તામિલનાડુ : કોપર યૂનિટનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસની કાર્યવાહી, 11ના મોત

આ પ્રદર્શન છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે

તામિલનાડુ : કોપર યૂનિટનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસની કાર્યવાહી, 11ના મોત

તુતીકોરીન : તમિલનાડુના તૂતીકોરિનમાં છેલ્લા એક મહિનાથી વેદાંતાની સ્ટરલાઇન કોપર યૂનિટ બંધ કરવાની માંગને લઈને થઈ રહેલું પ્રદર્શન મંગળવારે હિંસક થઈ ગયું હતું. 

પુલીસના સૂત્રોએ જણાવ્યું કે, યંત્રની તરફ આગળ વધી રહેલા પ્રદર્શનકારીઓને રોકતા તેણે પથ્થરમારો કર્યો અને પોલીસના વાહનોને નુકસાન કર્યું. ત્યારબાદ પોલીસ કાર્યવાહીમાં 11 લોકોના મોત થયા છે. જ્યારે બે ડઝનથી વધુ લોકોને ઈજા પહોંચી છે. 

તમિલનાડુના મુખ્યપ્રદાને હિંસામાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તોને 3-3 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સાથે પોલીસ કાર્યવાહીમાં માર્યા ગયેલા લોકોના પરિવારના એક સભ્યને નોકરી આપવાની જાહેરાત કરી છે. 

— ANI (@ANI) May 22, 2018

પ્રદર્શનકારીઓના આ હિંસક વલણને રોકવા માટે જ્યારે પોલીસે ફાયરિંગ કર્યું ત્યારે એના કારણે 11લોકોના મોત થઈ ગયા હતા અને લગભગ 25 જેટલા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા છે. પોલીસ સુત્રોએ માહિતી આપી છે કે મદ્રાસ હાઇ કોર્ટના આદેશ પ્રમાણે એકમને સુરક્ષા પ્રદાન કરવા માટે વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

— ANI (@ANI) May 22, 2018

વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને જ્યારે રેલી કરવાની પરવાનગી ન મળી ત્યારે તેમણે સુરક્ષાકર્મીઓને અડફેટે લીધા હતા અને સુત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. તેમણે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને તેમના વાહન ઉલટાવી દીધા હતા. આ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને અંતે તેમને ગોળી ચલાવવાની ફરજ પડી હતી. આ ઘટના પછી સમક્ષ વિસ્તારમાં તણાવ છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે એકમના પ્રદૂષણને કારણે વિસ્તારમાં ભુજળ પ્રદૂષિત થઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news