Rahul Gandhi: 'સાચું બોલવાની કિંમત', રાહુલ ગાંધીએ ખાલી કર્યો તુઘલક લેનવાળો બંગલો, રાજકારણ ગરમાયું

Rahul Gandhi News: માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી રહી છે. તેમને માનહાનિ કેસમાં ગત મહિને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધીને લોકસભામાં અયોગ્ય જાહેર કરવામાં આવ્યા. હવે કોંગ્રેસ નેતાએ 12, તુઘલક લેનવાળો પોતાનો અધિકૃત બંગલો પણ ખાલી કર્યો છે.

Rahul Gandhi: 'સાચું બોલવાની કિંમત', રાહુલ ગાંધીએ ખાલી કર્યો તુઘલક લેનવાળો બંગલો, રાજકારણ ગરમાયું

Rahul Gandhi News: માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી રહી છે. તેમને માનહાનિ કેસમાં ગત મહિને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધીને લોકસભામાં અયોગ્ય જાહેર કરવામાં આવ્યા. હવે કોંગ્રેસ નેતાએ 12, તુઘલક લેનવાળો પોતાનો અધિકૃત બંગલો પણ ખાલી કર્યો છે. બંગલો ખાલી કર્યા બાદ તેમણે કહ્યું કે 'આ સાચું બોલવાની કિંમત હતી.'

રાહુલ ગાંધીએ કહ્યું કે "હિન્દુસ્તાનના લોકોએ મને 19 વર્ષ માટે આ ઘર આપ્યું, હું તેમનો આભાર માનવા માંગુ છું. પરંતુ મારી પાસેથી ઘર છીનવી લેવાયું. આજકાલ સાચું બોલવાની કિંમત ચૂકવવી પડે છે. હું સાચું બોલવા માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છું." એવું પૂછવામાં આવ્યું કે ઘર ખાલી કર્યા બાદ તેઓ ક્યાં રહેશે તો તેમણે કહ્યું કે "હું થોડા સમય માટે 10 જનપથમાં પૂર્વ કોંગ્રેસ અધ્યશ્ર (સોનિયા ગાંધી) સાથે રહીશ, પછી અમે કઈક સમજીશું."

અત્રે જણાવવાનું કે માનહાનિ મામલે દોષિત ઠેરવાયા બાદ ગત મહિને લોકસભા સાંસદ તરીકે અયોગ્ય જાહેર કરાયેલા રાહુલ ગાંધીએ શનિવારે 12 તુઘલક લેનવાળો પોતાનો સરકારી બંગલો ખાલી કરી નાખ્યો. તેઓ શનિવારે જાહેર રજા હોવાના કારણે બંગલાની ચાવીઓ લોકસભા સચિવાલયને સોંપી શક્યા નહીં. આ અગાઉ શુક્રવારે તેમણે ઘરથી સામાન ખસેડ્યો હતો. હાલ તેઓ માતા સોનિયા ગાંધી સાથે રહે છે અને એક ઘર શોધી રહ્યા છે. 

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે ગાંધીનો બંગલો ખાલી કરવો એક 'અનુકરણીય ઈશારો' હતો. થરૂરે ટ્વીટ કરીને કહ્યું કે આજે રાહુલ ગાંધીએ લોકસભા સચિવાલયના આદેશના જવાબમાં તુઘલક લેનમાં પોતાનું ઘર ખાલી કર્યું. કોર્ટે તેમને અપીલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો અને એચસી અને એસસી હજુ પણ તેમને બહાલ કરી શકે તેમ હતા પરંતુ બંગલામાંથી નીકળવું એ તેમનો અનુકરણીય ઈશારો નિયમો પ્રત્યે તેમના સન્માનને દર્શાવે છે. #Respect #MeraGharAapkaGhar.”

લોકસભા સચિવલયને લખેલા પોતાના પત્રમાં બંગલો ખાલી કરવા પર સહમતિ વ્યક્ત કરતા ગાંધીએ લખ્યું હતું કે છેલ્લા 4 વખત લોકસભાના ચૂંટાયેલા સભ્ય તરીકે, આ લોકોનો જનાદેશછે જેના માટે હું મારા સમયની સુખદ યાદોનો ઋણી છું. તેમણે કહ્યું કે પોતાના અધિકારો પ્રત્યે પૂર્વાગ્રહ વગર, હું નિશ્ચિત રીતે તમારા પત્રમાં નિહિત વિવરણનું પાલન કરીશ. 

એક સાંસદ તરીકે રાહુલ ગાંધી લોકસભામાં કેરળના વાયનાડનું પ્રતિનિધિત્વ કરતા હતા. 23 માર્ચના રોજ સૂરતની એક કોર્ટે ગાંધીને માનહાનિના દોષિત ઠેરવ્યા અને તેમને બે વર્ષની સજા સંભળાવી. જેને લીધે તેમને લોકસભામાં અયોગ્ય જાહેર કરાયા. તેમણે સૂરતની સેશન્સ કોર્ટમાં મેજિસ્ટ્રિયલ કોર્ટના આદેશને પડકાર્યો હતો પણ કોર્ટે સજા રદ કરવાની તેમની અપીલ ફગાવી દીધી. કોંગ્રેસે હવે કહ્યું છે કે સેશન્સ કોર્ટના આદેશને તેઓ આગામી સપ્તાહે ગુજરાતની હાઈકોર્ટમાં પડકારશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news