'વિદેશી ટી-શર્ટ પહેરીને ભારત જોડવા નિકળ્યા...' રાહુલ ગાંધી પર ગૃહમંત્રી અમિત શાહ વરસ્યા

Amit Shah Rajasthan Visit: રાજસ્થાનમાં એક કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં રાહુલ બાબા, ભારત જોડો યાત્રા લઈને નિકળેલા છે. રાહુલ બાબા વિદેશી ટીશર્ટ પહેરીને ભારત જોડવા નીકળ્યા છે.

'વિદેશી ટી-શર્ટ પહેરીને ભારત જોડવા નિકળ્યા...' રાહુલ ગાંધી પર ગૃહમંત્રી અમિત શાહ વરસ્યા

Amit Shah Targets Rahul Gandhi and Congress: ભારત જોડો યાત્રા પર નિકળેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ભારતીય જનતા પાર્ટીએ જોરદાર હુમલો કર્યો છે. પાર્ટી એક બાજુ જ્યાં કોંગ્રેસની વિચારધારાને લઈને હુમલાવર બની છે, તો શુક્રવારે બીજેપીએ ટીશર્ટના ભાવને લઈને ફેસબુક પોસ્ટ કરી હતી. હવે રાહુલ ગાંધીના ટીશર્ટના મુદ્દા પર હવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ ટિપ્પણી કરી છે. રાજસ્થાનમાં એક કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં રાહુલ બાબા, ભારત જોડો યાત્રા લઈને નિકળેલા છે. રાહુલ બાબા વિદેશી ટીશર્ટ પહેરીને ભારત જોડવા નીકળ્યા છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, હું રાહુલ બાબા અને કોંગ્રેસીઓને સંસદનું એક ભાષણ યાદ અપાવું છું. રાહુલ બાબાએ જણાવ્યું હતું કે ભારત રાષ્ટ્ર છે જ નહીં. અરે રાહુલ બાબા, કયા પુસ્તકમાં ભણેલો છો તમે? આ તો એ રાષ્ટ્ર છે જેના માટે લાખો લાખ લોકોએ પ્રાણોની આહુતિ આપી છે.

आज वो राहुल बाबा, विदेशी टी-शर्ट पहनकर भारत जोड़ने निकले हैं।

— BJP (@BJP4India) September 10, 2022

કોંગ્રેસ હવે ખોખલા વાયદા કરી શકે છે: અમિત શાહ
તેના સિવાય રાજસ્થાન સરકાર પર હુમલો કરતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 10 દિવસની અંદર ખેડૂતોનું દેવું માફ કરવાનું શું થયું? યુવાઓને 3500 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાનું શું થયું? 20 લાખ યુવાઓને રોજગાર આપવાનું શું થયું? કોંગ્રેસ માત્ર ખોખલા વાયદા કરી શકે છે, વાયદાઓને પુરા કરવાની ક્ષમતા નથી.

ગૃહમંત્રીએ જણાવ્યું,  કોંગ્રેસ સરકાર વિકાસનું કામ કરી શકે તેમ નથી. રોડ બનાવી શકે નહીં, વિજળી આપી શકે તેમ નથી, રોજગાર આપી શકે તેમ નથી. કોંગ્રેસ માત્ર વોટ બેંકની તૃષ્ટિકરણ કરી રાજનીતિ કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, આજે જે પ્રકારે રાજસ્થાનમાં સરકાર ચાલી રહી છે, તેનાથી અમે બધા દુખી છીએ.

કોંગ્રેસની પાસે કઈ નહીં વધે: શાહ
બીજેપી નેતાએ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં ચાલી રહેલી સરકારે પ્રદેશને વિકાસમાં સૌથી પાછળ ધકેલવાનું કામ કર્યું છે. અત્યારની રાજસ્થાન સરકારે રાજસ્થાનના વિકાસને રોકી દીધો છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે દેશમાં કોંગ્રેસની બે રાજ્યોમાં સરકાર છે. બન્નેની ચૂંટણી 2023 છે. જો બીજી બાજુ બીજેપી સરકાર બને છે તો શું બચશે? આ બન્ને રાજ્યોમાં જો ભાજપા સરકાર બનાવે છે તો કોંગ્રેસની પાસે કંઈ વધશે નહીં.

કરૌલી હિંસાની વાત કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, અમારા ભાઈ કન્હૈયાલાલની નિર્મમ હત્યા કરવામાં આવી, આ તમે સહન કરી શકશો શું? કરૌલીની હિંસાને સહન કરશે? હિન્દુ તહેવારો પર પ્રતિબંધ લગાવવો સહન કરશે? અલવરમાં 300 વર્ષ જૂનું મંદિરને તોડવું સહન કરશો તમે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news