રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક, ચાલુ ગાડીમાં ફેંકાયો ઝંડો, મોઢા પર વાગ્યો

પંજાબના લુધિયાણામાં રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક થઈ. એક વ્યક્તિએ રાહુલ ગાંધીની ચાલુ કારમાં ઝંડો ફેંક્યો જે રાહુલ ગાંધીને ચહેરા પર વાગ્યો. અત્રે જણાવવાનું કે કાલે લુધિયાણામાં રાહુલ ગાંધીએ સીએમ ચહેરા તરીકે ચરણજીત સિંહ ચન્નીનું નામ જાહેર કર્યું હતું. 

રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક, ચાલુ ગાડીમાં ફેંકાયો ઝંડો, મોઢા પર વાગ્યો

લુધિયાણા: પંજાબના લુધિયાણામાં રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક થઈ. એક વ્યક્તિએ રાહુલ ગાંધીની ચાલુ કારમાં ઝંડો ફેંક્યો જે રાહુલ ગાંધીને ચહેરા પર વાગ્યો. અત્રે જણાવવાનું કે કાલે લુધિયાણામાં રાહુલ ગાંધીએ સીએમ ચહેરા તરીકે ચરણજીત સિંહ ચન્નીનું નામ જાહેર કર્યું હતું. 

કોણે રાહુલ ગાંધી ગાડીમાં ફેંક્યો ઝંડો?
કહેવાય છે કે રાહુલ ગાંધીની ચાલુ કારમાં ઝંડો ફેકનારો વ્યક્તિ યૂથ કોંગ્રેસનો નેતા નદીમ ખાન છે. પોલીસે તેની પૂછપરછ બાદ છોડી દીધો. તેના વિરુદદ્ધ એવું કહીને કાર્યવાહી ન કરાઈ કે રાહુલ ગાંધીને નુકસાન પહોંચાડવાની તેની કોઈ દાનત નહતી.

કેવી રીતે થઈ સુરક્ષામાં ચૂક
હવે એ સવાલ ઉઠે છે કે રાહુલ ગાંધીનો કાફલો નીકળતા પહેલા ટ્રાફિકને ક્લિયર કરાયો નહતો. રાહુલ ગાંધીની સુરક્ષામાં આ ચૂક કેવી રીતે થઈ? વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે અનેક કાર્યકરો રસ્તા કિનારે ઊભા છે અને જેવી રાહુલ ગાંધીની ગાડી નજીક આવે છે કે યૂથ કોંગ્રેસના નેતા નદીમ ખાન તેમાં ઝંડો ફેકે છે. 

પોલીસની સુરક્ષા ઢીલી રહી
નોંધનીય છે કે પંજાબ એક બોર્ડર સ્ટેટ છે. લુધિયાણા, પંજાબનો એક એવો વિસ્તાર છે જ્યાં પહેલેથી અલર્ટ જાહેર છે. આમ છતાં વીઆઈપી કાફલાના પસાર થવા દરમિયાન પોલીસની સુરક્ષા ઢીલી રહી, જેના પર સવાલ ઉઠી રહ્યા છે. 

અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીની સાથે ગાડીમાં નવજોતસિંહ સિદ્ધુ, સુનીલ જાખડ અને સીએમ ચરણજીત સિંહ ચન્ની પણ હતા. રાહુલ ગાંધી ગાડીની આગલી સીટ પર બેઠા હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોલીસ કોઈ પણ કાર્યકરને રાહુલ ગાંધીની ગાડી પાસે જતા રોકતી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news