચ્યા છે. આ સ્થિતિ વચ્ચે પણ મોટાભાગની હોટેલ્સ હાઉસફૂલ છે. 

અયોધ્યામાં હવે કાયમ માટે પ્રવાસીઓનો ધસારો વધવાનો છે, ત્યારે ઘણી હોટેલ ચેઈન્સ અહીં પોતાની હોટેલ શરૂ કરવાની તૈયારીઓ પણ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news