પુલવામા હુમલોઃ અજમેરના ઉર્સ માટે પાકિસ્તાનીઓને વિઝા ન આપે સરકાર-દરગાહ દીવાન

શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા અજમેર શરીફની દરગાહના દીવાન સૈયદ જૈનુલઆબેદીન અલીખાને જણાવ્યું કે, ભારત સરકારે વાર્ષિક ઉર્સમાં પાકિસ્તાનથી આવતા શ્રદ્ધાળુઓના જથ્થાને તાત્કાલિક અટકાવી દેવો જોઈએ

પુલવામા હુમલોઃ અજમેરના ઉર્સ માટે પાકિસ્તાનીઓને વિઝા ન આપે સરકાર-દરગાહ દીવાન

અજમેરઃ અજમેર શરીફ દરગાહના પ્રમુખે પુલવામાની ઘટનાનો વિરોધ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોનો શ્રદ્ધાંજલિ આપતા અજમેર શરીફની દરગાહના દિવાન સૈયદ જૈનુલઆબેદીન અલીખાને જણાવ્યું કે, ભારત સરકારે વાર્ષિક ઉર્સમાં પાકિસ્તાનથી આવતા શ્રદ્ધાળુઓના જથ્થાને તાત્કાલિક અટકાવી દેવો જોઈએ. કેમ કે, પાકિસ્તાન ઉર્સની યાત્રાના બહાને પોતાના એજન્ટને ભારત મોકલીને ગુપ્ત માહિતી એક્ઠી કરે છે. 

પોતાના નિવાસસ્થાને એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, "આ હુમલો પાકિસ્તાને કરાવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં અન્ય સંગઠનોના માધ્યમથી પાકિસ્તાન ભારતમાં 28 હુમલા કરાવી ચૂક્યું છે. મોદી સરકારે ભારતમાંથી પાકિસ્તાનની હાઈ કમિશનરની કચેરીને બંધ કરીને પાકિસ્તાન પાછા ફરી જવાનો આદેશ આપવો જોઈએ. સાથે જ દરેક શહીદના પરિજનને રૂ.1 કરોડની મદદ આપવી જોઈએ. સરકારી નોકરી પણ આપવી જોઈએ. આ જ રીતે રાજસ્થાનના 5 શહીદોના પરિવારજનોને પણ ગેહલોત સરકારે રૂ.50-50 લાખની મદદ કરવી જોઈએ."

RDX not used in Pulwama suicide attack on CRPF troopers, suggests preliminary probe

તેમણે એવું પણ જણાવ્યું કે, "ભારત સરકારે આગામી અજમેર શરીફના ઉર્સ માટે એક પણ પાકિસ્તાની નાગરિકને વિઝાન ન આપવો જોઈએ કે તેમના કોઈ પણ જથ્થાને ભારત આવવાની મંજૂરી ન આપવી જોઈએ."

અજમેર શરીફના દિવાને આરોપ લગાવ્યો કે, "પાકિસ્તાન સરકાર તેના ભારત મોકલતા જથ્થામાં પોતાના એજન્ટ પણ મોકલે છે. જેની મદદથી તે અનેક ગુપ્ત માહિતીએ મેળવી લે છે. જે દેશની સુરક્ષા વ્યવસ્થા માટે અત્યંત ખતરનાક છે."

અજમેર શરીફમાં જમ્મુ-કાશ્મીરના તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ઘાયલોની સલામતી સાથે તેમનાં પરિજનોને ધીરજ માટેની દૂઆ પણ કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news