ઉત્તરાખંડના CM એ અક્ષયકુમારને આપી એવી ઓફર..અભિનેતા ના ન પાડી શક્યો

ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર હાલ ઉત્તરાખંડમાં ફિલ્મના શૂટિંગ માટે પહોંચ્યો છે. તેણે દહેરાદૂનમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી.

ઉત્તરાખંડના CM એ અક્ષયકુમારને આપી એવી ઓફર..અભિનેતા ના ન પાડી શક્યો

દહેરાદૂન: ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર હાલ ઉત્તરાખંડમાં ફિલ્મના શૂટિંગ માટે પહોંચ્યો છે. તેણે દહેરાદૂનમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. આ દરમિયાન અભિનેતા ઉત્તરાખંડની પહાડી ટોપી પહેરેલો જોવા મળ્યો. તેણે ઉત્તરાખંડના મુખ્યમંત્રીને આગામી વિધાનસભા ચૂંટણી માટે શુભકામનાઓ પણ પાઠવી. 

ઉત્તરાખંડને શુટિંગ માટે સારી જગ્યા ગણાવી
અત્રે જણાવવાનું કે અક્ષયકુમાર છેલ્લા કેટલાક દિવસથી મસૂરીમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. તેની સાથે અભિનેત્રી રકુલપ્રિત સિંહ પણ શૂટિંગ માટે પહોંચી છે. આવામાં તેણે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે પણ મુલાકાત કરી. કહેવાય છે કે બંનેની મુલાકાત ખુબ સારી રહી. અક્ષયકુમારે જ્યાં એક બાજુ ઉત્તરાખંડને ફિલ્મ શૂટિંગ માટે સારી જગ્યા ગણાવી ત્યાં બીજી બાજુ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને ગળે લગાવીને ચૂંટણી માટે શુભકામનાઓ પણ પાઠવી. 

સીએમએ કેદારનાથની પ્રતિલિપી ભેટ કરી
આ દરમિયાન અક્ષયકુમાર ઉત્તરાખંડની ટોપી પહેરેલો જોવા મળ્યો જે તેના પર સુંદર લાગતી હતી. સીએમ પુષ્કર સિંહ ધામીએ આ ટોપી તેને ભેટ કરી હતી. આ સાથે જ મુખ્યમંત્રી ધામીએ અક્ષયકુમારને કેદારનાથ મંદિરની પ્રતિલિપી ભેટ કરી. 

— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 7, 2022

કરી આ ઓફર
મુલાકાત બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે અમે તેમને (અક્ષયકુમાર) એક પ્રસ્તાવ આપ્યો હતો અને તેમણે તે સ્વીકારી લીધો છે. હવે તે ઉત્તરાખંડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ કામ કરશે. 

ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ થશે મતદાન
અત્રે જણાવવાનું કે ઉત્તરાખંડમાં 70 વિધાનસભા બેઠકો માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. આ વખતે તમામ બેઠકો પર 632 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી ગઢવાલ મંડલની 41 બેઠકોમાં 391 ઉમેદવારો, કુમાઉ મંડળની 29 બેઠકો માટે 241 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે રાજ્યમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news