VIDEO: 'હું તમારા માટે પપ્પુ છું...' અને પછી પીએમ મોદીને ભેટી પડ્યા રાહુલ ગાંધી
રાજકારણમાં દર વખતે સંબંધો બદલાતા રહે છે. નવા સંબંધો બને છે. આવું જ કઈંક આજે લોકસભામાં જોવા મળ્યું. લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન જોવા મળ્યું.
Trending Photos
નવી દિલ્હી: રાજકારણમાં દર વખતે સંબંધો બદલાતા રહે છે. નવા સંબંધો બને છે. આવું જ કઈંક આજે લોકસભામાં જોવા મળ્યું. લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન જોવા મળ્યું. અવિશ્વાસના પ્રસ્તાવ પર કોંગ્રેસ તરફથી બોલતા અધ્યક્ષ રાહુલ ગાંધીએ છેલ્લે કહ્યું કે 'તમારા માટે ભલે હું પપ્પુ છું, તમારા મનમાં મારા માટે નફરત હોઈ શકે છે, પરંતુ હું તમને બધાને ખુબ પ્રેમ કરું છું.' બસ આટલું કહેવાનું હતું કે રાહુલ ગાંધી પોતાની જગ્યા છોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહોંચી ગયા અને તેમને હાથ મિલાવીને જાદુની જપ્પી આપી દીધી. રાહુલ ગાંધીને આ રીતે પીએમ મોદીને ગળે મળતા જોઈને સદનમાં હાસ્ય વ્યાપી ગયું. પીએમ મોદીએ પણ હસીને રાહુલ ગાંધીનું અભિવાદન કર્યું.
વાત જાણે એમ હતી કે શરૂઆતમાં પીએમ મોદી સમજી ન શક્યા કે આખરે રાહુલ ગાંધી તેમની પાસે કેમ આવ્યાં છે. રાહુલ આવ્યાં અને તેમને કઈંક કહ્યું. જ્યાં સુધી પીએમ કઈંક સમજે ત્યાં તો રાહુલે નીચા નમીને તેમને ગળે લગાવ્યાં અને જવા લાગ્યાં. પરંતુ આ જોઈને પીએમ મોદીએ તેમને પાસે બોલાવ્યાં અને હાથ મિલાવ્યો. આ પળ કોંગ્રેસ અને ભાજપની રાજકારણમાં બહુ ઓછી જોવા મળે છે.
અત્રે જણાવવાનું કે મોદી સરકાર વિરુદ્ધ લોકસભામાં આજે સવારે 11 વાગ્યાથી અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. સદનની કાર્યવાહી શરૂ થતા જ જય શ્રી રામના નારા લાગવા લાગ્યાં હતાં. અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત ટીડીપીના સાંસદે કરી હતીં. ત્યારબાદ ભાજપ તરફથી રાકેશ સિંહે જવાબ આપ્યો હતો. વળી પાછી પ્રહાર કરવાની કમાન રાહુલ ગાંધીએ સંભાળી અને ભાજપ તથા સત્તારૂઢ મોદી સરકાર તથા પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યાં હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે